Home /News /sport /T20 World Cup 2022: આજે ઇંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે ટક્કર, શ્રીલંકા જીતશે ઓસ્ટ્રેલિયા આવશે સેમિફાઇનલમાં

T20 World Cup 2022: આજે ઇંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે ટક્કર, શ્રીલંકા જીતશે ઓસ્ટ્રેલિયા આવશે સેમિફાઇનલમાં

ઇંગ્લેન્ડ માટે કરો યા મરોની સ્થિતિ

ENG vs SL, Pitch and Weather Report: આજે T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022)માં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા (ENG vs SL) વચ્ચે ટક્કર થશે. ઈંગ્લેન્ડ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. તે આ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી શકે છે. જો તે આ મેચમાં હારશે અથવા મેચ ટ્રાય થશે તો તેણે બહારનો રસ્તો દેખવો પડશે.

વધુ જુઓ ...
    ENG vs SL, Pitch and Weather Report: આજે T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022)માં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા (ENG vs SL) વચ્ચે ત્રણ વાગે ટક્કર થશે. ઈંગ્લેન્ડ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. તે આ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી શકે છે. જો તે આ મેચમાં હારશે અથવા મેચ ટ્રાય થશે તો તેણે બહારનો રસ્તો દેખવો પડશે.

    બીજી તરફ શ્રીલંકાની ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તે જીત સાથે વર્લ્ડ કપને વિદાય આપવાના ઉદ્દેશ્ય સાથે આ મેચમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયાની નજર પણ આ મેચ પર રહેશે. જો મેચ ટ્રાય રહેશે અથવા ઈંગ્લેન્ડ હારી જશે તો ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં જવાની ટિકિટ મળશે.

    ઈંગ્લેન્ડનું પલડૂ ભારે

    આ મેચમાં ઈંગ્લેન્ડનું પલડૂ ભારે છે. અસલમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 13 T20 મેચોમાં ઇંગ્લેન્ડ 9 વખત જીત્યું છે. છેલ્લી મેચમાં તેણે ખૂબ જ મજબૂત દેખાતી ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. વર્લ્ડ કપ પહેલા પણ આ ટીમે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને ટી-20 સિરીઝમાં હરાવ્યું હતું. બીજી તરફ આ વર્લ્ડ કપ શ્રીલંકા માટે અત્યાર સુધી કંઈ ખાસ રહ્યો નથી. વર્લ્ડ કપની પહેલી જ મેચમાં તેને નામિબિયા જેવી નાની ટીમે હાર આપી હતી. સુપર-12 રાઉન્ડમાં પણ તેને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.

    આ પણ વાંચો :  T20 વર્લ્ડકપ વચ્ચે ICCએ પોતાના નિયમમાં બદલાવ કર્યો, સેમી ફાઇનલ-ફાઇનલ મેચના પરિણામ માટે 10 ઓવરની રમત જરૂરી

    પિચ રિપોર્ટઃ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સિડનીમાં 7 મેચ રમાઈ છે. તેમાંથી એક અનિર્ણાયક રહ્યો છે અને 6માં પ્રથમ બેટિંગ કરનાર ટીમને એકતરફી જીત મળી છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં દર વખતે સારો સ્કોર કર્યો છે. અહીંની વિકેટ બેટિંગ માટે મદદરૂપ છે. સ્પિનરને પણ અહીં સારી મદદ મળે છે. સિડનીમાં આજે હળવો વરસાદ થવાની સંભાવના છે પરંતુ મેચ પૂર્ણ થવાની આશા છે.

    શ્રીલંકા પોસિબલ પ્લેઇંગ-11: કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, પ્રમોદ મદુશન, મહિષ તિક્ષાના, કસુન રાજીથા, લાહિરુ કુમારા

    ઈંગ્લેન્ડ પોસિબલ પ્લેઈંગ-11: જોસ બટલર (સી), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સેમ કુરન, ક્રિસ વોક્સ, માર્ક વૂડ, આદિલ રશીદ.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन