ટી20 વર્લ્ડકપમાં (T20 Worldcup) સતત પાંચમીવાર સેમિફાઇનલમાં (Semi final) પહોંચીને બાબર આઝમની (Babar Azam) પાકિસ્તાને (icc t20 Ranking) વિરાધી ટીમને ઘૂળ ચટાડી છે. જોકે, ફક્ત પાકિસ્તાનની ટીમ જ નહીં પરંતુ કપ્તાન બાબર પણ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. આ વર્લ્ડકપમાં કરેલા શાનદાર દેખાવના કારણે કપ્તાન બાબર આઝમ (Babar Azam T20I Ranking No.1) બેટિંગમાં આઈસીસી ટી-20 રેન્કિંગમાં નંબર વન બની ગયો છે. બાબરે બધાની બોલતી બંધ કરી દીધી છે. જોકે, આ વર્લ્ડકપમાં શ્રીલંકાના બોલર વાનિન્દુ હસરંગાએ (Wanindu Hasaranga) પણ તરખાટ મચાવ્યો છે. હસરંગા બોલિંગમાં નંબર વન બન્યો છે.
વર્લ્ડકપમાં બાબરે ચાર મેચ રમી હતી. જમણા હાથના આ સ્ફોટક ક્લાસિક ઓપનરે 124.52ની સ્ટ્રાઇક રેટથી 66ની એવેરેજ 198 રન ફટકાર્યા છે. ગયા અઠવાડિયે બાબર રેન્કિંગમાં બીજા નંબરે હતો. બાબરે 14 પોઇન્ટની લીડ લઈને નંબર ડેવિડ મલાનને પછાડી દીધો દીધો છે. મલાન 831 પોઇન્ટ પરથી પટકાઈને 789 પર આવી ગયો છે. જ્યારે જેસન રોય 14માં અને મિલર 6 નંબરથી પટકાયો છે.
કોહલીનો રેન્ક શું છે
આઈસીસી રેન્કિંગમાં બાબર આઝમ 834 પોઇન્ટ સાથે નંબર વન બન્યો છે જ્યારે 798 પોઇન્ટ સાથે ડેવિડ મલાન બીજા નંબર પર છે. જ્યારે 733 પોઇન્ટ સાથે એરોન ફિન્ચ ત્રીજા નંબરે છે જ્યારે પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 731 પોઇન્ટ સાથે ચોથા ક્રમ પર છે. જ્યારે વિરાટ કોહલી 714 અંક સાથે પાંચમા ક્રમે છે.
ભારતીય બેટ્સમેન રોહિત શર્મા આઈસીસી રેન્કિંગ ટી-20માં બેટ્સમેનની યાદીમાં 23માં ક્રમે છે. જસપ્રિત બુમરાહ 10 નંબરની છલાંગ લગાવી અને 24માં સ્થાન પર પહોંચી ગયો છે.
શ્રીલંકાનો બોલર વાનિન્દુ હસરંગા આ રેન્કિંગમાં નંબર વનના સ્થાન પર પહોંચી ગયો છે. હસરંગાએ આ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેણે આ વર્લ્ડકપમાં 14 વિકેટો ઝડપી છે. જેમાં 9 રન આપીને 3 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ છે. હસરંગા 776 પોઇન્ટ સાથે પહેલાં નંબર પર જ્યારે તબરેજ શમી 770 પોઇન્ટ સાથે બીજા નંબર પર અને આદિલ રાશિદ ત્રીજા નંબહ પર છે.
અફઘાનિસ્તાનનો કેપ્ટન નબી નંબર 1 ઓલરાઉન્ડર
આ યાદીમાં અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી નંબર વન પર પહોંચી ગયો છે. નબી 271 પોઇન્ટ સાથે નંબર વન છે જ્યારે બીજા નંબર પર 271 પોઇન્ટ સાથે શાકિબ અલ હસન છે. જ્યારે નામિબિયાનો જેજે સ્મિત 175 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર