Home /News /sport /ICCએ કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત, આ 3 ભારતીયોને મળી જગ્યા

ICCએ કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત, આ 3 ભારતીયોને મળી જગ્યા

ઇંગ્લેન્ડ પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ટી-20 વર્લ્ડકપ 2022માં ચેમ્પિયન બન્યું

T20 World Cup 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે ICCએ 14 નવેમ્બરે ટી-20 વર્લ્ડકપ 2022ની બેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ કુલ 12 ખેલાડીઓને ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા આપી છે. આ ટીમમાં 4 ખેલાડી ઇંગ્લેન્ડના છે, જ્યારે 12th મેન સહિત કુલ 3 ખેલાડી ભારતના છે. પાકિસ્તાનના બે ખેલાડીને જગ્યા મળી છે જ્યારે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના 1-1 ખેલાડીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    T20 World Cup 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે ICCએ 14 નવેમ્બરે ટી-20 વર્લ્ડકપ 2022ની બેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ કુલ 12 ખેલાડીઓને ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં જગ્યા આપી છે. આ ટીમમાં 4 ખેલાડી ઇંગ્લેન્ડના છે, જ્યારે 12th મેન સહિત કુલ 3 ખેલાડી ભારતના છે. પાકિસ્તાનના બે ખેલાડીને જગ્યા મળી છે જ્યારે ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેના 1-1 ખેલાડીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

    આઇસીસીએ ઓપનર તરીકે જોસ બટલર અને એલેક્સ હેલ્સને પસંદ કર્યા છે, જેમણે ઇંગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાંથી જોસ બટલર ટીમનો કેપ્ટન છે, કારણ કે તેને પોતાની ટીમને ખિતાબ જીતાડ્યો છે. ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું નામ છે, જેને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને કુલ 4 અડધી સદીમાં 6 ઇનિંગમાં ફટકારી છે.

    ટીમમાં ચોથા નંબર પર સૂર્યકુમાર યાદવને જગ્યા મળી છે જેમણે કેટલીક આક્રમક ઇનિંગથી તમામનું દિલ જીત્યુ હતુ. પાંચમા નંબર પર ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સનું નામ છે, જેને એક સદી સાથે કુલ 201 રન ટૂર્નામેન્ટમાં બનાવ્યા છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા ટીમનો છઠ્ઠો સભ્ય છે, જેને પોતાના ઓલ રાઉન્ડર પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીત્યુ છે. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યુ હતુ.

    ટી-20 વર્લ્ડકપ 2022ની આ ટીમમાં સાતમા નંબર પર પાકિસ્તાનનો શાદાબ ખાન છે, જેને બોલની સાથે સાથે બેટથી સારૂ પ્રદર્શન પોતાની ટીમ માટે કર્યુ હતુ. આઠમા નંબર પર ઇંગ્લેન્ડનો બોલિંગ ઓલ રાઉન્ડર સેમ કર્રન છે, જે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ રહ્યો છે. 9માં નંબર પર દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્તજે અને 10માં નંબર પર ઇંગ્લેન્ડનો માર્ક વુડ છે. જ્યારે 11માં નંબર પર શાહીન શાહ આફ્રિદી છે અને 12માં નંબર પર હાર્દિક પંડ્યા છે.

    બેન સ્ટોક્સને ના મળી જગ્યા

    ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા બેન સ્ટોક્સને જગ્યા મળી નહતી. બેન સ્ટોક્સે પાકિસ્તાન સામે ફાઇનલ મેચમાં 1 વિકેટ ઝડપવાની સાથે મહત્વપૂર્ણ અણનમ 52 રન ફટકાર્યા હતા.

    T20 World Cup 2022: ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ

    જોસ બટલર (કેપ્ટન અને વિકેટ કીપર, ઇંગ્લેન્ડ)
    એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ)
    વિરાટ કોહલી (ભારત)
    સૂર્યકુમાર યાદવ (ભારત)
    ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ)
    સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
    શાદાબ ખાન (પાકિસ્તાન)
    સેમ કર્રન (ઇંગ્લેન્ડ)
    એનરિક નોર્તજે (દક્ષિણ આફ્રિકા)
    માર્ક વુડ (ઇંગ્લેન્ડ)
    શાહીન આફ્રિદી (પાકિસ્તાન)
    12th મેન- હાર્દિક પંડ્યા (ભારત)
    Published by:mujahid tunvar
    First published:

    Tags: England Vs Pakistan, T20 WorldCup, આઇસીસી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन