T20 world Cup final Aus vs Nz: ઓસ્ટ્રેલિયા અત્યારસુધીમાં ન્યૂઝીલેન્ડને 9 મેચ હરાવી ચુક્યું છે, રેકોર્ડ મુજબ જીતની સંભાવના વધુ

ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં આ બંને દિગ્ગજ ટીમો ટકરાશે.

T20 world Cup final Aus vs Nz: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જ્યારે આજે ફાઇનલ ખેલાવા જઈ રહી છે ત્યારે જાણવું રસ પ્રદ રહેશે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ શું છે

  • Share this:
    T20 world Cup final Aus vs Nz: ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટી-20 વર્લ્ડકપની ફાઇનલનો (Australia Vs New Zealand) જંગ ખેલાશે. સાંજે 7.30 વાગ્યાથી ભારતીય સમય મુજબ સ્ટારસ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ (aus vs nz Live Streaming) જોવા મળશે. આ મેચ પહેલાં સૌની નજર પ્લેઇંગ 11 પર રહેશે. બંને ટીમોએ સેમિફાઇનલમાં (T20 world cup Semifinal) બહાદુરીથી જીત મેળવી અને કાયદેસર પોતાની જાતને જીતના હકદાર સાબિત કર્યા છે. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને તો ન્યૂઝીલેન્ડ ઇન્ગલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે. જોકે, રેકોર્ડ જોવા જઈએ તો આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થાય તેવું દેખીતી રીતે લાગી શકે છે. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા વધુ જીત (Aus vs Nz Head to Head Records) મેળવી ચુક્યું છે.

    રેકોર્ડ : ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અત્યારસુધીમાં 14 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે.આ મેચમાંથી 14 પૈકીની 9 મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું છે જ્યારે 5 ન્યૂઝીલેન્ડ જીત્યું છે. આ બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 ટી-20 મેચમાંથી ઓસ્ટ્રેલિયા 2 જીત્યુ છે જ્યારે ન્યૂઝીલેન્ડ 3 જીત્યું છે. જ્યારે વર્લ્ડકપમાં રમાયેલી એક મેચ પૈકીની ન્યૂઝીલેન્ડ એક મેચ જીત્યું છે.

    પહેલી બેટિંગ કરે તો બંને સરખા

    પહેલી બેટિંગના રેકોર્ડ ચકાસતા જાણવા મળે છે કે ઓસ્ટ્રેલિયા પહેલી બેટિંગ કરતા 5 અને ન્યૂઝીલેન્ડ 4 મેચ જીત્યુ છે પરંતુ જો બેટિંગ કરવાનો બીજો વારો આવે તો ઓસ્ટ્રેલિયા 4 અને ન્યૂઝીલેન્ડ 1 જ મેચ જીતી શક્યું છે.

    બંને ટીમનું વર્લ્ડકપમાં પ્રદર્શન

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો ટી20 વર્લ્ડ કપમાં સુપર-12ના પોતપોતાના ગૃપમાં બીજા નંબરે રહી હતી. એટલું જ નહીં ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા જ આ બંને ટીમોને વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી


     સેમિફાઇનલ

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને દેશની ટીમોએ સેમીફાઇનલના મેચ 5-5 વિકેટથી જીત્યા છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બંને સેમિફાઇનલમાં 9-9 વિકેટ પડી હતી, એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેના બોલર્સે સેમીફાઇનલમાં એક સરખી 4-4 વિકેટ ઝડપી હતી



    રન ચેઝ

    આ બંને ટીમોએ સેમીફાઇનલમાં 160થી વધુના લક્ષ્યની પીછો કરીને મેચ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનના 176 રનના સ્કોરને ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી લીધો, જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડે આપેલી 167 રનના લક્ષ્યને પ્રાપ્ત કર્યુ




    જીતમાં સમાનતા

    ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેએ સેમીફાઇનલ મેચ 19મી ઓવરમાં જ જીતી લીધા હતા. બંનેની જીતમાં વિકેટકિપર બેટ્સમેને મહત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડના વિકેટકિપર બેટ્સમેને 46 અને ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર બેટ્સમેન મેથ્યૂ વેડે 41 રન બનાવ્યા

    Published by:Jay Mishra
    First published: