Home /News /sport /T20 WORLDCUP: ફાઈનલમાં પાકિસ્તાનની નબળી શરૂઆત, સસ્તામાં ગુમાવી બે વિકેટ

T20 WORLDCUP: ફાઈનલમાં પાકિસ્તાનની નબળી શરૂઆત, સસ્તામાં ગુમાવી બે વિકેટ

આજે ટી-20 વર્લ્ડકપ સેમિફાઇનલ

PAK vs ENG: આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.

    આજે ટી-20 વર્લ્ડકપનો છેલ્લો દિવસ અને છેલ્લી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની આ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે અહીં ચેઝ કરવો સરળ હોવાથી ઇંગ્લેન્ડે ભારત સામે પણ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    પાકિસ્તાન તરફથી ઇન્ફોર્મ ઓપનર રિઝવાન અને સાથે કેપ્ટન બાબર આઝમ મેદાનમાં ઉતર્યા હતા અને મોટો સ્કોર કરવાના ઇરાદે શરૂઆતથી જ સ્કોરબોર્ડને ફરતું રાખ્યુ હતું.

    સંયોગ

    યોગાનુયોગ, 1992 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ આ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. ઘણી રીતે તેની સરખામણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ વખતે કોણ જીતે છે તે જોવાનું રહેશે. આ મેચ પર વરસાદનો પણ ડર છે, પરંતુ જો મેચ ન થઈ શકે તો રિઝર્વ ડે હોવાથી ચાહકોને થોડી રાહત છે. જો બંને દિવસે વરસાદ પડે તો પછી દેશોને વિજેતા જાહેર કરવામાં આવશે એવા નિયમો રાખવામા આવ્યા છે.

    ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ

    ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. મેલબોર્નમાં રવિવારે વરસાદની 95 ટકા શક્યતા છે જેમાં 25 મિલી મીટર સુધી વરસાદ પડી શકે છે. સારી વાત આ છે કે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ દુર્ભાગ્યથી રિઝર્વ ડેમાં પણ વરસાદની સંભાવના 95 ટકા છે અને પાંચથી 10 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. એવામાં જો વરસાદને કારણે રિઝર્વ ડેમાં પણ પરિણામ આવી શકતુ નથી તો ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

    મહત્વપૂર્ણ છે કે આઇસીસીના નિયમ અનુસાર ટી-20 વર્લ્ડકપની પ્લે ઓફ મેચમાં ડકવર્થ લુઇસ નિયમથી પરિણામ કાઢવા માટે 10-10 ઓવર રમવુ થવુ જરૂરી છે. જો વરસાદને કારણે રવિવાર 10-10 ઓવરની રમત પણ પુરી થઇ ના શકી તો જ્યાથી મેચ રોકાઇ હતી ત્યાથી રિઝર્વ ડેમાં શરૂ થશે. એક વખત ટોસ થઇ ગયો તો મેચ લાઇવ માનવામાં આવશે. જો રિઝર્વ ડેમાં મેચ જાય છે તો આ ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે સ્ટાર્ટ થઇ જશે.

    આ પણ વાંચો: તલાકની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની સૌથી મોટી જાહેરાત

    વરસાદથી ધોવાઇ ચાર મેચ

    વર્તમાન ટી-20 વર્લ્ડકપમાં વરસાદને કારણે ચાર મેચ ધોવાઇ ગઇ છે. 28 ઓક્ટોબરે આયરલેન્ડ-અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા-ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદને કારણે પરિણામ વગરની રહી હતી. આટલુ જ નહી ડકવર્થ લુઇસ સિસ્ટમ હેઠળ આયરલેન્ડે એક મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. જો તે મેચમાં વરસાદ ના પડતો તો ઇંગ્લેન્ડ મુકાબલો જીતી ગયુ હોત.



    ટી-20 વર્લ્ડકપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડે 1-1 મેચ રમી છે જ્યા બન્નેએ હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ ભારત સામે 4 વિકેટે હારી ગઇ હતી જ્યારે ઇંગ્લેન્ડને આયરલેન્ડે 5 રને હરાવ્યુ હતુ. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને વિશ્વનું બીજુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ ગણવામાં આવે છે અને આ મેદાનમાં દર્શકોની ક્ષમતા એક લાખ છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन