T20 World Cup: ઈન્ગલેન્ડના જાબાઝોએ ઑસ્ટ્રેલિયાના કાંગારૂઓને તાકાથી કચડ્યા! સતત ત્રીજી જીત

T20 World Cup AUS VS ENG બટલરે નોટ આઉટ 71 રન બનાવી અને આ ઈનિંગમાં ઈન્ગલેન્ડને શાનદાર જીત અપાવી હતી.

T20 World Cup 2021: ઈન્ગલેન્ડ-ઑસ્ટ્રેલિયાની મેચમાં ઈન્ગલેન્ડે તાકાતથી જીત મેળવી

  • Share this:
    દુબઈ : T20 World Cup AUS VS ENG : પૂર્વ ચેમ્પિયન ઇન્ગેલન્ડ અને કટ્ટર હરિફ ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે દુબઈમાં ટી-20 વર્લ્ડકપનો રોમાંચક મુકાબલો જામ્યો હતો. વિશ્વમાં બે ટીમોની મેચ રસપ્રદ માનવામાં આવે છે જેમાં એશિયામાં ભારત પાકિસ્તાન અને વેસ્ટમાં ઈન્ગલેન્ડ ઑસ્ટ્રેલિયા. આજની મેચમાં ઈન્ગલેન્ડના જાબાઝોએ ઑસ્ટ્રેલિયાના કાંગારૂઓને તાકાથી કચડ્યા! હતા. આ સાથે જ ઈન્ગલેન્ડની ટુર્નામેન્ટમાં સતત ત્રીજી જીત થઈ છે. પ્રથમ બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયા ફક્ત 125 રનમાં સમેટાઈ ગયું હતું. જેના જવાબમાં જોસ બટલરના નોટઆઉટ 71 રનની મદદથી ઈન્ગલેન્ડ 8 વિકેટેના નુકસાને 11.4 ઑવરમાં જ જીતી ગયું હતું. આમ ઈન્ગલેન્ડે 8 વિકેટ અને 50 બૉલે જીત મેળવી હતી.

    જોસ બટલર અને જેસન રોયે નાનકડા ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડને ખૂબ જ ઝડપી શરૂઆત અપાવી હતી. ટીમે પાવરપ્લેમાં 6 ઓવરમાં વિના વિકેટે 66 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ​​એન્ડમ ઝમ્પાએ રોયને 22 રને આઉટ કર્યો. 66 રનમાં પ્રથમ વિકેટ પડી ગયા બાદ પણ બટલરની ઝડપી રમત ચાલુ રહી હતી. ટીમે માત્ર 10.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા.

    બીજી વિકેટ ઝડપી પડી

    રોય બાદ બેટ્સમેન ડેવિડ મલાન 8 રને ડાબોડી સ્પિનર ​​એશ્ટન અગરની બોલિંગમાં આઉટ થયો હતો. જોસ બટલરે ઈનિંગમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. એટલે કે તેણે બાઉન્ડ્રીથી 50 રન બનાવ્યા. તેણે 32 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો : T20 World cup SA VS SL : શ્રીલંકાના બૉલર ઈતિહાસ રચ્યો, વન-ડે બાદ T-20માં પણ ઝડપી હેટ્રીક

    જોની બેરસ્ટો પણ 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 11 બોલનો સામનો કર્યો અને 2 સિક્સર ફટકારી. એડમ ઝમ્પાએ 11મી ઓવરમાં 20 રન આપ્યા હતા. આ ઓવરમાં 3 સિક્સર હતી. ઇંગ્લેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવીને 50 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો હતો.

    આ પણ વાંચો : T20 World Cup: માતા વેન્ટિલેટર પર લડી રહી હતી જિંદગી-મોતનો જંગ, છતા દીકરાએ મેચ રમી નિભાવી ફરજ


    ફિંચની ઈનિંગના કારમે સવાસોએ પહોંચ્યું હતું ઑસ્ટ્રેલિયા

    આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 51 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એરોન ફિન્ચની 44 રનની ઈનિંગ અને એશ્ટન અગરના 20 રન સાથે છઠ્ઠી વિકેટ માટે 47 રનની ભાગીદારીએ ટીમને 120 રનનો આંકડાની પાર પહોંચાડી હતી. ટીમ માત્ર 7 ચોગ્ગા અને 5 છગ્ગા જ ફટકારી શકી હતી. ક્રિસ જોર્ડને ત્રણ વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સને પણ 2 વિકેટ મળી હતી.
    Published by:Jay Mishra
    First published: