Home /News /sport /T20 World Cup 2022: શું ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાશે? જાણો શું કહે છે સમીકરણ

T20 World Cup 2022: શું ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાશે? જાણો શું કહે છે સમીકરણ

ભારત-પાકિસ્તાનની ટક્કર થશે કે નહીં તે અંગે મૂંઝવણ યથાવત

T20 World Cup 2022: જો તમે ક્રિકેટના શોખીન છો અને ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલના સમીકરણમાં મૂંઝવણમાં છો, તો તમારે તેને ઉકેલવા માટે આ તારીખ યાદ રાખવી જોઈએ.

  T20 World Cup 2022: જો તમે ક્રિકેટના શોખીન છો અને ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ અને ફાઈનલના સમીકરણમાં મૂંઝવણમાં છો, તો તમારે તેને ઉકેલવા માટે આ તારીખ યાદ રાખવી જોઈએ.

  તારીખ 6 નવેમ્બર 2022, દિવસ રવિવાર

  T20 વર્લ્ડ કપમાં શાનદાર મેચોનો દિવસ. જે દિવસે નક્કી થશે કે શું ક્રિકેટ ચાહકોને આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે? રવિવારે દક્ષિણ આફ્રિકાનો મુકાબલો એડિલેડ ઓવલમાં નેધરલેન્ડ સામે થશે, ત્યારબાદ તેના થોડા કલાકો બાદ પાકિસ્તાનની ટીમ આ જ મેદાન પર બાંગ્લાદેશ સામે ટકરાશે.

  આ મેદાનથી સેંકડો કિલોમીટર દૂર ભારતની ટીમ મેલબોર્નના MSGમાં ઝિમ્બાબ્વે સામે ટકરાશે.

  પાકિસ્તાને ગુરુવારે સિડનીમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. વરસાદના વિધ્ન પછી આ મેચમાં ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવો પડ્યો જે બાદ બાબર આઝમની ટીમે દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું.

  અસલમાં સુપર 12 અને ખાસ કરીને ગ્રુપ 2ની મેચોમાં રોમાંચ અને થ્રિલ જોવા મળી રહ્યો છે, લગભગ દરેક મેચ પછી નોકઆઉટ સ્ટેજમાં પહોંચવાના સમીકરણો ફેરવાઇ રહ્યા છે.

  નિર્ણાયક મેચો પહેલાં સમીકરણ એટલું જટિલ છે કે ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ટીમો ગમે તે રીતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.

  આ પણ વાંચો : વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કાની લવ નોટ, શેર કર્યા ખાસ ફોટા

  જો ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ-2માંથી સેમીફાઈનલમાં પહોંચે છે તો તેનો મુકાબલો ગ્રુપ-1માં ટોચની બે ક્રમાંકિત ટીમો સાથે થશે. એટલે કે 13 નવેમ્બરે મેલબોર્નમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને પરંપરાગત હરીફ પાકિસ્તાન વચ્ચે થવાની સંભાવના છે.

  આ શક્યતા કેવી રીતે રહે છે, આ માટે પહેલા સમજી લો કે ચાર મેચ રમ્યા બાદ હવે ટીમોની સ્થિતિ શું છે?

  ભારત
  રમાયેલ મેચો - 4, પોઈન્ટ્સ - 6, નેટ રન રેટ: 0.730, બાકી મેચ - ઝિમ્બાબ્વે

  જો કે ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, પરંતુ તેમ છતાં સેમીફાઈનલ એટલે કે નોક આઉટ સ્ટેજમાં પહોંચવાની ગેરંટી મળી શકી નથી. રોહિત અને કંપનીએ સાઉથ આફ્રિકા સામેની મેચ હારીને ઓછામાં ઓછા 6 નવેમ્બર સુધી આ કોયડો મૂંઝવણમાં મૂકી દીધો છે.

  હજુ પણ ત્રણ શક્યતાઓ કાયમ છે

  જો ભારત ઝિમ્બાબ્વેને હરાવશે તો તે કોઈ પણ મુશ્કેલી વિના આઠ પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. જો મેચ વરસાદને કારણે ધોવાઇ જાય છે, તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. ભારત સાત પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચશે.

  જો ભારતને ઝિમ્બાબ્વેના હાથે હારનો સામનો કરવો પડે અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ત્યાં નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે. (હાલમાં પાકિસ્તાન નેટ રન રેટના આધારે આગળ છે)

  ઝિમ્બાબ્વેના હાથે હાર હોવા છતાં બે સ્થિતિમાં ભારતની અંતિમ ચારમાં પહોંચવાની તકો જળવાઈ રહેશે.

  પ્રથમ, દક્ષિણ આફ્રિકા તેની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે હારી ગયું અને બીજું, બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું અને નેટ રન રેટમાં ભારત કરતાં ઓછું રહ્યું.

  ભારત રવિવારે ગ્રુપ 2 ની છેલ્લી મેચ રમવાનું હોવાથી તેઓ મેચ શરૂ થાય તે પહેલા જ જાણશે કે અંતિમ ચારમાં પહોંચવા માટેના નિર્ણાયક પરિબળો શું છે?

  પાકિસ્તાન

  રમાયેલ મેચો-4, પોઈન્ટ્સ-4, નેટ રન રેટ- 1.117, બાકીની મેચ- બાંગ્લાદેશ

  દક્ષિણ આફ્રિકા સામે જોરદાર જીત છતાં પાકિસ્તાનનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો એકદમ સ્પષ્ટ થઇ શક્યો નથી. પાકિસ્તાનનું સેમીફાઈનલમાં જવા માટે જો અને તો પર નિર્ભર રહેલું છે.

  જો રવિવારે પાકિસ્તાનને બાંગ્લાદેશને હરાવ્યું તો પણ તે નોક આઉટ સુધી પહોંચવા માટે પૂરતું નહીં હોય. જો ભારત અને સાઉથ આફ્રિકા પોતપોતાની મેચ જીતે તો પાકિસ્તાનની સફર અહીં જ સમાપ્ત થઈ જશે. પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ સામે જીત મેળવવી જરૂરી છે

  પહેલું, દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે મેચ હારી જાય અથવા આ મેચ વરસાદના કારણે રદ્દ થઇ જાય. તેવી સ્થિતિમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેના 6-5 પોઇન્ટ થશે, પરંતુ પાકિસ્તાનના ખાતામાં ત્રણ જીત નોંધાયેલી હશે અને દક્ષિણ આફ્રિકાના ખાતમાં માત્ર બે જ જીત છે. (પોઈન્ટની બરાબરી રહેવાની સ્થિતિમાં પહેલા નંબર ઓફ વિન્સ અને પછી નેટ રન રેટ દેખવામાં આવે છે.)

  બીજું, ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારત મેચ હારી જાય, એવી સ્થિતિમાં બંને ટીમોના છ-છ પોઇન્ટ થશે પરંતુ નેટ રન રેટના આધાર પર પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી જશે.

  દક્ષિણ આફ્રિકા

  રમાયેલ મેચો - 4, પોઈન્ટ્સ - 5, નેટ રન રેટ: 1.441, બાકીની મેચ - નેધરલેન્ડ

  દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલમાં પહોંચવા માટે નેધરલેન્ડ્સને હરાવવું પડશે. જો આ મેચમાં વરસાદ વિલન બન્યો અને બંને ટીમોને પોઈન્ટ વહેંચવાની ફરજ પડી તો દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

  જો કે વરસાદની રવિવારની મેચોમાં હવામાન વિભાગ વિલન બને તેવા કોઈ સંકેત દેખાતા નથી. તેથી એવી સંભાવના છે કે દક્ષિણ આફ્રિકા સંપૂર્ણ મેચ રમવા માટે મળશે અને તેઓ નેધરલેન્ડ્સને અપસેટ સર્જતા રોકી શકે છે.

  બાંગ્લાદેશ

  રમાયેલ મેચો-4, પોઈન્ટ્સ-4, નેટ રન રેટ: -1.276, બાકીની મેચ - પાકિસ્તાન

  બાંગ્લાદેશની ટુર્નામેન્ટમાં આગળ વધવાની તકો હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને તેનું કારણ તેમનો ખૂબ જ ખરાબ નેટ રન રેટ છે. આવી સ્થિતિમાં તે ભલે તે આગળ વધી શકે નહી, પરંતુ તે અન્ય ટીમો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

  હા, હજુ એક શક્યતા બાકી છે જેના દ્વારા બાંગ્લાદેશની ટીમ અંતિમ ચારમાં પહોંચી શકે છે. અને તે છે...

  પહેલા તેણે પાકિસ્તાન સામેની મેચ જીતવી જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે ઝિમ્બાબ્વે પણ ભારતને હરાવી દે. ઉપરાંત, જીત અને હારનું અંતર એટલું મોટું હોવું જોઈએ કે તે નેટ રન રેટમાં ભારતથી ઉપર આવી જાય.

  બીજું, દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામે એકથી વધુ પોઈન્ટ મેળવી શકે નહીં.

  ઝિમ્બાબ્વે

  રમાયેલ મેચો-4, પોઈન્ટ્સ-3, નેટ રન રેટ: -0.313, બાકીની મેચ - ભારત

  જો ઝિમ્બાબ્વે ભારતને હરાવી પણ દે છે તો તેના કુલ 5 પોઈન્ટ જ થશે.

  જો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે, તો આવી સ્થિતિમાં ત્રણેય ટીમોના પોઈન્ટ સમાન થઈ જશે, પરંતુ નેટ રન રેટના આધારે ઝિમ્બાબ્વે ખૂબ જ પાછળ છે. જો તે ભારતને 50 રને હરાવે તો પણ તેણે પ્રાર્થના કરવી પડશે કે નેધરલેન્ડ પણ દક્ષિણ આફ્રિકાને સમાન માર્જિનથી હરાવે.

  આ કારણે નોટઆઉટ સ્ટેજ સુધી પહોંચવાનો તેમનો દાવો ઘણો નબળો છે.

  ભારત-પાકિસ્તાન 2007ની ફાઇનલમાં ટકરાયા હતા

  T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર એક જ વખત ટાઈટલ મેચમાં સામસામે આવી છે અને ત્યારે પણ ભારતે જ બાજી મારી હતી. તે મેચમાં ભારતે માત્ર 157 રન બનાવ્યા હોવા છતાં પાકિસ્તાનને પાંચ રને માત આપી હતી.

  તારીખ 24 સપ્ટેમ્બર, 2007 હતી. સ્ટેડિયમ - જોહાનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા)

  જો ટોપ-12ના ઉપરોક્ત તમામ સમીકરણ બંધબેસતા બેસે છે, તો કદાચ એકાદ ચાન્સ એવો બની શકે છે કે, એક વખત ફરીથી ભારત-પાકિસ્તાન સામ-સામે આવી જાય પરંતુ તેના ચાન્સ ઘણા ઓછા છે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Ind Vs Pak, India Vs Pakistan, T20 World Cup 2022, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन