T20 world cup Final AUS vs NZ : ટી-20 વર્લ્ડકપની દાવેદાર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે છે આ 7 સમાનતાઓ, જાણીને ચોંકી જશો

ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં આ બંને દિગ્ગજ ટીમો ટકરાશે.

T20 world cup Final AUS vs NZ : ફાઇનલમાં પહોંચનાર બંને ટીમો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને વચ્ચે અમુક સમાનતાઓ (Similarity between Australia & New Zealand) છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

  • Share this:
    પાકિસ્તાનને કરારી હાર આપ્યા બાદ ઓસ્ટ્રેલિયા(Australia)એ ટી20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)ના ફાઇનલ(Finals)માં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUSvsNZ) મેદાનમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ટી20 વર્લ્ડ કપ યુએઇ અને ઓમાન એટલે કે એશિયામાં રમાઇ રહ્યો છે. આમ તો એશિયામાં જ એશિયન ટીમોને હરાવવી મુશ્કેલ સાબિત થઇ શકે છે. પણ આ વખતે ઘણી એશિયન ટીમોનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. ફાઇનલમાં પહોંચનાર બંને ટીમો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને વચ્ચે અમુક સમાનતાઓ (Similarity between Australia & New Zealand) છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

    આ સાત સમાનતાઓ છે : ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો ટી20 વર્લ્ડ કપમાં સુપર-12ના પોતપોતાના ગૃપમાં બીજા નંબરે રહી હતી. એટલું જ નહીં ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા જ આ બંને ટીમોને વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી

    સેમિફાઇનલ

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને દેશની ટીમોએ સેમીફાઇનલના મેચ 5-5 વિકેટથી જીત્યા છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને સેમિફાઇનલમાં 9-9 વિકેટ પડી હતી, એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેના બોલર્સે સેમીફાઇનલમાં એક સરખી 4-4 વિકેટ ઝડપી હતી

    એ ગ્રુપ કનેક્શન

    સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેએ ગૃપની નંબર 1 ટીમોને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યુ, જ્યારે ન્યૂઝીલેન્ડે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

    આ પણ વાંચો :  Sachin Tendulkar: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું, 'સરસ ગુજરાતી જમ્યા પછી અમારા જીન્સના બટન નબળા પડી ગયા'

    રન ચેઝ

    આ બંને ટીમોએ સેમીફાઇનલમાં 160થી વધુના લક્ષ્યની પીછો કરીને મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના 176 રનના સ્કોરને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લીધો, જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડે આપેલી 167 રનના લક્ષ્યને પ્રાપ્ત કર્યુ

    જીતમાં સમાનતા

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેએ સેમીફાઇનલ મેચ 19મી ઓવરમાં જ જીતી લીધા હતા. બંનેની જીતમાં વિકેટકિપર બેટ્સમેને મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડના વિકેટકિપર બેટ્સમેને 46 અને ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન મેથ્યૂ વેડે 41 રન બનાવ્યા

    છેલ્લી ચાર ઓવરની રમત

    બંને ટીમોએ છેલ્લી 4 ઓવરમાં 50 રનથી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 4 ઓવરમાં 62 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે છેલ્લી 4 ઓવરમાં 60 રન બનાવ્યા.

    આ પણ વાંચો : Hasan Ali : હસન અલીની એક ભૂલના કારણે પાકિસ્તાન T20 WC ફાઈનલમાં ન પહોંચી શક્યું - Video

    એક જ કમી છે ન્યૂઝીલેન્ડની 

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આજ સુધી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. એટલે કે બંને ટીમો તેના પહેલા ટી20 વર્લ્ડ કપ માટે મેદાને ટકરાશે. ન્યૂઝીલેન્ડે હાલમાં જ ટેસ્ટ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. ઓસ્ટ્રેલિયા 5 વખત વનડે વર્લ્ડ કપ જીતી ચૂક્યુ છે.
    First published: