T20 World Cup: દુબઈના મેદાનનું 'બેડ લક,' પહેલી બેટિંગ કરનારાની ઘાણી નીકળી! આવો છે મેદાનનો રેકોર્ડ

દુબઈમાં 66 મેચમાંથી 33 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે.

T20 world cup 2021ની મેચમાં દુબઈના મેદાને પહેલી બેટિંગ કરાવનારાઓને રાતે પાણીએ રોવરાવ્યા, જાણો મેદાનનો રેકોર્ડ શું છે

  • Share this:
    T20 World cup IND VS NZ: ટી 20 વર્લ્ડકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ ખેલાયો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ (Dubai International Ground) પર ભારતની પાકિસ્તાન સામેની મેચની જેમ જ પહેલી ચાર વિકેટો (Indian Batting in IND VS NZ) સસ્તામાં પડી ગઈ હતી. ભારતે 40 રનમાં ત્રણ વિકેટો (Live Score of IND VS NZ) ગુમાવી દીધી હતી. પાકિસ્તાન સામે પણ શરૂઆતમાં 3 વિકેટ પડી જતા ભારતીય બેટિંગ લાઇન અપને ખૂબ સમસ્યા થઈ હતી. આજે પણ આ જ સ્થિતિ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆત સારી હોવા છતાં ભારતે 7 ઑવરમાં ત્રણ વિકેટ ગુમાવી દેતા ચિંતામાં વધારો થયો હતો. ભારતની ટીમ આ મેદાન પર સતત બીજી વાર પ્રથમ બેટિંગ કરતા ખરાબ સ્થિતિમાં મૂકાઈ હતી.

    દુબઈનું મેદાન પ્રથમ બેટિંગ કરનારા માટે મુસીબત બન્યું :  ભારતની આજની મેચમાં પણ પાકિસ્તાન સામેની મેચ જેવી જ સ્થિતિ થઈ હતી. કારણ કે દુબઈમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ હારી જાય છે જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમ જીતે છે. દુબઈમાં ખૂબ જ ભેજનું પ્રમાણ હોય છે સાથે જ ઝાકળના કારણે બીજી ઈનિંગમાં બોલ ભીનો થતો રહે છે જેના કારણે સ્વીંગ કે સ્પિન કરાવવામાં મુશ્કેલી થાય છે.

    આ પણ વાંચો : T20 World Cupમાં સૌથી વધુ કેચ કરનાર ટોપ 5 ખેલાડીઓ, એકપણ ભારતીય પ્લેયર નથી શામેલ

    જો પ્રથમ ઈનિંગમાં કોઈ પણ ટીમ મોટો સ્કોર ન કરી શકે તો મેચનું પરિણામ બેટિંગ સેકન્ડ કરતી ટીમના પક્ષમાં જાય છે. આમ ભારતની આ મેચમાં ચિંતા વધી હતી અને અંતે ભારત ફક્ત 110 રનમાં સમેટાઈ ગયું હતું

    દુબઈના ગ્રાઉન્ડનો રેકોર્ડ







































    ટોટલ મેચ : 66




    પહેલી બેટિંગમાં જીત :
    33




    પહેલી બોલિંગમાં જીત :
    32
    એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોર : 144
    એવરેજ સેકેન્ડ ઇનિંગ સ્કોર : 122
    હાઇએસ્ટ ટોટલ :  211/3 SL vs PAK




    લોએસ્ટ ટોટલ :
    71/10 (19 Ov) KEN vs IRE
    હાઇએસ્ટ રન ચેઝ : 183/5 (19.4 Ov) AFG vs UAE
    લોએસ્ટ ડિફેન્ડ : 134/7 (20 Ov) OMAN vs HK



    દુબઈના મેદાન પર સૌથી વધુ રન અને સૌથી ઓછા રન

    દુબઈની પીચ પર ટી-20ના ઈતિહાસમાં સૌથી વધુ રન 211 થયા છે. આ રન શ્રીલંકાએ પાકિસ્તાન સામે કર્યા હતા. આ રેકોર્ડ હજુ સુધી ટી20માં કોઈ પણ ટીમ તોડી શકી નથી.

    આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ અને જગવાલ શ્રીનાથથી લઈ આ ક્રિકેટરો પડ્યા પત્રકારોના પ્રેમમાં, માત્ર એકનું થયું બ્રેકઅપ

    જ્યારે સૌથી ઓછા રન 55 થયા છે જે વેસ્ટઇન્ડિઝે ઇન્ગલેન્ડ સામે કર્યા હતા. જોકે, આ મેદાન પર સૌથી વધુ રન 183 ચેઝ થઈ શક્યા છે જ્યારે સૌથી ઓછો સ્કોર 134 રન ડિફેન્ડ થઈ શક્યો છે. આ પીચનો એવરેજ સ્કોર 150-160 છે.

    વર્લ્ડકપમાં શું થયું

    વર્લ્ડકપમાં અત્યારસુધીમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા ઈન્ગલેન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયા પહેલી બેટિંગમાં 125 રને સમેટાઈ ગયું હતું અને ઈન્ગલેન્ડની જીત થઈ હતી. ત્યારબાદ અફઘાનિસ્તાન પાકિસ્તાનની મેચમાં અફઘાનિસ્તાન 147 રન બનાવ્યા હતા જેમાં પાકિસ્તાનની બીજી બેટિંગ કરતા જીત થઈ હતી. આ પહેલાં શ્રીલંકાએ 154 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાની જીત થઈ હતી. આ પહેલાં વેસ્ટઇન્ડિઝન 143 રન કર્યા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 144 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત પાકિસ્તાનની મેચમાં પણ પાકિસ્તાનની જીત થઈ હતી. આમ અત્યારસુધીની તમામ 6 મેચમાં પહેલાં બેટિંગ કરનારાની હાર થઈ છે.
    Published by:Jay Mishra
    First published: