Home /News /sport /T20 World Cup: વોર્મ-અપ મેચ પહેલા લયમાં જોવા મળ્યો મોહમ્મદ શમી, દિનેશ કાર્તિકને બોલ્ડ કર્યો; જુઓ Video
T20 World Cup: વોર્મ-અપ મેચ પહેલા લયમાં જોવા મળ્યો મોહમ્મદ શમી, દિનેશ કાર્તિકને બોલ્ડ કર્યો; જુઓ Video
ટી-20 વર્લ્ડકપ પહેલા શમી આવ્યો રિધમમાં
T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ પહેલા ભારતીય ટીમનો ખેલાડી મોહમ્મદ શમી નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તે શાનદાર લયમાં જોવા મળ્યો અને દિનેશ કાર્તિકને ક્લીન બોલ્ડ કર્યો. કાર્તિક સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કરે છે અને બોલ્ડ થઈ જાય છે.
T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ પહેલા ભારતીય ટીમનો ખેલાડી મોહમ્મદ શમી નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તે શાનદાર લયમાં જોવા મળ્યો અને દિનેશ કાર્તિકને ક્લીન બોલ્ડ કર્યો. કાર્તિક સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કરે છે અને બોલ્ડ થઈ જાય છે.
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની તેમની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં બ્રિસ્બેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જસપ્રીત બુમરાહ પીઠની સમસ્યાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટાર પેસરને બદલે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો હતો. બીજી તરફ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રથમ વોર્મ-અપ મેચ પહેલા ભારતીય ટીમનો ખેલાડી શમી નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તે શાનદાર લયમાં જોવા મળ્યો અને દિનેશ કાર્તિકને ક્લીન બોલ્ડ કર્યો. કાર્તિક સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કરે છે અને બોલ્ડ થઈ જાય છે. આ સિવાય ફાસ્ટ બોલરે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પણ નેટ્સમાં બોલ્ડ કર્યો હતો.
શમી ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી
શમી ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે આવતા રવિવારે મેલબોર્નમાં પાકિસ્તાન સામેની ભારતની મેચ પહેલા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે સારુ પ્રદર્શન કરવા માંગશે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની હોમ ટી20 સિરીઝમાં શમીની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે કોરોનાને કારણે રમી શક્યો નહોતો. ત્યારબાદ તેણે NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી અને T20 વર્લ્ડ કપની ટીમમાં તેની પસંદગી થઈ.
ટીમ ઈન્ડિયા ઈજાથી પરેશાન
તમને જણાવી દઈએ કે, વર્કલોડ મેનેજમેન્ટ હોવા છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાથી પરેશાન છે. બુમરાહ ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. આ સિવાય ફાસ્ટ બોલર દીપક ચહર પણ પીઠમાં ઈજા સાથે બેઠો છે. તે T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓમાંથી એક હતો. તે લાંબા સમય પછી ઈજામાંથી સાજા થયા બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ પર મેદાન પર પાછો ફર્યો હતો. સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ પહેલા તે ઈજાગ્રસ્ત થયો હતો. " isDesktop="true" id="1268447" >