Home /News /sport /T20 world cup 2022: જીતના મક્કમ ઈરાદા સાથે એક અઠવાડીયું વહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ

T20 world cup 2022: જીતના મક્કમ ઈરાદા સાથે એક અઠવાડીયું વહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા રવાના (BCCI ટ્વિટર)

ટીમ ઈંડિયાની ફ્લાઈટ પહેલા ઓસ્ટ્રેલિયાના શહેર પર્થ જઈને લેન્ડ કરશે, ભારતીય ખેલાડીઓ પર્થમાં પ્રેક્ટિસ મેચ રમશે અને ત્યાંથી તેઓ બ્રિસ્બેન જવા રવાના થશે.

    T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે ટીમ ઈંડિયા ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમનો પ્લાન પહેલા આટલુ જલ્દી ઉડાન ભરવાનો નહોતો, પણ બાદમાં જીતની તૈયારીના ઉદ્દેશ્યથી આ પ્લાનમાં ફેરફાર કરવામા આવ્યો અને ટીમ ઈનડિયા એક અઠવાડીયા પહેલા ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થઈ ગઈ. જો કે, ગુરુવારે સવારે 4 કલાકે જતી આ ફ્લાઈટમાં બુમરાહની જગ્યા ખાલી હતી. કારણ કે, આ તસ્વીરમાં ફક્ત 14 ખેલાડી જ દેખાતા હતા. જેઓ ફ્લાઈટમાં ગયા હતા.

    ટીમ ઈંડિયાની ફ્લાઈટ સિંગાપુરના રસ્તે ઓસ્ટ્રેલિયાના પર્થ જઈને લેન્ડ કરશે. ભારતીય ખેલાડી પર્થમાં પ્રેક્ટિસ મેચ રમશે અને ત્યાંથી બ્રિસ્બેન માટે રવાના થશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતને પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરના રોજ કટ્ટર હરીફ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ હાઈ વોલ્ટેજ ટક્કર માટે ટીમ ઈંડિયાએ મેલબર્ન કૂચ કરવી પડશે.


    14 ખેલાડીઓએ ફ્લાઈટ પકડી, બુમરાહની સીટ ખાલી


    BCCIએ ટીમ ઈંડિયાના ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ પકડતા પહેલાની તસ્વીર શેર કરી છે. સામે આવેલી તસ્વીરમાં ફક્ત 14 ખેલાડીઓના જ ચહેરા દેખાઈ રહ્યા છે, જ્યારે ટી 20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓની પસંદગી થઈ હતી. સ્પષ્ટ છે કે, એક ખેલાડી જે તસ્વીરમાં નથી, તે જસપ્રીત બુમરાહ છે, જે ઈજાગ્રસ્ત હોવાના કારણે ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ તસ્વીરમાં તેની જગ્યા ખાલી રહેવાનો અર્થ એ છે કે, ટીમ મેનેજમેન્ટે તેનો વિકલ્પ શોધ્યો નથી.

    ખેલાડીઓથી મોટો સપોર્ટ સ્ટાફની ફોર્સ


    14 ખેલાડીઓ ઉપરાંત તસ્વીરમાં હેડ કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ટીમના 16 સપોર્ટ સ્ટાફ છે. એટલે કે, ઓસ્ટ્રેલિયાની ઉડાન ભરનારા ભારતીય દળમાં જેટલા ખેલાડી નથી, તેનાથી વધારે સપોર્ટ સ્ટાફ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: T20 World Cup 2022, Team india

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन