T20 world cup: હાર્દિક પંડ્યાનો ભાવુક સંદેશ, 'તમારા સપોર્ટનું વળતર ચુકવવા, બે ગણી મહેનત કરીશુ'

હાર્દિક પંડ્યાએ ચાહકોને આપ્યો છે ખાસ સંદેશ

T20 world cup: વર્લ્ડકપની સમાપ્તી બાદ દરેક ખેલાડીઓ ભારતના ચાહકોને સોશિયલ મીડિયામાં ભાવુક સંદેશા આપ્યા, હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલે પણ ચાહકોને સંદેશો આપ્યો છે.

  • Share this:
    T20 world cup: ટી-20 વર્લ્ડકપમાં ભારતની સફર સમાપ્ત થઈ છે. આ સફરમાં ભારત પછડાટ ખાઈને વતન પરત ફરી રહ્યુ છે. જોકે, નામિબિયા સાથે વિજયી અંત સાથે ભારતે આ વર્લ્ડકપની (India Performance in T20 World cup) કડવી યાદોને લઈને પરત આવવાનું છે. આ સ્થિતિમાં ભારતીય ટીમને બિરદાવનારા ચાહકો માટે ક્રિકેટરોએ ભાવુક સંદેશા આપ્યા છે. ગઈકાલે ટીમ ઈન્ડિયાના ટી-20 કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohli-Ravi Shashtri Last Match) અને કોચ શાસ્ત્રીની પણ અંતિમ મેચ હતી. આ ઘટના બાદ એક પછી એક ક્રિકેટરો સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya's Emotional Message after World cup) પોતાના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર ચાહકો માટે એક ભાવુક સંદેશો આપ્યો છે.

    દરમિયાન વડોદરાના સ્ટાર હાર્દિક પંડ્યાએ પણ પોતાના ચાહકો માટે સંદેશો લખ્યો છે. હાર્દિક પંડ્યાએ ટ્વીટર પર લખ્યુ છે 'આ વર્લ્ડકપ અમે ઈચ્છતા હતા એવી રીતે ન રમી શક્યા. અમે ક્યાંક પાછા પડ્યા, પરંતુ અમને સહકાર અને પ્રેમ મળ્યો તેનું વળતર ચુકકવા બદલ અમે બે ગણી મહેનત કરીશું. અમને સતત બિરદાવવા બદલ આભાર. દરેક ઘરમાંથી અને સ્ટેડિયમમાંથી અમને બિરદાવવા બદલ દિલથી આભાર'



    વિરાટ કોહલીની કેપ્ટન તરીકે સફર સમાપ્ત

    સોમવારે નામિબિયા સામે ટી-20 મેચની જીત સાથે પોતાની ટી-20 કપ્તાની છોડી અને એક યુગનો અંત આણ્યો છે. આ સાથે કોચ તરીકે શાસ્ત્રી યુગનો પણ અંત આવ્યો છે. આગામી સપ્તાહથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ટીમમાં નવા ખેલાડી કોચ દ્રવિડ સાથે સિરિઝ રમશે.

    આ પણ વાંચો : શાહિદ આફ્રિદીની દીકરીના લગ્ન 'આફ્રિદી' પરિવારમાં જ થશે, જમાઈ છે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર

    જે દિવસે આવું ન કરી શક્યો ત્યારે રમવાનું છોડી દઈશ

    વિરાટે કહ્યું,'ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફનો દિલથી આભાર તેમણે ખૂબ સારું કામ કર્યુ અને ખેલાડીઓને માફક આવે તેવું વાતાવરણ જાળવી રાખ્યું. મેદાનમાં મારી આક્રમકતામાં કોઈ ફેરફાર નહીં પડે. હું સતત દોડતો રહીશ. ટીમ માટે કઈકને કઈક કરતો રહીશ. જે દિવસે હું આવું કરી શક્યો તે જ દિવસે હું ક્રિકેટ રમવાનું છોડી દઈશ.

    આ પણ વાંચો : Ravi Shashtri : શાસ્ત્રી-કોહલીનો કાર્યકાળ કેવો રહ્યો? જાણો કેટલી ટુર્નામેન્ટ રમ્યા, કઈ કઈ ઉપલબ્ધીઓ મેળવી



    રોહિત શર્મા નવા કેપ્ટન

    ભારતીય ક્રિકેટ માં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ શરૂઆત T20I હોમ સિરીઝથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર મેચમાં રોહિત શર્મા)ના ભારતીય ટીમના કેપ્ટન બનવાની સાથે થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમને માત્ર નવા કેપ્ટન જ નહીં પણ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડ પણ મળ્યા છે. રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડ ને ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. ભારતીય ટીમના સિનીયર ગણાતા ખેલાડીઓ ગત જૂન માસથી બાયો બબલમાં રમી રહ્યા છે, તેથી તેમાંથી કેટલાક ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: