Home /News /sport /

T20 world Cup : પાકિસ્તાનની મહિલા પત્રકારે હરભજનની સળી કરી, ભજ્જીએ એવો જવાબ આપ્યો કે આજીવન યાદ રાખશે!

T20 world Cup : પાકિસ્તાનની મહિલા પત્રકારે હરભજનની સળી કરી, ભજ્જીએ એવો જવાબ આપ્યો કે આજીવન યાદ રાખશે!

હરભજન અને સુમેરા વચ્ચે ટ્વીટર પર વાક યુદ્ધ પાકિસ્તાની પત્રકારે હરભજનને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો

T20 World cup : રિપોર્ટરે ટ્વીટર પર એક મેસેજ કરતા હરભજનને પોક કર્યા. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું. “4 સિક્સર ફરીથી @હરભજન સિંહ. વોકઓવર જોઈએ છે?

  T20 World Cup: હાલ ચાલી રહેલી ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારત સામે પાકિસ્તાનને (IND VS PAK Memes) મળેલી જીતને કારણે હવે સોશિયલ મીડિયા પર જોક્સ અને મીમ્સનો સિલસિલો શરૂ થયો છે અને લોકો જાત જાતની પોસ્ટ કરી રહ્યાં છે. બાબર આઝમ (Babar Azam) અને તેની ટીમને વિરાટ કોહલી (Virat Kohli)  અને ભારતીય ટીમ પર 10 વિકેટના મોટા માર્જીન જીત મળી એ વાતને લગભગ એક સપ્તાહ જોટલો સમય વીતી ચુક્યો છે પણ સોશિયલ મીડિયા પર જે પ્રકારની પરિસ્થિતી છે તેને જોતા આ ટ્રેન્ડ જલ્દી સમાપ્ત થાય તેવું લાગતું નથી. હાલમાં જ પાકિસ્તાની રિપોર્ટર (Pakistani Reporter Harbhajan Singh Controversy)  અને ભારતીય ટીમનાં પૂર્વ ઓફસ્પિનર હરભજન સિંહ વચ્ચેનો એક વિવાદ સામે આવ્યો છે.

  આ ક્રમમાં શુક્રવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મુકાબલો બાદ શરૂ થયો, જેમાં બેટ્સમેન આસિફ અલીએ અંતિમ ઓવરમાં 4 સિક્સ ફટકારી હતી. જેને કારણે પાકિસ્તાનને 5 વિકેટથી જીતનો સ્વાદ મળ્યો. ટૂર્નામેન્ટમાં આ પાકિસ્તાનની સળંગ ત્રીજી જીત હતી. અહીં પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો જેમાં 6 બોલ બાકી હતા.

  હરભજનસિંઘે ટ્વીટર પર કરી બબાલ

  ગેમ પત્યા પછી એક રિપોર્ટરે ટ્વીટર પર એક મેસેજ કરતા હરભજનને પોક કર્યા. આ મેસેજમાં લખવામાં આવ્યું હતું. “4 સિક્સર ફરીથી @હરભજન સિંહ. વોકઓવર જોઈએ છે?? ” ( 4 SIXERS again @harbhajan_singh. walkover Chahiye???)

  જેના જવાબમાં હરભજન સિંહે કહ્યું, “જરા ધ્યાનથી જુઓ, કદાચ તમને ક્યાંય બુદ્ધિ મળી જાય” (KEEP ROLLING YOUR EYES. MAYBE YOU’LL FIND A BRAIN BACK THERE)  આ વાકયુદ્ધના થોડા કલાકો પહેલા આ રિપોર્ટરે ભારત પાકિસ્તાનના એક જૂના મેચની વિડીયો ક્લિપ શેર કરી હતી જેમાં હરભજન મોહમ્મદ આમિરના બોલ પર સીક્સ મારી ધાર્મિક ટિપ્પણી કરતો નજરે પડી રહ્યો છે. જેના જવાબમાં હરભજને કહ્યું કે, “તારી આ મૂર્ખામી બંધ કર અને ધર્મને વચ્ચે લાવી આ ગંદી રમત રમવાનું છોડ” (stop ur nonsense stop playing dirty games by bringing religion in between).

  આ પણ વાંચો :  T20 World Cup 2021: બેટિંગમાં બાબરનો તરખાટ! કોહલીનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

  આમીર સાથે પણ થઈ હતી બાબ

  આમિર સાથે પોતાના વાકયુધ્ધને લઈને હરભજન છેલ્લા કેટલાક દિવસથી લાઈમલાઈટમાં છે. 24 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ભારતની હાર બાદથી આ સિલસિલો શરૂ થયો અને ત્યારથી બે પૂર્વ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યાં છે.

  કાલે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ 

  ચાલું વર્ષે રમાઈ રહેલ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પોતાના સારા પ્રદર્શનથી જીત તરફ અગ્રેસર છે. ભારતને 10 વિકેટથી હરાવ્યા બાદ, ન્યૂઝીલેન્ડને પણ 5 વિકેટે માત આપી અને હવે અફધાનીસ્તાન સામે પણ જીત મેળવી છે. આ દરમ્યાન ભારત પણ હવે 31 ઓક્ટોબરે સુપર 12માં ક્વોલિફાય થવા માટે ન્યૂઝીલેન્ડ સામે જીતની તૈયારી કરી રહ્યું છે.
  First published:

  Tags: Cricket News in Gujarati, Harbhajan singh, Ind Vs Pak

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन