Home /News /sport /ટીમ ઈન્ડિયાની હાર પર PCB અધ્યક્ષનો કટાક્ષ- 'બિલિયન ડૉલર લીગના ક્રિકેટર કરતાં પાકિસ્તાની સારા નીકળ્યા...'

ટીમ ઈન્ડિયાની હાર પર PCB અધ્યક્ષનો કટાક્ષ- 'બિલિયન ડૉલર લીગના ક્રિકેટર કરતાં પાકિસ્તાની સારા નીકળ્યા...'

રમીઝ રાજાએ કહ્યું, 'બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી ધરાવતી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ વધી ગયા છીએ.

T20 World Cup 2022 News: રાજાએ એમ પણ કહ્યું કે બાબર આઝમની આજે પાકિસ્તાની ટીમ અને ઈમરાન ખાનની 1992ની વર્લ્ડકપ વિજેતા ટીમ વચ્ચે સમાનતા જોઈને તેઓ આશ્ચર્યચકિત છે.

    T20 World Cup 2022: ભારતને સેમીફાઈનલમાં હરાવીને ઈંગ્લેન્ડે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 13 નવેમ્બરે મેલબર્નમાં રમાનાર ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સાથે થશે. ત્યારે ગઇકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પછી ભારતીય ફેન્સ ખાસા નારાજ જોવા મળ્યા હતા. ત્યારે ટી-20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે ભારતને મળેલી હાર પર પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફે ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની હાર પર ટોણો માર્યો હતો. જોકે હવે પીસીબીના અધ્યક્ષ પણ ટીમ ઇન્ડિયા પર વ્યંગ કરતા જોવા મળ્યા છે.

    પીસીબીના અધ્યક્ષ રમીઝ રાજાએ ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ બિલિયન ડોલર લીગના ક્રિકેટરો કરતા સારા રમ્યા છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે આ વાત કહી હતી.

    અબજો ડોલરની ઇન્ડસ્ટ્રીવાળી ટીમ પાછળ રહી ગઈ રાજા

    રમીઝ રાજાએ કહ્યું, 'બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી ધરાવતી ટીમ પાછળ રહી ગઈ અને અમે આગળ વધી ગયા છીએ. તેનો અર્થ એ છે કે આપણે કંઈક સારૂ કરી રહ્યા છીએ. તેથી આ સિદ્ધિનો આનંદ માણો અને તેનું સન્માન કરો. ટી-20 વર્લ્ડકપ પહેલા પણ તેમણે કહ્યું હતું કે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને છેલ્લા ટી-20 વર્લ્ડકપમાં અબજો ડોલરની ભારતીય ક્રિકેટ ટીમને હરાવવાનો શ્રેય આપવો જોઈએ.

    આ પણ વાંચો: 10 વર્ષથી ભાજપ જ્યાં જીત્યું નથી તેની જવાબદારી હાર્દિકને મળી, જીતવું જરૂરી નહીં તો...

    'બાબરની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી'

    રાજાએ એમ પણ કહ્યું કે બાબર આઝમની આજે પાકિસ્તાની ટીમ અને ઈમરાન ખાનની 1992ની વર્લ્ડકપ વિજેતા ટીમ વચ્ચે સમાનતા જોઈને તેઓ આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે બાબરની ટીમ 92ની ટીમ જેટલો જ આત્મવિશ્વાસ ધરાવે છે. ટીમ જીતવા માટે સખત મહેનત કરી રહી છે. 1992ની વિશ્વ વિજેતા ટીમની વિચારસરણી પણ આવી જ હતી. અમે જાણતા હતા કે વિપક્ષી ટીમ 15 ખેલાડીઓ સાથે રમે તો પણ અમે હારવાના નથી. જોકે રાજાએ સ્વીકાર્યું કે બાબર ઈલેવન ઈમરાન ખાનની 1992ની વર્લ્ડકપ વિજેતા ટીમ કરતાં વધુ હળવી દેખાતી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket t20 world cup, T20 World Cup 2022, T20 World Cup news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन