ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટી-20 વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2021)ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. 14 વર્ષના ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પાગલ બની ગયા હતા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ડ્રેસિંગરૂમમાં બીયર અને શેમ્પેઇનની છોળો ઉડાડી અને પાર્ટી કરી હતી.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ન્યુઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ઓપનરોની આતશબાજી
ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શે (Mitchell Marsh) 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી અને અણનમ રહ્યો હતો. તો સામે છેડે ડેવિડ વોર્નરે (David Warner) 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયન ટીમના તેના બિંદાસ્ત અભિગમ માટે જાણીતી છે ત્યારે ઓસ્ટ્રેલિય ખેલાડીઓએ બીયર અને શેમ્પેઇનની છોળો ઉડાડી અને ઘૂંટડા મારતા મારતા પાર્ટી કરી હતી. ક્રિકેટરો માટે ફિટનેસ મહત્ત્વની હોય છે પરંતુ આવા મોકો આવે ત્યારે તેઓ બધું ભૂલીને ઉજવણી કરે છે.
મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મન મૂકીને ઉજવણી કરી હતી. ICCએ આ ઉજવણીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ શૂઝમાં બીયર પીતાં જોવા મળી રહ્યા છે.
વેડે તેના શૂઝ કાઢ્યા અને તેમાં બીયર રેડીને પીધું. જે બાદ સ્ટોઇનિસે તે જ જૂતું તેના હાથમાંથી લીધું અને તેમાં બીયર રેડીને પીધી હતી. આ વિડીયોને માત્ર 20 મિનિટમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર