T20 World Cup: હાલ ચાલી રહેલી ટી 20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં શુક્રવારે થયેલ મુકાબલામાં અફધાનિસ્તાનને પાકિસ્તાન (PAK vs AFG T20 World Cup 2021) સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં એક સમયે એવું પણ લાગવા લાગ્યું હતું કે અફધાનિસ્તાન મેચના પાસા પલ્ટી નાંખશે, પણ 19મી ઓવરમાં આસિફ અલી (Asif Ali 4 sixes)ની 4 સિક્સરોએ મેચને સંપૂર્ણ રીતે પાકિસ્તાનની ઝોળીમાં લાવી દીધી અને જીત સાથે પાકિસ્તાને આ ચેમ્પિયનશીપમાં પોતાની હેટ્રિક પણ પૂરી કરી.
મેચ પછી અફધાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi)ને પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટર દ્વારા પાકિસ્તાન સાથે તેમના દેશના રાજનૈતિક સંબંધો વિશે પ્શ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો, તો નબીએ શાંતિ અને પ્રેમથી તે રિપોર્ટરની બોલતી બંધ કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પત્રકારની સવાલ પૂછવાની રીત અને તેના ઈરાદાઓ પર સવાલ કરી રહ્યા છે. તમે પણ જુઓ કે પત્રકારે નબીને શું સવાલ કર્યો અને નબીએ શું જવાબ આપ્યો.
મોહમ્મદ નબીએ કરી પત્રકારની બોલતી બંધ
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારે નબીને પૂછ્યું કે શું તમે જણાવશો કે, અફધાનિસ્તાનની ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે, સારું રમી રહી છે. બન્ને મેચમાં તમારી ટીમનો દેખાવ સારો રહ્યો છે.
ક્યાંક કોઈ ડર તો નથી ને કે તમારી સરકારમાં અત્યારે જે ફેરફાર આવ્યા છે, તેના કારણે તમે જ્યારે પાછા જશો તો તમારી સાથે પૂછપરછ કરવામાં આવશે અથવા અન્ય કોઈ દબાણ છે? આ વખતે પત્રકારનો ઈશારો તાલિબાની સરકાર તરફ હતો.
આ બાદ પત્રકારે આગળ કહ્યું કે મારો બીજો પ્રશ્ન એ છે કે આ જે નવી શરૂઆત થઈ છે, તેમાં પાકિસ્તાન સાથે અફધાનિસ્તાનની સંબંધો સારા છે, તો શું આ સંબંધો સારા થવાથી અફધાનિસ્તાનની ટીમને મજબૂતી મળશે?
પરિસ્થિતીઓ છોડી માત્ર ક્રિકેટને લગતી વાત કરીએ: નબી
આ બે પ્રશ્નો પર નબીએ ટૂંકા જવાબ આપ્યા. તેને કહ્યું કે શું આપણે પરિસ્થિતિને છોડીને ફક્ત ક્રિકેટ વિશે વાત કરી શકીએ. જેનો જવાબ આપતા પત્રકારે કહ્યું કે હું ક્રિકેટ વિશે જ સવાલ પૂછી રહ્યો છું. ત્યારે નબીએ કહ્યું કે અમે તૈયારી અને આત્મવિશ્વાસ સાથે અહીંયા વર્લ્ડ કપ રમવા આવ્યા છીએ. તમારી પાસે ક્રિકેટને લગતા કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો.
નબી દ્વારા વારંવાર ન પાડવા છતાં પણ પત્રકાર તેને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લઈને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરતો રહ્યો. બંને વચ્ચે તણાવ વધતો જોઈ પ્રેસ કોન્ફરન્સની જવાબદારી સંભાળી રહેલ આઇસીસી ઓફિશિયલએ પત્રકારને બીજો પ્રશ્ન પૂછવા માટે કહ્યું તેમ છતાં પત્રકાર ન માન્યો. જેને લઇ નબી પ્રેસ કોન્ફરન્સ છોડી ચાલ્યો ગયો.
પાકિસ્તાન વિરુદ્ધના મેચમાં અફધાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 147 રન બનાવ્યા. જેના જવાબમાં પાકિસ્તાને 5 વિકેટના નુક્શાન પર જ જીતનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. પાકિસ્તાન માટે આસિફ અલીએ 7 બોલમાં 25 રન ફટકાર્યા. જેમાં 4 સિક્સ નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે પાકિસ્તાની ટીમની ટી20 વર્લ્ડ કપમાં આ સળંગ ત્રીજી જીત છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર