T20 World Cup 2021: બેટિંગમાં બાબરનો તરખાટ! કોહલીનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો

T20 World Cup 2021: બાબર આઝમે તોડ્યો વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ

T20 world cup : બાબર આઝમ (Babar Azam) હાલ મેદાન પર ભારે ધમાલ મચાવી રહ્યો છે. બેટિંગમાં પણ તેના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેની સરખામણઈ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat kohli) સાથે કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેણે વિરાટનો વધુ એક રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો છે.

  • Share this:
    ટી20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)માં આ વર્ષે પાકિસ્તાનની ટીમ (Pakistan Team) ભારે ઉત્સાહ સાથે રમી રહી છે અને સતત જીતના શીખરો સર કરી રહી છે. ટીમના ખેલાડી બાબર આઝમ (Babar Azam) હાલ મેદાન પર ભારે ધમાલ મચાવી રહ્યો છે. બેટિંગમાં પણ તેના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે તેની સરખામણઈ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat kohli) સાથે કરવામાં આવી રહી છે. આ દરમિયાન તેણે વિરાટનો વધુ એક રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો છે. બાબર હવે ટી20માં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર કેપ્ટન બન્યો છે. આપને જણાવી દઇએ કે શુક્રવારે પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક લગાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધું હતું.

    આઝમે 26 ઇનિંગ્સમાં પૂરા કર્યા 1000 રન

    પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહેલા બાબર આઝમે માત્ર 26 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ આટલા રન સુધી પહોંચવા માટે 30 ઇનિંગ્સ લીધી હતી. આમ તો કેપ્ટનશીપ કરતા વિરાટે ટી20માં અત્યાર સુધીમાં 1559 રન બનાવ્યા છે. જ્યારે બાબર આઝમના નામે કુલ 1042 રન છે.

    આ ખેલાડીના નામે છે સૌથી વધુ રન

    રેકોર્ડના આંકડાઓ પર નજર કરીએ તો ટી20માં ટીમની કેપ્ટનશીપ સંભાળતા સૌથી વધુ રન ઓસ્ટ્રેલિયાના એરન ફિંચના નામે છે. તેમણે અત્યાર સુધીમાં 1626 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં 1559 રનની સાથે વિરાટ બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સ છે.

    આ પણ વાંચો : T20 World Cup: અફઘાનિસ્તાન હાર્યું પણ રાશીદ ખાને તોડ્યો મલિંગા અને શાકીબનો આ રેકોર્ડ

    તેમણે અત્યાર સુધીમાં 1048 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલીના એવરેજ સૌથી સારા 48.71 રન છે. ત્યાર બાદ બાબર આઝમ કેપ્ટનશીપ સંભાળતા 45.30ની એવરેજ થી રન બનાવી રહ્યા છે. તો બાકી કેપ્ટનોની એવરેજ 30થી પણ ઓછી છે.

    3 વર્ષમાં બાબરનો દબદબો

    નિઃસંકોચ બાબર આઝમ ટી20 ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. તેમણે છેલ્લા 3 વર્ષોમાં સૌથી વધુ 1427 રન બનાવ્યા છે. જ્યારે વિરાટે આ દરમિયાન 1114 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બાબરે 41 મેચ રમ્યો છે, જ્યારે વિરાટે આ દરમિયાન માત્ર 29 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. સ્વાભાવિક રૂપે વિરાટની એવરેજ 61.88ની છે. જ્યારે બાબરની એવરેજ માત્ર 43.24ની છે.

    આ પણ વાંચો : T20 World Cup: 6,0,6,0,6,6 ધોનીની જેમ પાકિસ્તાનના આ બૉલરે એક ઓવરમાં 4 સિક્સર મારી ટીમ જીતાડી, જુઓ Video

    ટી20ના બીજા રેકોર્ડ પર નજર કરીએ તો વિરાટ કોહલી અહીં પણ આગળ ચાલી રહ્યા છે. વિરાટે સૌથી વધુ 7 વખત ટી-20માં મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ જીત્યો છે. જોકે બાબર આ લીસ્ટમાં 5 એવોર્ડ સાથે બીજા નંબર પર છે.
    Published by:Jay Mishra
    First published: