T20 World Cup: વર્લ્ડકપમાં ભારતની ટીમમાં અશ્વિનને શા માટે લીધો? કોહલીએ 'પત્તું' ખોલ્યું

R AShwinની ભારતીય ટી-20 ટીમમાં ચાર વર્ષ બાદ વાપસી અને કારણ છે ટેકનિકલ

WT20 india SQuad: ટી-20 વર્લ્ડ કપ 2021: ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને (R Ashwin) સ્થાન આપવામાં આવ્યું છે. અશ્વિને તેની છેલ્લી ટી-20 મેચ 2017માં રમી હતી. ત્યારે વિરાટ કોહલીએ (Virat Kohli) ખુલાસો કર્યો છે કે અશ્વિનને 4 વર્ષ બાદ ટીમમાં પાછો કેમ લાવવો પડ્યો.

 • Share this:
  નવી દિલ્હી. રવિચંદ્રન અશ્વિન (R Ashwin)ને ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે ભારતીય ટીમમાં (India Squad for WT20)  સામેલ કરવામાં આવ્યો ત્યારે આ નિર્ણયથી બધાને આઘાત લાગ્યો હતો. અશ્વિન 4 વર્ષ બાદ વ્હાઇટ બોલ ક્રિકેટમાં પાછો ફર્યો અને તેણે યુઝવેન્દ્ર ચહલને પસંદ કર્યો છે. અશ્વિને તેની છેલ્લી વન ડે અને ટી-20 મેચ 2017માં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં રમી હતી. ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ એક પણ મેચમાં પ્લેઇંગ 11માં સામેલ કર્યો નથી. કોહલીના આ નિર્ણય પર ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે અશ્વિનની પસંદગી પર કોહલીએ હવે મૌન તોડ્યું છે.

  વિરાટ કોહલીએ કહ્યું કે, "અશ્વિને મર્યાદિત ઓવરના ક્રિકેટ માટે પોતાની કુશળતામાં ઘણો વધારો કર્યો છે. હવે તે ઘણી હિંમત સાથે વ્હાઇટ બોલ ક્રિકેટમાં બોલિંગ કરે છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં આઇપીએલમાં જોયું છે કે અશ્વિને બિગ હિટર્સ સામે શાનદાર બોલિંગ કરી છે અને બોલને યોગ્ય વિસ્તારમાં મૂક્યો છે. સ્પિનરો મોટે ભાગે પાવર-હિટર્સથી ડરતા હોય છે પરંતુ અશ્વિનને તેની કુશળતા પર સંપૂર્ણ વિશ્વાસ છે."

  શાનદાર રમત માટે પુરસ્કાર

  અશ્વિને 46 ટી-20માં 52 વિકેટ ઝડપી છે અને મોટી વાત એ છે કે તેનો ઇકોનોમી રેટ ઓવર દીઠ 7 રનથી પણ ઓછો છે. વિરાટ કોહલીનું માનવું છે કે આર અશ્વિનને આઇપીએલમાં તેની શાનદાર રમત માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. વઘુમાં કહ્યું, "અમે અશ્વિનને ઘણી વિવિધતા સાથે બોલિંગ કરતા જોયો. તે એક એવો ખેલાડી છે જેણે ઘણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. તેમને ઘણો આત્મવિશ્વાસ છે. આવા ખેલાડીઓ તેમના સ્પેલના આધારે મેચનું પાસુ ફેરવી શકે છે."

  આ પણ વાંચો : IND vs PAK: ભારત-પાકિસ્તાનની એ મેચ, જેમાં મિયાદાદે તોડ્યા હતા કરોડો ભારતીયોના દિલ

  છેલ્લી કેટલીક સિઝનમાં અશ્વિનનું પ્રદર્શન ઉત્તમ 

  અગાઉ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ અશ્વિનના સમાવેશનું કારણ જણાવતા કહ્યું હતું કે, આઇપીએલની છેલ્લી કેટલીક સિઝનમાં અશ્વિનનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. આ જ વાત તેની તરફેણમાં ગઈ હતી અને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. શર્માએ વધુમાં કહ્યું કે, જ્યારે તમે વર્લ્ડ કપ રમવા જશો ત્યારે તમારે ઓફ સ્પિનરની જરૂર પડશે. બધા જાણે છે કે આઇપીએલ 2021ના બીજા તબક્કા બાદ યુએઈમાં ટી-20 વર્લ્ડ કપ રમવાનો છે. એવામાં ટુર્નામેન્ટ દરમિયાન પીચ ધીમી પડશે અને તેનાથી સ્પિનરોને મદદ મળશે. આવી પરિસ્થિતિમાં ઓફ સ્પિનર ટીમને ખૂબ ઉપયોગી થઈ શકે છે.

  આ પણ વાંચો : T20 World Cup: 5 વર્ષ પછી T-20માં આમને સામને આવશે IND VS PAK,મેચ પહેલાં જ પાકને પડી ચુક્યો છે એક ફટકો

  ટીમ માટે ટ્રમ્પ કાર્ડ

  વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત છે, તેના સ્થાને અશ્વિનને ટીમમાં સ્થાન આપ્યું છે જે ટુર્નામેન્ટમાં ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. તેમને યુએઈમાં રમવાનો અનુભવ છે. તેથી જ તેમને ઘણું વિચાર્યા પછી શામેલ કરવામાં આવ્યા.
  Published by:Jay Mishra
  First published: