Home /News /sport /

T20 World Cup Prize Money: વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાને 12 કરોડ મળ્યા, ન્યૂઝીલેન્ડ પણ માલામાલ, જાણો ભારતને કેટલી મળી પ્રાઇઝ મની

T20 World Cup Prize Money: વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાને 12 કરોડ મળ્યા, ન્યૂઝીલેન્ડ પણ માલામાલ, જાણો ભારતને કેટલી મળી પ્રાઇઝ મની

વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાને 12 કરોડનું ઈનામ ન્યૂઝીલેન્ડ પણ થયું માલામાલ

T20 World Cup Prize Money: દુનિયાને નવો T-20 ચેમ્પિયન મળી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડકપના લોન્ચિંગના 14 વર્ષે ખિતાબ જીત્યો છે. જાણો કેટલા રૂપિયા મળ્યા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને ભારતને

    T20 World Cup Prize Money: ગઈકાલે દુબઈમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયા- ન્યૂઝીલેન્ડની વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ છે ( AUS vs NZ T20 World Cup Final) ટી-20 વર્લ્ડકપના લોન્ચિંગ બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયાએ આ ખિતાબ જીત્યો છે. 14 વર્ષે વિશ્વવિજેતા થયેલા ઓસ્ટ્રેલિયા પર જીત બાદ ઈનામનો વરસાદ થયો છે. તો સાથે ન્યૂઝીલેન્ડ પણ માલામાલ થયું છે. જોકે, ભારતને કેટલા રૂપિયા મળ્યા તે પણ જાણવા જેવું છે. વિશ્વવિજેતા ઓસ્ટ્રેલિયાને રૂપિયા 12 કરોડનું ઈનામ મળ્યું છે.

    ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ માલામાલ  :  આસ્ટ્રેલિયાને આ વર્લ્ડકપમાં વિજેતા તરીકે 1.6 મિલિયન યૂએસ ડૉલરની પ્રાઇઝ મની મળી હતી. એટલે કે 12 કરોડ રૂપિયા કિંમત થાય છે. જ્યારે ન્યૂઝીલેન્ડમને રનરઅપ તરીકે 8 લાખ યુએસ ડોલર એટલે કે 6 કરોડ રૂપિયા પ્રાઇઝ મની મળી હતી. આ ઉપરાંત પાકિસ્તાન અને ઇન્ગલેન્ડને 3-3 કરોડ રૂપિયા મળ્યા હતા.

    ભારતને મળ્યા 52 લાખ

    ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નહી અને સુપર-12ના રાઉન્ડથી બાદબાકી થઈ ગઈ હતી. ભારતનું સ્વપ્ન તો રોળાયું પરંતુ ભારતને 52 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. આ જ ઈનામ સુપર 12માં અન્ય સ્પર્ધકોને મળ્યું છે.

    આ પણ વાંચો : T20 World Cup વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે શૂઝમાં બિયર રેડીને પીધી, જુઓ Video

    ઉજવણીમાં પાગલ બન્યા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ

    મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મન મૂકીને ઉજવણી કરી હતી. ICCએ આ ઉજવણીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ શૂઝમાં બીયર પીતાં જોવા મળી રહ્યા છે. વેડે તેના શૂઝ કાઢ્યા અને તેમાં બીયર રેડીને પીધું. જે બાદ સ્ટોઇનિસે તે જ જૂતું તેના હાથમાંથી લીધું અને તેમાં બીયર રેડીને પીધી હતી. આ વિડીયોને માત્ર 20 મિનિટમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

    ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું

    દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ન્યુઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી

    ડેવિડ વોર્નર મેન ઓફ ધી મેચ

    આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ ખિતાર ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને મળ્યો હતો. વોર્નરે ફાઇનલ અને સેમિફાઇનલમા ંઆક્રમક ઈનિંગ રમી દેશને ચેમ્પિયન બનાવ્યો હતો. જોકે, તેના કરતા રન બાબર આઝમના વધારે હતા પરંતુ ફાઇનલ સુધી લઈ જવા અને ફાઇનલને જીતાડવાના કારણે તેને મેન ઓફ ધી સિરીઝનો ખિતાર અપાયો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Aus Vs Nz, Cricket News in Gujarati, T20 WorldCup

    આગામી સમાચાર