David Warner: સચિન તેંડુલકરનો Video, વોર્નેર પાકિસ્તાન સામે આઉટ નહોતો છતાં રિવ્યૂ કેમ ન લીધો? આ હતું કારણ

સચિન તેંડુલકરે વીડિયોના એન્ડમાં વોર્નરની વિકેટ અંગે કર્યો ખુલાસો શા માટે નહીં લીધો હોય રિવ્યૂ

T20 World Cup 2021: વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં (Pakistan vs Australia) માં ડેવિડ વોર્નરને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો હતો.

  • Share this:
    T20 World Cup 2021ની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે (David Warner) 49 રન ફટકારીને ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની આશા જીવંત રાખી હતી. પરંતુ અમ્પાયરે તેને 11મી ઓવરના પહેલા બોલ પર શાદાબ ખાનની (Shadab Khan) ઓવરમાં વિકેટ પાછળ આઉટ આપ્યો હતો. જો કે બોલ બેટને આડ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પાસે 2 રિવ્યુ બાકી હતા, પરંતુ વોર્નરે તેનો ઉપયોગ કર્યો. ડેવિડ વોર્નરને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો અને તે રિવ્યૂ લીધા વગર જ નીકળી ગયો હતો. આ અંગે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.

    હાલમાં સચિન તેંડુલકર પોતાનો એક કાર્યક્રમ ફેસબુક પર ચલાવે છે. તેમાં તેણે કહ્યું કે તેને પણ આ અંગે ખૂબ આશ્ચર્ય થયું કે શા માટે વોર્નેરે રિવ્યૂ ન લીધો. રિપ્લાય જોઈને સૌની જેમ સચિનને પણ આશ્ચર્ય થયું હતું. સચિને પોતાના ફેસબૂક સેશનમાં આ વિકેટ અંગે ચર્ચા કરી હતી કે એવું તે ક્યુ પરિબળ હશે જે આ સ્થિતિમાં વોર્નરને રિવ્યૂ લેતા રોકી ગયું હશે.

    કટ લાગે તો પણ બેટ્સમેનને ખ્યાલ નથી રહેતો

    સચિને કહ્યું, વોર્નરની વિકેટ આશ્ચર્યજનક હતી. બધા લોકોએ અપીલ કરી અને અમ્પાયરે આઉટ આપી દીધો. ક્યારે કટ લાગી જાય અને ખેલાડીન અહેસાસ પણ ન થાય કે કટ લાગી હતી. વળી ક્યારેક કટ ન લાગી હોય છતાં પણ સામેની ટીમનો મજબૂત રિએક્શન જોઈને પણ ખેલાડીને એવું લાગે કે કટ લાગી હશે. મને લાગે છે વોર્નેરને પણ એવું એવું થયું હશે કે કટ લાગી.



    આ પણ વાંચો : Virat Kohli: વિરાટ કોહલીને શાહિદ આફ્રિદીએ વનડે-ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાની સલાહ આપી, કારણ પણ આપ્યું

    રિપ્લેમાં સ્પષ્ટ હતું

    રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ અને બેટ વચ્ચે ઘણું અંતર હતું. કોમેન્ટ્રી કરતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું કે ભલે રિપ્લે દર્શાવે છે કે, બોલ બેટને અડ્યો પણ નથી, પણ બેટ્સમેન જાણે છે કે શું થયું. વોર્નરને ખબર પડશે કે, બોલ બેટમાં વાગ્યો છે. આ કારણોસર તેણે ડીઆરએસનો ઉપયોગ કર્યો ન હતો. રિપ્લે જોયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કંઈ કરી શક્યા નહોતા.

    આ પણ વાંચો : Shoaib Malik: શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ, સાનિયાને લોકોએ આપી આ સલાહ

    ડેવિડન વોર્નેર લડાયકત ઈનિંગ રમી

    ડેવિડ વોર્નરે 30 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 89 રન હતો. આ સમયે મેચ બરાબરી પર હતી. પરંતુ વોર્નર આઉટ થતાની સાથે જ પાકિસ્તાનની ટીમનો દબદબો છવાઈ ગયો. પરંતુ વેડ અને સ્ટોઇનિસે ઓસ્ટ્રેલિયાને રોમાંચક જીત અપાવી હતી.
    Published by:Jay Mishra
    First published: