ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન દુબઈ અને ઓમાનમાં (Dubai- Oman) રમાનાર ટી-20 વર્લ્ડકપ (T-20 World Cup)નો જોશ લોકોમાં ખૂબ વધુ જોવા મળા રહ્યો છે. એકતરફ જ્યાં ટી 20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ચુકી છે. એકબાદ એક ટીમ તરફથી પોતાના પ્લેયર્સની લિસ્ટ પણ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે કઈ ટીમમાં કયા પ્લેયર્સને ફાઈનલ કરવામાં આવ્યા છે. તે જાણવાની પણ લોકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. દરેક ટીમ પોતાના દિગ્ગજ ખેલાડીઓને મેદાને ઉતારી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયત્ન કરી રહી છે. દુબઈના ગ્રાઉન્ડ્સ પર રમાતા મેચ પણ લોકોને ખૂબ એક્સાઈટ કરી રહ્યા છેભારત પછી બાંગ્લાદેશે ટી 20 (Bangladesh Squad for World cup T20) વર્લ્ડકપ માટે પોતાની ટીમ અંગે જાહેરાત કરી હતી.
15 પ્લેયર્સવાળી આ ટીમની કમાન મેહમુદુલ્લાહ (Mahmudullah)ના હાથમાં સોંપવામાં આવી છે. જણાવી દઈએ કે બાંગ્લાદેશે હાલમાં જ ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી 20 સીરીઝ પર કબ્જો મેળવ્યો છે. એવામાં હાલ ટીમનું મનોબળ વધુ મજબૂત હોય તેમાં કોઈ બે મત નથી. ઉલ્લેખનીય છે કે ટીમમાં એ તમામ પ્લેયર્સને શામેલ કરવામાં આવ્યા છે, જેમણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પર પ્રથમ વખત જીત હાંસલ કરવામાં ટીમની સહાયતા કરી હતી. પોતાની આ ટીમ સાથે બાંગ્લાદેશ દુબઈના મેદાન પર પોતાનો જલવો દેખાડવાનો પ્રયત્ન કરશે.
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશે પોતાની 15 પ્લેયર્સવાળી ટીમની જાહેરાત કરી છે. મહમદુલ્લાહ (Mahmudullah) ટીમના કેપ્ટન તરીકેનો કાર્યભાર ઉઠાવશે. ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર રુબેલ હુસેનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ વખતે રુબેલને પ્લેયિંગ 11ને બદલે રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરુધ્ધના હોમ ટી 20 ઈન્ટરનેશનલ સીરીઝમાં રુબેલ ટીમમાં શામેલ હતા અને સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તેમ છતા પણ હાલ રુબેલને ટીમમાં શામેલ કરાયા નથી.
જણાવી દઈએ કે 31 વર્ષીય રુબેલ બાંગ્લાદેશની ટીમ તરફથી કુલ 28 ઈન્ટરનેશનલ ટી 20 મેચ રમી ચુક્યા છે. તો બીજી તરફ સોમ્ય સરકારને ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ મેચમાં તેમનું પરફોર્મન્સ સારૂ ન હતું. છતા તમીમના નામ પાછુ ખેંચી લઇ તેને ટીમમાં તક આપવામાં આવી છે.
તમીમે પોતાને કર્યા અલગ
જણાવી દઈએ કે તમીમ ઈકબાલ (Tamim Iqbal)ને બાદ કરતા ટીમમાં રેગ્યુલર ખેલાડીઓને જ શામેલ કરાયા છે. બાંગ્લાદેશના મોટા ખેલાડી ગણાતા તમીમે પોતાને પસંદગી પ્રક્રિયાથી દુર કર્યા હતા. આ અંગેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે તે માર્ચ 2020 પછી એકપણ ટી 20 મેચ નથી રમ્યા. તેણે કહ્યું કે લિટન દાસ, સૌમ્ય સરકાર અને મોહમ્મદ નઈમને આ વખતે ટીમમાં વધુ મોકો મળવો જોઈએ કેમ કે તે નિયમિત રૂપે લાંબા સમયથી રમી રહ્યા છે. તમીમના આ તર્ક પર ટીમ મેનેજમેન્ટે પણ સહમતી વ્યક્ત કરી હતી.
પૂર્વ કેપ્ટન નહીં કરે વિકેટકીપિંગ
બાંગ્લાદેશની ટીમના પૂર્વ કેપ્ટન અને સીનિયર વિકેટકીપર મુશફિકર રહીમ રહીમને ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે શામેલ કરવામાં આવ્યા છે. પૂર્વ કેપ્ટન મુશફિકરે તાજેતરમાં જ વિક્ટકીપિંગની જવાબદારી છોડવાને નિર્ણય કર્યો હતો. હાલ બાંગ્લાદેશની ટીમમાં મુશફિકર રહીમને બદલે લિટન દાસને નવા વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્ય પસંદગીકાર મિન્ઝાહુલ અબેદિન જણાવે છે કે તમીમ તમામ ફોર્મેટમાં બાંગ્લાદેશના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. આ વખતે તેમના સ્થાન પર જે ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે, તેમનામાં વર્લ્ડ કપ રમવાની પ્રતિભા અને ક્ષમતા છે. અને આ ખેલાડીઓ પાસેથી સારી અપેક્ષા રાખીએ છીએ.
ટી 20 વર્લ્ડકપ 2021નું આયોજન 17 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમ્યાન ઓમાન અને યૂએઈમાં કરવામાં આવ્યું છે. આઠ ટીમો પહેલા રાઉન્ડમાં ભાગ લેશે જેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ શામેલ છે. અન્ય 6 ટીમોએ ક્વોલિફાયરના માધ્યમથી પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. બાંગ્લાદાશ માટે આજની મેચ આસાન નહી રહે. સુપર 12માં જગ્યા બનાવવા માટ ટીમે શાનદાર પરફોર્મેન્સ આપવું પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર