ICC T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા પહેલીવાર કરશે ટી-20 વર્લ્ડકપની યજમાની, 7 મેદાન પર રમાશે 45 મેચ

T20 World cup 2022 : ટી-20 વર્લ્ડકપ 2022નો કાર્યક્રમ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

T20 World Cup 2022 : આ ટૂર્નામેન્ટમાં ટોપ 16 ટીમો વચ્ચે 45 મેચ રમાશે. જે ટૂર્નામેન્ટ 2020માં ઑસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, પરંતુ મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી,

  • Share this:
    વર્ષ 2021માં વર્લ્ડ કપ પોતાના નામે કરનાર ઓસ્ટ્રેલિયા આવતા વર્ષે એટલે કે 2022માં ટી20 વિશ્વ કપની મેજબાની કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આ અંગે પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ યોજવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ટોપ 16 ટીમો વચ્ચે 45 મેચ રમાશે. જે ટૂર્નામેન્ટ 2020માં ઑસ્ટ્રેલિયામાં યોજાવાની હતી, પરંતુ મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી, જે હવે આગામી વર્ષે 16 ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે. એટલે કે ઑસ્ટ્રેલિયા પાસે વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરવા માટે માત્ર 11 મહિનાનો સમય છે. તે દરમિયાન તેમને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ જાળવી રાખવા તમામ તૈયારીઓ કરવી પડશે.

    આ ટીમોને મળ્યું ગ્રીન સિગ્નલ

    સોમવારે સવારે AEDT 2021 ઈવેન્ટ પોતાના નામે કરના ઑસ્ટ્રેલિયા રનર્સ-અપ ન્યુઝીલેન્ડની સાથે આગામી વર્ષની ઈવેન્ટના સુપર 12 સ્ટેજ માટે ક્વોલિફાય થઈ ગયું છે. વિશ્વની અન્ય ટોપ 6 ટીમો - ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે પણ 2022 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં એન્ટ્રી મેળવી લીધી છે.

    ક્યાં યોજાશે ફાઇનલ ટૂર્નામેન્ટ?

    2022 T20 વર્લ્ડ કપમાં એડિલેડ ઓવલ, ધ ગાબા, જિલોંગના કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ સ્ટેડિયમ, MCG અને SCG ખાતે એક મહિના કરતાં ઓછા સમયમાં કુલ 45 મેચો રમાશે. SCG અને એડિલેડ ઓવલ ખાતે સેમી ફાઈનલ 9 અને 10 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે 13 નવેમ્બર રવિવારના રોજ MCG ખાતે ફાઈનલ મેચ યોજાશે.

    આ પણ વાંચો : T20 world Cup 2026- World cup 2031 સહિત 3 મોટી ટુર્નામેન્ટ થશે ભારતમાં, ચેક કરો ICCનું નવું કેલેન્ડર

    આ ટીમો રમશે પહેલા રાઉન્ડમાં

    આ વર્ષની ઈવેન્ટમાં સુપર-12ની બાકીની 4 ટીમો - શ્રીલંકા (2014માં ચેમ્પિયન), વેસ્ટ ઈન્ડિઝ (2012 અને 2016માં ચેમ્પિયન), સ્કોટલેન્ડ અને નામિબિયા અન્ય ચાર ટીમો સાથે પ્રથમ રાઉન્ડમાં રમશે. આ અન્ય 4 ટીમોની ઓળખ આગામી વર્ષની શરૂઆતમાં ક્વોલિફાયર ઇવેન્ટ્સ દ્વારા નક્કી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ કાર્યક્રમ આગામી જાન્યુઆરી માસમાં જાહેર કરવામાં આવશે.

    ઓસ્ટ્રેલિયા પહેલી વખત કરશે મેજબાની

    આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના સીઇઓ મિચેલ એનરાઇટે જણાવ્યું કે, આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં આ સૌથી મોટી ટૂર્નામેન્ટની મેજબાની દેશનો ઉત્સાહ વધારશે. અમે આ ટૂર્નામેન્ટ માટે ભારે ઉત્સુક છીએ.

    આ પણ વાંચો :  Hardik Pandya પાસે છે 3 કરોડ રૂપિયા સુધીની ઘડિયાળ, જુઓ ઓલરાઉન્ડરના Watch Collectionની તસવીરો

    ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટના લાંબા ઇતિહાસમાં આ પહેલી વખત બનશે જ્યારે ઓસ્ટ્રેલિય આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેમણે 2020માં મહિલા ટી20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી, જેની ફાઇનલ મેચનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published: