Home /News /sport /T20 World Cup 2022: શશી થરૂરે કહ્યું: ભારત હાર્યું તેનું દુ:ખ નથી પરંતુ ટીમ ઇન્ડિયાએ...!

T20 World Cup 2022: શશી થરૂરે કહ્યું: ભારત હાર્યું તેનું દુ:ખ નથી પરંતુ ટીમ ઇન્ડિયાએ...!

શશી થરૂરે ટીમ ઇન્ડિયાની હાર પર નારાજગી વ્યક્ત કરી

T20 World Cup 2022: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પછી ભારતીય ફેન્સ ખાસા નારાજ જોવા મળ્યા હતા. ફેન્સ હારના કારણે દુ:ખી નહતા પરંતુ ખરાબ રીતે મળેલી હારના કારણે વધારે દુખી હતા. આ વચ્ચે ટીમ ઇન્ડિયાની હારને લઇને કોંગ્રેસના નેતા શશી થરૂરે ટ્વિટ કર્યું છે. ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથો ભારતને મળેલી કરારી હાર પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...

    તેમને ટ્વિટ કરતાં લખ્યું કે, "ભારતના હારવાનું દુ:ખ નથી. હાર અને જીત તો રમતનો હિસ્સો છે, પરંતુ મને તે વાતનો દુ:ખ છે કે ભારતે આજે કોશિશ કરી નહીં."

    તેમની પોસ્ટ પર સુનીલ નામના એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, "તમારા સાથે સંપૂર્ણ રીતે સહમત, આપણે માત્ર હાર્યા નથી પરંતુ શરમજનક રીતે હાર્યા છીએ."

    શંશાંક નામના યૂઝર્સે કોમેન્ટ કરીને કહ્યું કે, ભારતીય ટીમને કોંગ્રેસ પાર્ટી પાસેથી શિખવાની જરૂરત છે. તો કેટલાક લોકોએ આ હાર પાછળ આઈપીએલને જવાબદાર ઠેરવી હતી. મેચ દરમિયાન પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટ્વિટ કરતાં લખ્યું હતુ કે, એક પણ આઉટ નહીં કરોગે ક્યાં?

    ભારતને સેમીફાઈનલમાં હરાવીને ઈંગ્લેન્ડે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 13 નવેમ્બરે મેલબર્નમાં રમાનાર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સાથે થશે.

    ભારતે ઈંગ્લેન્ડ સામે જીત માટે 169 રનનો પડકાર રાખ્યો હતો. ઓપનર એલેક્સ હેલ્સ અને કેપ્ટન જોશ બટલરે પહેલી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી કરીને મેચને જીતી લીધી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND Vs ENG, Sports news, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन