Home /News /sport /T20 World Cup IND VS NZ: હાર્દિકની તબિયત અંગે આવ્યા રાહતના સમાચાર, શું 'દશેરાએ ઘોડું દોડશે?'
T20 World Cup IND VS NZ: હાર્દિકની તબિયત અંગે આવ્યા રાહતના સમાચાર, શું 'દશેરાએ ઘોડું દોડશે?'
ગાંગુલીએ જણાવ્યું કે મને આશા છે કે હાર્દિક પરત ફરશે તો વધારેમાં વધારે ઓવર ફેંકશે. તેની ફીટનેસનું સ્તર પણ સુધરશે. હવે તે આઈપીએલમાં અમદાવાદની ટીમની કેપ્ટનશીપ પણ કરશે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તેની ફીટનેસ ચકાસવામાં આવશે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
T20 World Cup IND VS NZ: પાકિસ્તાન સામેની મેચમાં ઈજા પહોંચતા હાર્દિકે કોહલીની ચિંતા વધારી હતી, જોકે, હાર બાદ સારા સમાચારો સામે આવ્યા છે
IND VS PAK : ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)ના પહેલા જ મેચમાં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારત (INDvsPAK)ની આ પહેલી હાર છે. ટી20 વર્લ્ડ કપની પહેલા જ મેચમાં હાર મળતા ઇન્ડિયન ટીમ (Team India)ને ભારે ધક્કો લાગ્યો, તો સાથે જ ફેન્સ પણ ઘણા નિરાશ થયા. બીજી તરફ મેચ બાદ હાર્દિક પંડ્યા (Cricketer Hardik Pandya Injured)એ પણ વિરાટ કોહલી (Virat Kohli)ની ચિંતા વધારી હતી અને ભારતીય ટીમને પંડ્યા રૂપી મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, હવે સમાચારો આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા અંગે ચિંતા કરવા જેવું નથી. રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં એક શોટપીચ બોલ હાર્દિકના ખભા પર લાગી ગયો હતો પરંતુ ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઈ હોવાનો અહેલો હતા.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યાનો સ્કેન રિપોર્ટ આવી ગયો છે અને ઈજા ગંભીર નથી. આ ઉપરાંત બે મેચ વચ્ચે છ દિવસનું અંતર છે તેની પાસે ઈજામાંથી રિકવર થવાનો પૂરતો સમય છે.
ન્યૂઝીલેન્ડ સામે રમી શકે છે હાર્દિક
તેમણે ઉમેર્યુ કે આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે યોજાવાની છે, આ મેચમાં હાર્દિક ફિટનેસની દૃષઅટીએ રમી શકે છે. પંડ્યાએ તો અગાઉ પણ કહ્યું હતું કે તે નૉકઆઉટમાં જ બૉલિંગ શરૂ કરવા માંગે છે પરંતુ ભારત માટે પાકિસ્તાન સામે હાર બાદ નૉકાઉટની આ મેચ જીતવી અગત્યની થઈ ગઈ છે.
પાકિસ્તાન સામેની મેચમાં ટૉસ પહેલાં તેણે જણાવ્યું હતું કે તેને પીઠનો દુખાવો થયો હતો પરંતુ તેની હાલત પહેલા કરતાં ઠઈક છે. જોકે, તે હાલમાં બૉલિંગ નહીં કરે પરંતુ નોકઆઉટ મેચ નજીક આવતાં જ તે બૉલિંગ શરૂ કરી દેવા માંગે છે.
કોહલીએ કર્યા હતા વખાણ
ઉલ્લેખનીય છે કે કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. તેણે પાકિસ્તાનની મેચ પહેલાં કહ્યુ હતું કે નંબર-6 પર રાતોરાત બેટ્સમેન તૈયાર કરવો સહેલીવાત નથી. હાર્દિકને બેટ્સમેન તરીકે રમાડીએ છીએ પરંતુ તે તે બૉલિંગ કરવા માટે તૈયાર છે, બૉલિંગ કરે તો ઠીક છે બાકી બેટ્સમેન તરીકે હાર્દિક રમશે.
જોકે, પાકિસ્તાન સામેની મેચમાં શાહિન શાહ આફ્રિદીનો બૉલ લાગતા હાર્દિકને ઈજા પહોંચી હતી. અહેવાલો હતા કે હાર્દિક કોહલીની ચિંતા વધારશે પરંતુ હાલમાં તેની તબિયતને લગતા સારા સમાચારો આવી ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર