T20 World Cup: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં 10 ખેલાડીઓના નામ નક્કી, 5 સ્થાન માટે 16 દાવેદાર
T20 World Cup: વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં 10 ખેલાડીઓના નામ નક્કી, 5 સ્થાન માટે 16 દાવેદાર
ટી-20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ શકે છે.
T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ શકે છે. 17 ઓક્ટોમ્બરથી યુએઈ અને ઓમાનમાં થનારી ટૂર્નામેન્ટ માટે લગભગ 10 ખેલાડીઓના નામ નક્કી છે. જ્યારે 5 સ્થાન માટે 16 દાવેદારો છે.
નવી દિલ્લી: T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ શકે છે. બીસીસીઆઈ (BCCI) આ અંગે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે વર્ચુઅલ બેઠક કરશે. 15 સભ્યોની ટીમ સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ પણ નક્કી કરવામાં આવશે. વર્લ્ડ કપમાં 10 ખેલાડીઓના સ્થાન ટીમમાં નક્કી છે. જ્યારે આગામી 5 જગ્યા માટે 16 ખેલાડીઓ વચ્ચે ટક્કર છે. વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે 17 ઓક્ટોમ્બર થી 14 નવેમ્બર સુધીમાં યુએઈ અને ઓમાનમાં પહોંચવું પડશે. ટીમ ઈન્ડિયાએ 2007 બાદ ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો નથી. કોહલી (Virat Kohli)એ કેપ્ટન તરીકે કોઈ પમ આઈસીસી ટ્રોફી જીતી નથી.
ક્રિકઈન્ફોના સમાચાર અનુસાર, વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ. રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલનું નામ નક્કી માનવમાં આવી રહ્યા છે. એવામાં 15 સભ્યોની ટીમમાં વધુ 5 સ્થાન માટે ખમાસાણ થઈ શકે છે. આ સાથે 3 રિઝર્વ ખેલાડીઓ પણ ટીમ સાથે યુએઈ જશે.
હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપરાંત ટીમમાં 5 સ્પેશિયલ બેટ્સમેન છે. આવી સ્થિતિમાં વધારાના બેટ્સમેનને ટીમમાં સ્થાન મળશે કે, કેમ તે જોવાનું રહેશે. શિખર ધવન, ઇશાન કિશન, શ્રેયસ ઐયર, સંજુ સેમસન અને પૃથ્વી શો આ રેસમાં છે. આ સિવાય 2 વધુ ઝડપી બોલરોને પણ ટીમમાં સ્થાન આપવાનું છે. આ માટે શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ટી નટરાજન, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી રેસમાં છે.
અક્ષર પટેલ, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદર ટીમમાં સ્પિન ઓલરાઉન્ડરની રેસમાં છે. જોકે સુંદર ઘાયલ છે. આવી સ્થિતિમાં તેને અનામત ખેલાડી તરીકે સમાવી શકાય છે. બીજી બાજુ, આર અશ્વિન, રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તી અન્ય સ્પેશિયાલિસ્ટ સ્પિન બોલરો તરીકે રેસમાં છે. પરંતુ અશ્વિન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ટી 20 રમી રહ્યો નથી. આવી સ્થિતિમાં રાહુલ ચાહરનો હાથ ઉપર છે. પરંતુ અશ્વિન પાસે ઘણો અનુભવ છે. વરુણની ફિટનેસને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર