Home /News /sport /ટી-20 વર્લ્ડકપ: પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ સેમિ ફાઇનલ, જાણો કઇ ટીમ પડશે ભારે

ટી-20 વર્લ્ડકપ: પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ સેમિ ફાઇનલ, જાણો કઇ ટીમ પડશે ભારે

બાબર આઝમ અને કેન વિલિયમસન (ફાઇલ ફોટો)

T20 Worldcup 2022 First Semi Final: આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમિ ફાઇનલમાં 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. નૉક આઉટ મેચમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. તે અત્યાર સુધી 17 મેચમાંથી માત્ર બે વખત જ નૉકઆઉટમાં જીતી શકી છે.

વધુ જુઓ ...
    T20 Worldcup 2022 First Semi Final: આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમિ ફાઇનલમાં 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. નૉક આઉટ મેચમાં ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. તે અત્યાર સુધી 17 મેચમાંથી માત્ર બે વખત જ નૉકઆઉટમાં જીતી શકી છે.

    ન્યૂઝીલેન્ડે 8 વખત વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં પહોચી છે. જેમાંથી માત્ર 2 વખત જ ફાઇનલમાં જગ્યા બનાવી શકી છે. જોકે, ખિતાબ એક પણ વખત જીતી શકી નથી. ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડે ત્રણ વખત સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે જેમાંથી માત્ર એક વખત જ (વર્ષ 2021)માં ફાઇનલમાં પહોચી શકી છે. જોકે, ખિતાબ જીતી શકી નથી.

    પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ ફોર્મેટમાં પ્રથમ વખત આમને સામને ટકરાશે. આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી 6 વખત આમને સામને થઇ છે. જેમાંથી પાકિસ્તાને 4માં જીત મેળવી છે જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 2 મુકાબલા જીતી શકી છે.

    ટી-20 વર્લ્ડકપમાં 6 વર્ષથી પાકિસ્તાન વિરૂદ્ધ જીતી શકી નથી ન્યૂઝીલેન્ડ

    ન્યૂઝીલેન્ડે ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને અંતિમ વખત 22 માર્ચ 2016માં હરાવ્યુ હતુ. ઓવર ઓલ વાત કરીએ તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 28 વખત એક બીજા વિરૂદ્ધ મેચ રમી ચુકી છે. જેમાંથી 11માં ન્યૂઝીલેન્ડ અને 17 મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે.

    સિડનીમાં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં હાર્યુ નથી પાકિસ્તાન

    પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 9 ટી-20 મેચ રમી છે જેમાંથી તેને માત્ર 3 મેચમાં જીત મળી છે. જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યુ નથી. સિડનીમાં અત્યાર સુધી 2 મેચ રમાઇ છે જેમાંથી તેને એક જીતી છે જ્યારે એકનું પરિણામ આવી શક્યુ નથી.

    ટી-20 વર્લ્ડકપમાં સંભવિત ટીમ

    પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), બાબર આઝમ (કેપ્ટન), શાન મસૂદ, મોહમ્મદ હારીસ, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, મોહમ્મદ નવાઝ

    ન્યૂઝીલેન્ડ: ફિન એલન, માર્ટિન ગુપ્ટિલ, ડેવોન કોનવેય (વિકેટ કીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેર મિશેલ, જેમ્સ નિશમ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Semi final, T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन