Matthew Wade: ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર મેથ્યૂ વાડે લડી ચૂક્યો છે કેન્સર સામેની જંગ, 16 વર્ષની ઉંમરે સપડાયો હતો બિમારીમાં
Matthew Wade: ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર મેથ્યૂ વાડે લડી ચૂક્યો છે કેન્સર સામેની જંગ, 16 વર્ષની ઉંમરે સપડાયો હતો બિમારીમાં
મેથ્યૂ વાડેએ પાકિસ્તાન સામે આક્રમક રમત રમી અને ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલમાં પહોંચાડ્યું
t20 World cup AUS Vs Pak Matthew wade : ગઈકાલે પાકિસ્તાન સામેની મેચમાં આક્રમક છગ્ગાવાળી કરનાર મેથ્યૂ વાડેને કેન્સર થયું હતું. આ સંઘર્ષણ જાણીને તેના પ્રત્નયેનું માન બમણું થઈ જશે.
ICC T-20 વર્લ્ડકપ 2021માં સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રિલિયાએ બીજી વાર T-20 વર્લ્ડકપમાં પ્રવેશ કર્યો છે. હવે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રિલિયા વચ્ચે મુકાબલો થશે. 14 નવેમ્બરના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે. સેમિફાઈનલમાં પાકિસ્તાન સામેની મેચમાં મેથ્યૂ વેડે (Matthew wade) ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે, તેઓ કેન્સર જેવી બિમારી સામે પણ જંગ લડી ચુક્યા છે.
ઓસ્ટ્રિલિયાના વિકેટકીપર મેથ્યૂ વેડને 16 વર્ષની ઉંમરે ટેસ્ટિક્યુલર કેન્સર (cancerous tumor) એટલે કે અંડકોષનું કેન્સર થયું હતું. ફૂટબોલની ગેમ દરમિયાન તેમને કમરમાં ઈજા થયા બાદ આ કેન્સર થયું હતું. મેથ્યૂ વેડે ખૂબ જ મુશ્કેલ સમયગાળામાં ખૂબ જ શાનદાર મેચ રમી છે. વેડે પોતાના કરિઅરમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે જીત પણ મેળવી હતી. તેમનો જન્મ તસ્માનિયાના હોબાર્ટમાં થયો હતો અને તેઓ કલર બ્લાઈન્ડ છે. તેઓ કલરને સરખી રીતે ઓળખી શકતા નથી. તેમ છતાં મેથ્યૂ 10 વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે.
વેડે જણાવ્યું કે, ‘ડોકટરે કહ્યું હતું કે જો અંડકોષ (ટેસ્ટીકલ) માં ઈજા ન થઈ હોત તો, ટ્યૂમર વિશે ક્યારેય પણ જાણ ન થઈ હોત. હું લકી છું કે, ઈજા થવાને કારણે આ કેન્સર વિશેની જાણ થઈ ગઈ હતી.’ કેન્સર મેં માટે કીમોથેરાપી લીધી હતી અને તેના કારણે વાળ પણ જતા રહ્યા હતા.
આ અંગે મને બિલકુલ પણ જાણ નહોતી. હું માત્ર એમ વિચારતો હતો કે, મારુ એક ઓપરેશન અને ત્યારબાદ કાળજી રાખવાની રહેશે. ત્યારબાદ મને રિઅલાઈઝ થયું કે, આ બાબત કેટલી ગંભીર છે. હું ખૂબ જ લકી છું કે, મે આ સ્ટેજ પણ પાર કરી લીધું છે.
ભારત સામેની ODI ટ્રાઈ સીરિઝમાં તેમણે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ બિમારીમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે કેવી રીતે ક્રિકેટમાં આગળ વધવાનું કેવી રીતે નક્કી કર્યું તે અંગે જણાવ્યું હતું. વેડે જણાવ્યું કે, તેમણે થોડા વર્ષ સુધી કંઈ જ કર્યું નહોતું અને નાની નાની બાબતોમાંથી આનંદ મેળવતા હતા.
તેમણે પ્લંબિંગ એપ્રેન્ટીસશીપની શરૂઆત કરી અને રમત રમતા હતા. તેઓ તસ્માનિયા માટે VFL અને હોબાર્ટમાં ફર્સ્ટ ગ્રેડ ક્રિકેટ રમ્યા. આ અંગે તેમણે કંઈ ખાસ વિચાર્યું નહોતું.
ટેસ્ટીક્યુલર કેન્સરની સારવાર
તેમણે જણાવ્યું કે, ટેસ્ટીક્યુલર કેન્સરની સારવાર કરાવી તે સમયે મારા પગની કાળજી રાખવી ખૂબ જ જરૂરી હતી. હું રમવાનો પ્રયાસ કરતો હતો. તે સમય દરમિયાન પ્રોફેશનલ સ્પોર્ટ્સ રમવું તે શક્ય નહોતું, આ કારણોસર એપ્રેન્ટીસશીપની શરૂઆત કરી. કીમોથેરાપી ચાલી રહી હતી તે દરમિયાન તાલીમ લેવાનો કોશિશ કરી હતી. જેટલી ક્ષમતા હોવી જોઈએ તે ક્ષમતાથી તાલીમ લેવી ખૂબ જ કઠિન હતી.
તેમણે જણાવ્યું, 2થી 3 મહિના બાદ બેલેરીવ ઓવલ પર અંડર-19 (Under 19) રમતોમાં બેટીંગ કરી હતી. હું રમવાનું ચાલુ જ રાખવા ઈચ્છતો હતો, મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું ઉચ્ચ સ્તર પર રમીશ. મેં વિચાર્યું હતું કે, હું પહેલા ગ્રેડ ક્રિકેટ રમીશ, એપ્રેન્ટીસશીપ કરીશ, ત્યાર બાદ પ્રોફેશનલ સ્તર પર રમીશ.
કેન્સર સામે લડ્યો છતાં હાર ન માની
કેન્સર સામેની જંગ લડવા છતાં મેથ્યૂએ ક્યારેય હાર માની નથી. તેમની માટે તસ્માનિયાની ફર્સ્ટ ક્લાસ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે જગ્યા મેળવવી ખૂબ મુશ્કેલ હતી. તેમણે તસ્માનિયા છોડીને વિક્ટોરિયામાં રમવાનું શરૂ કર્યું. તેઓ ટીમના મહત્વના વિકેટકીપર બની ગયા અને 10 વર્ષ સુધી તેઓ ટીમના હિસ્સો બન્યા. જે બાદ વર્ષ 2016-17માં તેમણે તસ્માનિયામાં વાપસી કરી હતી.
વેડે ઓસ્ટ્રેલિયા માટે વર્ષ 2011માં સાઉથ આફ્રિકાની સામે T-20 ફોર્મેટમાં ઈન્ટનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી વર્ષ 2012 માં મેથ્યૂએ ભારત સામેની વન ડે મેચ રમીને અને તે જ વર્ષે વેસ્ટઈન્ડિઝ સામે મેચ રમીને પોતાનું કરિઅર શરૂ કર્યું હતું. તેમ છતાં વેડ ક્યારેય પણ ટીમમાં પોતાની જગ્યા ફાઈનલ કરી શક્યા નહોતા. કારણ કે ટીમને અન્ય કીપરોનું પ્રદર્શન વધુ ગમ્યું હતું.
વાડેનું કરિયર
વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમવામાં આવેલ એશેઝ સીરિઝમાં વેડે બે સદી ફટકારી હતી, ત્યારબાદથી તેઓ ટીમનો ખાસ ભાગ બની ગયા છે. 33 વર્ષીય મેથ્યૂ વેડે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં 36 ટેસ્ટ, 97 વન ડે અને 54 T-20 મેચ રમી છે, જેમાં તેમણે કુલ 4,200 રન કર્યા છે. વેડે પોતાના કરિઅરમાં અત્યાર સુધીમાં 4 ટેસ્ટ અને 1 વન ડેમાં સદી ફટકારી છે અને 19 અડધી સદી ફટકારી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર