T20 World Cup 2021: વેસ્ટ ઈન્ડિઝની ટીમમાંથી સુનિલ નરેન બહાર, 6 વર્ષ બાદ આ અનુભવી ખેલાડીની થઈ એન્ટ્રી

T20 World Cup 2021:વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સુનીલ નારાયણને આઉટ રામપોલ ઈન. (AFP)

વેસ્ટ ઈન્ડિઝે (West Indies) ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાવાનો છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થશે.

  • Share this:
નવી દિલ્લી:  વેસ્ટ ઈન્ડિઝે (West Indies) ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાવાનો છે. જે 17 ઓક્ટોબરથી શરૂ થશે. વિન્ડિઝના પસંદગીકારોએ જાહેર કરેલી 15 સભ્યોની ટીમ (West Indies T20 World Cup Squad)માં રવિ રામપોલ (Ravi Rampaul) છ વર્ષ બાદ પરત ફર્યો છે. જ્યારે કેટલાક મોટા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

2 વખતની ટી-20 ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ટી-20 વર્લ્ડ કપ 2021 માટે પોતાની ટીમમાં સ્પિનર સુનીલ નરેન (Sunil Narine)ને સ્થાન આપ્યું નથી. વર્લ્ડ કપમાં કિરોન પોલાર્ડની આગેવાની હેઠળ ટીમ રમશે. 6 વર્ષ બાદ ટીમમાં પરત ફરનાર રામપોલ 36 વર્ષનો છે. રામપોલ છેલ્લે 2015માં T-20 આંતરરાષ્ટ્રીય રમ્યો હતો. જોકે, પસંદગીકારોએ તેના ફોર્મને જોતા તેને ટીમમાં સ્થાન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અનુભવી ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવોને પણ તક આપવામાં આવી છે. જેસન હોલ્ડર, શેલ્ડન કોટ્રેલ અને અકિલ હુસેનને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં એકથી એક ચઢિયાતા હિટર છે. જેમાં નિકોલસ પૂરન, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શેમરોન હેટમાયર, એવિન લુઇસ જેવા નામોનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડરોમાં આન્દ્રે રસેલ, ડ્વેન બ્રાવો, ફેબિયન એલન પર ઘણી અપેક્ષા છે.

T-20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ

કેરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન, ક્રિસ ગેલ, ફેબિયન એલન, ડ્વેન બ્રાવો, રોસ્ટન ચેઝ, આન્દ્રે ફ્લેચર, શિમરોન હેટમાયર, એવિન લુઇસ, રવિ રામપોલ, આન્દ્રે રસેલ, લેન્ડલ સિમોન્સ, આલ્ફોન્સો થોમસ અને હેડન વોલ્શ.

રિઝર્વ ખેલાડીઓ: ડેરેન બ્રાવો, શેલ્ડન કોટ્રેલ, જેસન હોલ્ડર અને અકિલ હુસેન

રવિ રામપોલના શા માટે મળી તક?

રવિ રામપોલના ફોર્મ અને અનુભવ તેને ટીમમાં પરત લઈ આવ્યા છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં સારા પ્રદર્શનના કારણે રવિ રામપોલને વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેણે CPL 2021માં સૌથી વધુ વિકેટ ઝડપી છે. રામપોલે 8 મેચમાં 17 વિકેટ ઝડપી છે અને તેનો ઇકોનોમી રેટ માત્ર 7.20 છે. આ ઉપરાંત રામપોલને 161 T-20 મેચનો અનુભવ છે. જેમાં તેણે 209 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: IND vs ENG:શું માનચેસ્ટર રદ થયેલી 5મી ટેસ્ટ મેચ ભવિષ્યમાં થશે? BCCIએ આપી માહિતી

વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ પર સૌનું ધ્યાન

વેસ્ટ ઈન્ડિઝ ટી-20 વર્લ્ડ કપ 2021 જીતવા માટે દાવેદાર ગણાય છે. ઉલ્લેખનીય છે કે, ગત ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ વેસ્ટ ઈન્ડિઝે જીત્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવીને 2016નો ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે પહેલાં વેસ્ટ ઈન્ડિઝે 2012માં પણ કપ જીત્યો હતો.

રમત-જગતના વધુ અને લેટેસ્ટ સમાચાર વાંચવા માટે અહિંં ક્લિક કરો...
Published by:kuldipsinh barot
First published: