Home /News /sport /T20 World Cup Final: કેન વિલિયમસનનો Video, રિષભ પંતની જેમ એક હાથે માર્યો છગ્ગો
T20 World Cup Final: કેન વિલિયમસનનો Video, રિષભ પંતની જેમ એક હાથે માર્યો છગ્ગો
વિલિયમસને એક હાથે છગ્ગો માર્યો તો ફેન્સે કહ્યું આ તો પંતની સ્ટાઇલ
T20 world Cup Final Aus vs Nz : વિલિયમસને જે પ્રકારની ઈનિંગ્સ રમી હતા, તેને જોનારા લોકો સાથે કેટલાય દિગ્ગજો પણ તેમના ફેન થઈ ગયા હતા. વિલિયમસને પોતોની શાનદાર ઈનિંગ્સથી ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓનો પરસેવો છોડાવી દીધો હતો.
T20 World Cup Final: ટી-20 વર્લ્ડ કપ 2021 ફાઈનલ (T20 World Cup 2021 Final) મુકાબલો ગઈકાલે દુબઈમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand vs Australia T20) વચ્ચે રમાયો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસને (Kane Williamnson) એક શાનદાર ઇનિંગ રમી ટીમને એક મોટો સ્કોર બનાવવામાં ફાળો આપ્યો હતો. ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC Men's T20 World Cup 2021) માં કેન વિલિયમસને પોતાના અર્ધ શતકની પૂર્ણાહૂતી એક હાથે સિક્સર ફટકારીને કરી હતી.
વિલિયમસને જે પ્રકારની ઈનિંગ્સ રમી હતા, તેને જોનારા લોકો સાથે કેટલાય દિગ્ગજો પણ તેમના ફેન થઈ ગયા હતા. વિલિયમસને પોતોની શાનદાર ઈનિંગ્સથી ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓનો પરસેવો છોડાવી દીધો હતો.
48 બોલમાં 85 રનની કેપ્ટન ઈનિંગ
વિલિયમસને 48 બોલમાં 85 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેમણે 3 સિક્સર અને 10 બાઉન્ડ્રી પણ ફટકારી હતી. આ દરમ્યાન તેમના દ્વારા ફટકારવામાં આવેલા વન હેન્ડેડ સિક્સરે (one-handed six) લોકોને ઋષભ પંતની યાદ અપાવી દીધી હતી.
રિષભ પંતની જેમ એક હાથે સિક્સ
વિલિયમસન મેક્સવેલ સામે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો, પરંતુ શોટ મારતા સમયે તેનો એક હાથ છુટી ગયો. છતાં આ વન હેન્ડેડ શોટ ડીપ મીડ વિકેટ બાઉન્ડ્રી પર લાંબે સુધી ગયો અને એક શાનદાર સિક્સરમાં પરિવર્તિત થયો. આ પછીના બોલ પર એક શાનદાર શોટ સાથે વિલિયમસન મેન્સ ટી 20 વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી ઝડપી 50 રન બનાવનાર ખેલાડી બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, વિલિયમસન દ્વારા ફટકારવામાં આવેલા વન હેન્ડેડ સિક્સરને લોકો ઋષભ પંતના એક હાથે ફટકારેલા શોટ સાથે સરખાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પર પણ તેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. લોકો તરફથી વિલિયમસનના આ શોટને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ શોટ અંગે એક યુઝરે ટ્વિટ કરતાં લખ્યું છે કે, કેન વિલિયમસનનો વન હેન્ડેડ સિક્સ. રિષભ પંતને ખૂબ ગર્વ થશે. (One-handed six from Kane Williamson. Rishabh Pant will be proud)
અન્ય એક યુઝરે ટ્વિટ કરી છે કે, એવું લાગી રહ્યું છે કે વન હેન્ડેડ સ્કિસ મારવા માટે કેન વિલિયમસને ઋષભ પંત પાસેથી ટ્રેઈનિંગ લીધી છે. (Seems like Williamson took lessons from Rishabh on how to hit one-handed six against Australia)
જણાવી દઈએ કે અબુધાબીમાં અફધાનિસ્તાન સામે રમાયેલ મુકાબલામાં ભારતીય બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) આ રીતે વન હેન્ડેડ સિક્સ મારીને લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. ભારતે અફધાનિસ્તાન સામેનો આ મુકાબલો પોતાના નામે કર્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર