Home /News /sport /T20 World Cup: તાલિબાને અફઘાનિસ્તાનની ટીમમાં કરી નાખ્યો મોટો ફેરફાર, શું આ ટીમ કરી શકશે ચમત્કાર?

T20 World Cup: તાલિબાને અફઘાનિસ્તાનની ટીમમાં કરી નાખ્યો મોટો ફેરફાર, શું આ ટીમ કરી શકશે ચમત્કાર?

NZ vs AFG T20 World Cup Match : આજની મેચમાં અફઘાનિસ્તાનની હાર જીત પર ભારતનો મદાર હતો

T20 World Cup Afghanistan Squad :  અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban in Afghanistan) શાસન આવ્યા બાદ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket team in World cup)નું ભાગ લેવું અનિશ્ચિત હતું. પરંતુ હવે તેઓ ભાગ લઈ શકશે.

વધુ જુઓ ...
T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાના 15 સભ્યોની નવી ટીમ (Afghanistan cricket team)ની જાહેરાત થઈ ગઈ છે. જેમાં મોહમ્મદ નબી કેપ્ટન તરીકે જવાબદારી નિભાવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. આ વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો. પરંતુ કોરોના મહામારીના કારણે UAE અને OMANમાં રમાશે.

ટીમમાં થયા મસમોટા ફેરફાર :  અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban in Afghanistan) શાસન આવ્યા બાદ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Afghanistan Cricket team in World cup)નું ભાગ લેવું અનિશ્ચિત હતું. પરંતુ હવે તેઓ ભાગ લઈ શકશે. જોકે, ટીમમાં થયેલા ફેરફાર ભારે પડી શકે છે. ગયા મહિને બહાર પાડવામાં આવેલી 18 સભ્યોની ટીમમાંથી શરાફુદ્દીન અશરફ અને દાવલત ઝાદરાનની બાદબાકી થઈ ગઈ છે. તેઓને રિઝર્વમાં મુકાયા છે. જ્યારે શપુર ઝદરાન અને કૈસ અહમદને ટીમમાં સ્થાન જ મળ્યું નથી. ટીમમાં મુખ્યત્વે રાશિદ ખાન, મુજીબ યોર રહેમાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ પર સઘળો મદાર રહેશે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની નેશનલ ટીમ ક્યારેય ICC ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી શકી નથી અને ક્યારેય ફાઈનલમાં પણ પ્રવેશી શકી નથી. જોકે, આ વખતે ટિમ સારું પ્રદર્શન કરવાની આશા રાખે છે.

ક્યાં અને કોની સામે રમશે અફઘાનિસ્તાન?

25 ઓક્ટોબર 2021 – અફઘાનિસ્તાન vs બી1 – 19:30 PM – શાહજહાં

29 ઓક્ટોબર 2021 – અફઘાનિસ્તાન v પાકિસ્તાન – 19:30 PM – દુબઇ

31 ઓક્ટોબર 2021 – અફઘાનિસ્તાન v એ2 – 15:30 PM – અબુ ધાબી

3 નવેમ્બર 2021 – અફઘાનિસ્તાન v ભારત – 19:30 – અબુ ધાબી

7 નવેમ્બર 2021 – અફઘાનિસ્તાન v ન્યુઝીલેન્ડ -15:30 – અબુ ધાબી

આ પણ વાંચો :  T20 World cup : વર્લ્ડ કપ માટે New Zealandની ટીમમાં આ ખેલાડીઓ હશે, એકથી એક પાવરધા છે આ પ્લેયર

કેપ્ટન બદલાયા

અફઘાનિસ્તાને અગાઉ રાશિદ ખાનને ટીમના સુકાની બનાવ્યા હતા. પરંતુ ટીમમાં ખેલાડીઓની પસંદગી બાબતે મડાગાંઠ સર્જાતા તેઓ બોર્ડ પ્રત્યે નારાજગી સાથે કેપ્ટન્સીમાંથી બહાર થઈ ગયો હતો. જેથી અનુભવી મોહમ્મદ નબીને ટીમના સુકાની તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે સિનિયર ખેલાડી તરીકે અસગર અફઘાનની આગેવાનીમાં ટીમ આગળ વધશે.

ICC T-20 વર્લ્ડ કપ 2021 માટે અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ ખાન સૌથી મોટું છે. પરંતુ 9 સપ્ટેમ્બરના રોજ તેણે કેપ્ટન પદ છોડ્યું હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, પસંદગી સમિતિ અને ACB (અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ)એ અફઘાનિસ્તાનની ટીમ માટે મારી સલાહ લીધી નથી. જેથી મેં અફઘાનિસ્તાનની T20 ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી છોડવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : T20 World cup: ક્રિકેટ રસીયાઓ જાણી લો! ઈનઝમામ-ઉલ- હક અને શેન વૉર્નની આગાહી, આ ટીમ જીતી શકે છે વર્લ્ડકપ


આવી હોય શકે છે અફઘાનિસ્તાનની ટીમ

મોહમ્મદ નબી (કેપ્ટન), અસગર અફઘાન, ફરીદ અહમદ, ગુલબદીન નૈબ, હામિદ હસન, હાશ્મતુલ્લાહ શાહિદી, હઝરતુલ્લાહ ઝાઝાઈ, કરીમ જનાત, મોહમ્મદ શહઝાદ (વિકેટ કીપર), મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લાહ ઝાદરાન, નવીન-ઉલ-હક, રહેમુલ્લાહ ગુરબાઝ, રાશિદ ખાન અને ઉસ્માન ગની
First published:

Tags: Afghanistan Crisis, Cricket News in Guajarati, T20 world cup

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો