Home /News /sport /IND vs ENG T20 WC: સેમિફાઈનલમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓથી ખતરો, પડી શકે છે ભારે

IND vs ENG T20 WC: સેમિફાઈનલમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓથી ખતરો, પડી શકે છે ભારે

આજે સેમિફાઇનલ

INDvsENG: T20 World Cup 2022માં આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ જંગ જામશે, આ મહા મુકાબલા દરમિયાન ભારતને ઈંગ્લેન્ડના આ ખેલાડીઓ ભારે પડશે

    એડિલેડ ઓવલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલ મેચ રમવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમમાં એકથી એક ચઢિયાતા ખેલાડીઓ છે, જે એકલા હાથે ગેમ પલટી શકે છે. ઈંગ્લેન્ડની ટીમમાં એવા 3 ખેલાડીઓ છે, જેનાથી ભારતીય ટીમે સાવધાન રહેવાની જરૂર છે.

    એલેક્સ હેલ્સ (Alex Hales)

    ઈંગ્લેન્ડની ટીમમાં 3 વર્ષ બાદ એલેક્સ હેલ્સની વાપસી થઈ છે. નેશનલ ટીમમાં વાપસી કર્યા બાદ એલેક્સ હેલ્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ બેટ્સમેન સરળતાથી પોતાની વિકેટ જવા દેતો નથી. આ ખેલાડીએ હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપની 4 મેચમાં 125 રન ફટકાર્યા છે.

    એલેક્સ હેલ્સ શરૂઆતની બે મેચ રમ્યા નથી. ત્યારબાદ તેમણે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 52 અને શ્રીલંકા સામેની મેચમાં 47 રન ફટકાર્યા છે. 33 વર્ષીય હેલ્સ એક શાનદાર બેટ્સમેન છે, કોઈ પણ સમયે પોતાનું ગિયર બદલી શકે છે. તેઓ ખૂબ જ મોટા શોટ રમવા માટે જાણીતો છે. એલેક્સ હેલ્સ ઓપનર તરીકે 137 સ્ટ્રાઈક રેટથી રન ફટકારે છે, તે પેસ અને સ્પિન સામે સરળતાથી રમી શકે છે.

    ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes)

    ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) સરળતાથી પડકાર ઝીલી શકે છે. તે કોઈપણ બાબતે પીછેહઠ કરતો નથી. બેન સ્ટોક્સની આ ખાસિયતના કારણે તે ખૂબ જ જાણીતો છે. ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં બેન સ્ટોક્સનું બેસ્ટ પર્ફોર્મન્સ જોવાનું બાકી છે. તે બોલ અને બેટથી ખૂબ જ શાનદાર પ્રદર્શન કરે છે.

    T20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની મેચમાં બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 42 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગના કારણે આત્મવિશ્વાસ વધુ દ્રઢ બન્યો હશે. અગાઉ તે ક્યારેય પણ ડબલ ડિજિટમાં રન કરી શક્યો નહોતો.

    બેન સ્ટોક્સે હાલના ટી20 વર્લ્ડકપમાં પ્રતિ ઓવરે 8 રન ફટકાર્યા છે. ઉપરાંત તેણે 5 વિકેટ પણ લીધી છે. બેન સ્ટોક્સ ભારત સામે સારું પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છે. તે ભારત સામેની મેચમાં પોતાનું મહત્ત્વ સાબિત કરવા માટે શાનદાર પ્રદર્શન કરશે.

    આ પણ વાંચો: IND VS ENG: અંગ્રેજો ટકરાશે કેપ્ટન રોહિતની ટીમ ઈન્ડિયા, કેવી રહેશે ટીમ? જાણો પિચનો મિજાજ

    માર્ક વુડ (Mark Wood)

    માર્ક વુડ 150 પ્રતિ કલાક 150 કિલોમીટરની સ્પીડે બોલિંગ કરે છે. તે પોતાની સ્પીડથી બેટ્સમેનમાં ડર ઊભો કરી રહ્યો છે. આ બોલરે હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 7.5 ઈકોનોમીથી કુલ 9 વિકેટ ઝડપી છે.

    માર્ક વુડ પાવરપ્લેમાં વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. પેસર માર્ક વુડ એક બાઉન્સર અને ખતરનાક યોર્કર માટે જાણીતો છે. તે પોતાની બોલિંગથી બેટ્સમેનને ખુલીને રમવાની આઝાદી આપતો નથી. માર્ક વુડ સ્ટીક લાઈન અને લેંથથી બોલિંગ માટે સેમિફાઈનલમાં ભારત માટે સૌથી મોટું જોખમ છે.

    માર્ક વુડ પાવરપ્લે સાથે સાથે ડેથ ઓવરમાં પણ શાનદાર બોલિંગ કરવા માટે સક્ષમ છે. પાવરપ્લેમાં ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને કે. એલ રાહુલ માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ શકે છે. ભારતીય ઓપનરે શરૂઆતની ઓવરમાં માર્ક વુડથી સાવધાન રહેવું પડશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: India vs england, IndVsEng, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन