Home /News /sport /T20 world cup 2022: આવતા વર્ષે ફરી યોજાશે ટી-20 વર્લ્ડકપ, ભારત ક્વોલિફાઈ થયું, બે વર્લ્ડ ચેમ્પિયન ટીમ બહાર
T20 world cup 2022: આવતા વર્ષે ફરી યોજાશે ટી-20 વર્લ્ડકપ, ભારત ક્વોલિફાઈ થયું, બે વર્લ્ડ ચેમ્પિયન ટીમ બહાર
T20 World cup 2022માં શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝનો સુપર 8માંથી રકાસ
T20 World Cup 2022: આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાશે ટી-20 વર્લ્ડકપ, આ વર્લ્ડકપમાં પ્રવેશ મેળવનારી ટીમોમાં બે વિશ્વ વિજેતાની બાદબાકી થઈ ગઈ છે હવે તેમણે ક્વોલિફાયરમાં લડીને સ્થાન લેવું પડશે.
T20 World Cup 2022: ભારત આજે ટી-20 વર્લ્ડકપમાં નામિબિયા સામે પોતાની અંતિમ મેચ રમશે. આ વર્ષે ભારત માટે ટી-20 વર્લ્ડકપ નિરાશાજનક રહ્યો છે. જોકે, ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર એવા છે કે આવતા વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારત સુપર-8 ટીમોમાં પહોંચી ગયું છે. જોકે, સૌથી આશ્ચર્યજનક સમાચાર એ છે કે વર્લ્ડ ચેમ્પિયન બનેલી બે ટીમો આ સુપર-8માંથી બહાર થઈ ગઈ છે. આ ટીમના બદલે આ વખતના પ્રદર્શનના આધારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને પ્રવેશ મળી ગયો છે. ક્વોલિફાયરમાંથી બહાર થયેલી ટીમો છે વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકા
શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝે હવે આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડકપની ક્વોલિફાય મેચો રમી અને લડવું પડશે. આ મેચમાં જીતના આધારે આ બંને ટીમનો પ્રવેશ મળશે. જોકે, ભારત માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે ખરાબ પ્રદર્શન હોવા છતાં ટી-20 વર્લ્ડકપ 2022માં ભારત ક્વોલિફાય થયું છે.
આ ટીમ ક્વોલિફાઇ થઈ
ટી-20 વર્લ્ડકપ 2022 માટે 15 નવેમ્બરની કટ ઓફ ડેટ નક્કી કરવામાં આવી છે. અત્યારસુધીમાં આના માટે ઈન્ગલેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયાની રેન્કિંગ બદલી નથી. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સુપર 12માં પ્રવેશ થયો છે. આમ 8 ટીમ નક્કી થઈ ગઈ છે. બાકીની ચાર માટે જંગ રહેશે.
આ વર્લ્ડકપના સુપર-12 માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાશે. આ ટીમોમાં એક એક વાર વર્લ્ડ ચેમ્પિયન બનનારી શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝનો સમાવેશ થાય છે. આ બંને ટીમોએ નામિબિયા, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, આયર્લેન્ડ જેવી ટીમો સામે રમી અને પ્રવેશ મેળવવાનો રહેશે.
ઓસ્ટ્રેલિયાએ મૂળરૂપે 2020માં આ વર્લ્ડકપનું આયોજન કરવાનું હતું, તે પહેલાં તે COVID-19ને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે આગામી વર્ષ એટલે કે 16 ઓક્ટોબર - 13 નવેમ્બર 2022 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં 16 આંતરરાષ્ટ્રીય ટીમો ઓસ્ટ્રેલિયાની આસપાસ 45 મેચ રમશે.
આ વર્લ્ડકપમાં વેસ્ટઇન્ડિઝનો ધબડકો
વેસ્ટ ઈન્ડિઝ આ વર્લ્ડકપમાં પાંચમાંથી ચાર મેચ હારી ગયું જેમાં તેની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ દ્વારા 55 રનમાં આઉટ થઈ જતા હાહાકાર મચી ગયો હતો. જ્યારે શ્રીલંકાએ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત નોંધાવી હતી પરંતુ ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર