Home /News /sport /T20 World Cup 2022: 'નવા ચેમ્પિયન શોધવાની તક...', રવિ શાસ્ત્રીએ જાડેજા-બુમરાહની ઈજા પર કહ્યું

T20 World Cup 2022: 'નવા ચેમ્પિયન શોધવાની તક...', રવિ શાસ્ત્રીએ જાડેજા-બુમરાહની ઈજા પર કહ્યું

રવિ શાસ્ત્રીએ સકારાત્મક વિચારવાનું કહ્યું

 T20 World Cup 2022 : જો જોવામાં આવે તો ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. આ બંનેની ગેરહાજરી ચોક્કસપણે ભારત માટે એક મોટો આંચકો છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેનાથી વધુ ચિંતિત નથી.

વધુ જુઓ ...
T20 World Cup 2022 : જો જોવામાં આવે તો ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. આ બંનેની ગેરહાજરી ચોક્કસપણે ભારત માટે એક મોટો આંચકો છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેનાથી વધુ ચિંતિત નથી.

T20 વર્લ્ડ કપ 2022 શરૂ થવામાં હવે લગભગ એક સપ્તાહ બાકી છે. જો કે T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી જ શરૂ થશે, પરંતુ રોમાંચ 22 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે સુપર-12 મેચો શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

જાડેજા-બુમરાહ ઈજાના કારણે ટીમનો ભાગ નથી

જોવામાં આવે તો ટી-20 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા નથી. રવિન્દ્ર જાડેજાને ઘૂંટણની ઈજા છે જ્યારે જસપ્રિત બુમરાહને પીઠની ગંભીર સમસ્યા છે.
આ બંનેની ગેરહાજરી ચોક્કસપણે ભારત માટે એક મોટો આંચકો છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેનાથી વધુ ચિંતિત નથી. શાસ્ત્રીનું માનવું છે કે, ટી-20 વર્લ્ડ કપમાં ટીમને જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાની ખોટ પડશે, પરંતુ તે નવા ચેમ્પિયનને શોધવાની તક પણ આપશે.

આ પણ વાંચો : Ind vs Ban Asia Cup 2022 : ભારતે બાંગ્લાદેશને 59 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું

ખૂબ જ ક્રિકેટ મેચ રમાઈ રહ્યા છેઃ શાસ્ત્રી

શાસ્ત્રીએ કહ્યું, 'બુમરાહ નહીં હોય, જાડેજા નહીં હોય અને તેની અસર ટીમ પર પડશે, પરંતુ સાથે જ નવા ચેમ્પિયનને શોધવાની તક પણ હશે. બુમરાહની ઈજા દુર્ભાગ્યપૂર્ણ છે. ખૂબ જ ક્રિકેટ મેચ રમાઈ રહ્યા છે અને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. તે ઈજાગ્રસ્ત છે, પરંતુ તે કોઈ બીજા માટે પણ તક છે. ઈજાના કિસ્સામાં તમે કંઈ કરી શકતા નથી.

બુમરાહના સ્થાને હજુ સુધી કોઈ નવા ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સંકેત આપ્યો છે કે, જો મોહમ્મદ શમી કોવિડ-19માંથી સ્વસ્થ થઈને સંપૂર્ણ ફિટનેસ મેળવે તો તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ-બાય તરીકે ભારતીય ટીમમાં સામેલ કરાયેલા શમીએ જુલાઈથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી, પરંતુ શાસ્ત્રીનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયામાં રમવાનો ઝડપી બોલરનો અનુભવ ભારત માટે કામમાં આવશે.


શમીનો અનુભવ કામમાં આવશેઃ શાસ્ત્રી

શાસ્ત્રીએ કહ્યું, 'શમી પાસે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં રમવાનો ઘણો અનુભવ છે. ભારતે છેલ્લા છ વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો ઘણો પ્રવાસ કર્યો છે અને તે ટીમનો ભાગ રહ્યો છે. એટલા માટે આ અનુભવ મહત્વપૂર્ણ છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ભારતીય ટીમ ઘણી સારી છે. તેણે કહ્યું, 'મને લાગે છે કે અમારી ટીમ ઘણી સારી છે. જો તમે સેમિફાઇનલમાં સ્થાન મેળવશો તો કોઈપણ ટીમ ચેમ્પિયન બની શકે છે. તેથી સારી શરૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
First published:

Tags: Sports news, T20 World Cup 2022, ક્રિકેટ, રવિ શાસ્ત્રી, સ્પોર્ટસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો