ENG VS NZ : ન્યૂઝીલેન્ડે ઈન્ગલેન્ડને સેમિફાઇનલમાં હરાવ્યું, T-20 Wolrdcupની ફાઇલમાં પ્રવેશ

આજે અબુધાબીમાં ઈન્ગલેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી સેમિફાઇનલ

t20 world cup ENG VS NZ : ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)નો માહોલ જામ્યો છે. સેમિફાઇનલ (Semi-Final)માં ઈન્ગલેન્ડને કચડીને કિવીનો ફાઇનલમાં પ્રવેશ

  • Share this:
    ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)નો માહોલ જામ્યો છે. સેમિફાઇનલ (Semi-Final) મેચ માટે ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ટી20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ ટકરાશે. આ મેચ 10 નવેમ્બરના રોજ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈન્ગલેન્ડે 166 રનનો સ્કોર કર્યો હતો. જેનો પીછો કરતા કરતા ન્યૂઝીલેન્ડને ખૂબ ભીસ પડી ગઈ હતી. ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં જલદી બે વિકેટ ગુમાવી દીધી હતી છતાં તેમણે અંત સુધી રમત શરૂ રાખી હતી. અંતે જીત મેળવી હતી.

    ઈંગ્લેન્ડે તેની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું હતુ. ત્યાર બાદ તેણે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતુ. બાદમાં ઓસ્ટ્રેલિયાને 8 અને શ્રીલંકાને 26 રનથી હરાવ્યું હતુ. જોકે, છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડની ટીમનો સાઉથ આફ્રિકા સામે 10 રને પરાજય થયો હતો. સતત જીતના કારણે ઇંગ્લેન્ડ ગ્રુપ-1માં 8 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. આમ તો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના પોઇન્ટ સમાન છે, પણ ઇંગ્લેન્ડનો રન રેટ વધુ છે.

    આ પણ વાંચો : ind vs nz: રોહિત શર્મા ટી-20નો નવો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામેની ટીમ જાહેર, નવા ચહેરાઓને સ્થાન

    ચાલુ ટી20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનો દેખાવ

    ન્યુઝીલેન્ડ ગ્રુપ-2નો ભાગ હતી. ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ સુપર 12 રાઉન્ડ દરમિયાન 5 મેચ રમી હતી. જેમાંથી 4 ગેમ જીતી હતી અને 1માં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું અને ત્યારબાદની મેચ પાકિસ્તાન સામે 5 વિકેટે હારી ગઈ હતી. જોકે, ત્યારબાદની ત્રણેય મેચ ન્યુઝીલેન્ડ જીતી ગયું હતું. ન્યુઝીલેન્ડે સ્કોટલેન્ડને 16 રન, નામીબિયાને 52 રન અને અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. ગ્રુપ-1માં ટોચના ક્રમે પાકિસ્તાન છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડનો ક્રમ છે.



























    આંકડા મેચ ઇંગ્લેન્ડની જીત ન્યુઝીલેન્ડની જીત
    ઓવરઓલ 20 13 7
    છેલ્લી પાંચ મેચ 5 2 3
    ટી20 વર્લ્ડ કપ 5 3 2



    શેખ ઝાયદ સ્ટેડિયમનો રેકોર્ડ

    અબુ ધાબીના શેખ ઝાયડ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 61 ટી20 માર્ચ રમાઈ ચુકી છે. જેમાં પ્રથમ બેટિંગ લીધી હોય તેવી ટીમ 27 વખત જીતી ચુકી છે. પ્રથમ બોલિંગ લેનાર ટીમ 34 વખત જીતી છે. આ સ્ટેડિયમ પર સરેરાશ 141 રન બને છે. જ્યારે સેકન્ડ ઇનિંગનો સ્કોર સરેરાશ 128 રન હોય છે.

    અત્યાર સુધીમાં આ સ્ટેડિયમ પર બે ટીમ દ્વારા કરાયેલો કુલ શ્રેષ્ઠ સ્કોર 225નો છે. આ મેચ અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ હતી અને બંને ટીમે કુલ 225 રન ફટકાર્યા હતા. બીજી તરફ બે ટીમના કુલ સૌથી ઓછા રન 84 છે. આ મેચ બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી.

    આ સ્ટેડિયમ પર સૌથી વધુ રન ચેઝ થયા હોય તેવું હોંગકોંગ અને અફઘાનિસ્તાનના માર્ચમાં બન્યું હતું. તે સમયે 19.4 ઓવરમાં 166 રન કરવામાં આવ્યા હતા.



    ઇંગ્લેન્ડના ટોપ 5 બેટ્સમેન અને બોલર

    બેટ્સમેન: ઈંગ્લેન્ડના ટોચના 5 બેટ્સમેનમાં પ્રથમ ક્રમે જોસ બટલર છે. જેણે 5 મેચમાં 120ની એવરેજથી 240 રન કર્યા છે. આવી જ રીતે જેસન રોયે 30.75ની એવરેજથી 123 રન, ડેવિડ મલાને 25ની એવરેજથી 75 રન અને ઈઓન મોર્ગને 32ની એવરેજથી 64 રન કર્યા છે.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર, તેનાથી વધુ કમાય છે આ કેપ્ટન

    બોલર: ઇંગ્લેન્ડના બોલર્સમાં આદિલ રશીદ પ્રથમ સ્થાને છે. તેને 5 મેચમાં 8 વિકેટ ઝડપી છે. તેની એવરેજ 13.37ની રહી છે. મોઇન અલીએ 5 મેચમાં 7 વિકેટ ઝડપી છે. ટાયમલ મિલ્સે 4 મેચમાં 7 વિકેટ લીધી છે. તેની એવરેજ 15.42ની રહી છે. આવી જ રીતે ક્રિસ જોર્ડને 16.50ની એવરેજમાં 5 મેચમાં 6 વિકેટ ઝડપી છે અને ક્રિસ વોક્સએ 5 મેચમાં 5 વિકેટ ઝડપી છે. તેની એવરેજ 23.0ની રહી છે.

    ન્યુઝીલેન્ડના ટોપ 5 બેટ્સમેન અને બોલર

    બેટ્સમેન: માર્ટિન ગુપ્ટિલ 5 મેચમાં 35.20ની એવરેજથી 176 રન બનાવી શક્યો છે. ત્યારબાદ કેન વિલિયમસન 5 મેચમાં 25ની એવરેજથી 126 રન બનાવી ચુક્યો ચર. આવી જ રીતે ગ્લેન ફિલિપ્સ 5 મેચમાં 85 અને ડેવોન કોન્વે 5 મેચના 83 રન કરી શક્યો છે.

    બોલર: ટ્રેન્ટ બોલ્ટ 5 મેચમાં 11 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની એવરેજ 10.45ની રહી છે. બીજા ક્રમે ઇશ સોઢી 5 મેચમાં 8 વિકેટ લઈ ચુક્યો છે. તેની એવરેજ 15.25ની રહી છે. ટિમ સાઉથી 5 મેચમાં 7 અને જેમ્સ નીશમ 5 મેચમાં 2 તથા એડમ મિલ્ને 4 મેચમાં 2 વિકેટ લઈ ચુક્યો છે.
    Published by:Jay Mishra
    First published: