T 20 World Cup AUS VS SA : ડીકોકની વિકેટનો Video, સ્ટમ્પ પાછળ દડો ટપાડવા જતા વિચિત્ર રીતે થયો બોલ્ડ

ક્વિન્ટન ડી કોકની આફ્રિકા ઓસ્ટ્રેલિયા મેચની ફાઇલ તસવીર

T20 World cup, AUS VS SA : હેઝલવૂડની બોલિંગમાં સ્ટમ્પની ઉપરથી ટપાડવા જતા ડીકોક એવી રીતે આઉટ થયો કે સૌ જોતાં જ રહી ગયા!

  • Share this:
    T20 વર્લ્ડ કપ સુપર-12ની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (T20 World cup AUS VS SA) વચ્ચે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકા ઉપર છે. વર્તમાન આઈસીસી રેન્કિંગમાં (ICC Ranking of World T20) સાઉથ આફ્રિકા 5 માં ક્રમે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સાતમા સ્થાને છે. વર્તમાન ફોર્મ આફ્રિકા સાથે પણ છે. દક્ષિણ આફ્રિકાએ પણ પોતાની બંને પ્રેક્ટિસ મેચ જીતી છે. આ સાથે જ બીજી પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને ભારતની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા છેલ્લી 10 ટી 20 મેચમાંથી 8 હારી ગયું છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાની ટીમને છેલ્લી 4 ટી-20 સીરીઝમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, મેચની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાના બૉલરના હાથે આફ્રિકાના વિકેટકીપર કમ બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની વિચિત્ર રીતે વિકેટ પડી ગઈ હતી (AUS VS SA Quinton De kock Wicket) આઈસીસીએ આ વિકેટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે AUS VS SA Quinton De kock Wicket Video)

    આ મેચની શરૂઆતમાં જ ઓપનર ક્વિન્ટન જી કોક માત્ર 7 રનના નજીવા સ્કોરમાં આઉટ થઈ ગયો હતો. હેઝલવુડની બૉલિંગમાં ક્વિન્ટ ડી કોક બાઉન્સ બોલને સ્ટમ્પની પાછળ ટપાડવા ગયો પરંતુ દડો કટ લાગીને અને સીધો સ્ટમ્બમાં ઘૂસી ગયો હતો. આ વિચિત્ર વિકેટનો વીડિયો લોકોને ઇન્સ્ટાગ્રામમાં ખૂબ પસંદ પડી રહ્યો છે. આવી રીતે શોટ મારવામાં ક્યારેક ખેલાડીઓ આઉટ થઈ જતા હોય છે.

    ટી 20 વિશ્વ કપ

    કોવિડની પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખતા આ વિશ્વકપ દુબઈમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે, આ પહેલા આ વિશ્વકપ ભારતમાં રમાવાની જાહેરાત કરાઈ હતી. જો કે વર્લ્ડ કપ ખસેડવા છતા BCCI દ્વારા જ વિશ્વકપની યજમાની કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો : T20 World Cup 2021: એક જ બોલે રન આઉથ થતા થતા 3 વાર બચ્યો આ 'ભારતીય' બેટ્સમેન! જુઓ Viral Video

    આ અગાઉ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં યોજવાની વિચારણા પણ કરવામાં આવી હતી પણ BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં વરસાદને કારણે ત્યાં વિશ્વકપ રમી શકાશે નહી.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    ઓસ્ટ્રેલિયાના ડેડલી બોલર્સ

    પેટ કમિંસ અને મિશેલ સ્ટાર્ક ટીમનાં સૌથી ખતરનાક બોલર્સમાં ગણવામાં આવે છે. તેમના દ્વારા 84 વિકેટો ઝડપવામાં આવી છે. આ બંન્ને પ્લેયર્સ કંગારુઓને બોલિંગમાં મજબૂતી આપે છે. તેમની સાથે જોશ હેઝલવુડ સપોર્ટિવ રોલમાં દેખાશે. જેની બોલિંગ પણ શાનદાર ગણવામાં આવે છે.

    આ પણ વાંચો :  Cricket: આ પાંચ ક્રિકેટરોને થઈ ચૂક્યો છે ભૂતનો અનુભવ, બીકના માર્યા બદલી નાખવા પડ્યા'તા રૂમ!

    ટી 20માં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવતો રિચર્ડસન પણ ટીમમાં જગ્યા બનાવે તેમાં નવાઈ નથી. આ સાથે જ એશ્ટન એગર, મિશેલ સ્વીપસન અને એડમ જમ્પા જેવા સ્પિનર્સ વિરોધી ટીમના બેટ્સમેનને રન લેતા અટકાવવા માટે સક્ષમ છે.
    Published by:Jay Mishra
    First published: