Home /News /sport /T20 World Cup 2021: આ બે ટીમો બની શકે છે ચેમ્પિયન! જાણો શું છે 5 ઓવરનો નવો નિયમ
T20 World Cup 2021: આ બે ટીમો બની શકે છે ચેમ્પિયન! જાણો શું છે 5 ઓવરનો નવો નિયમ
ટી-20 વર્લ્ડ કપ ની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.
T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપ ની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઈ રહી છે, જેમાં કુલ 16 ટીમો ભાગ લેશે અને કુલ 45 મેચ થશે. પહેલા દિવસે 2 મેચનું આયોન કરવામાં આવ્યું છે, ત્યારે સુપર-12ની મેચ 23 ઓક્ટોબરથી શરૂ થઈ જશે.
ઓમાન: ટી-20 વર્લ્ડ (T20 World Cup 2021) ની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. બાંગ્લાદેશની ટીમ સ્કોટલેન્ડ સામે ટીમ ગ્રુપબીના ક્વોલિફાય રાઉન્ડ માટે ઉતરશે. બાંગ્લાદેશને પહેલા રાઉન્ડમાં સ્કોટલેન્ડ, ઓમાન અને પાપુઆ અને ન્યૂ ગીનિ સાથે રાખવામાં આવ્યા છે. આ ગ્રુપની ટોપ 2 ટીમને સુપર 12માં સ્થાન આપવામાં આવશે. ગ્રુપ-બી વધુ એક મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગીનિ સાથે થશે. ક્લોલિફાયરના ગ્રુપએમાં આયરલેન્ડ, નૈધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા છે. સુપર 12ની મેચો 23 ઓક્ટોબર શરૂ થઈ જશે, 16 ટીમો વચ્ચે કુલ 45 મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચમાં જો વરસાદ આવશે તો બંન્ને ટીમનો વિજેતા જાહેર કરી દેવામાં આવશે.
બાંગ્લાદેશની ટીમે આ ટુર્નામેન્ટ પહેલા કેલેન્ડર વર્ષમાં 9 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે અને તે માત્ર દક્ષિણ આફ્રિકાથી પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે (2-1), ઓસ્ટ્રેલિયા (4-1) અને ન્યૂઝીલેન્ડ (3-2) સામે શ્રેણી જીતી. જો બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-બીમાં ટોચ પર રહીને ક્વોલિફાય થાય છે, તો સુપર -12 માં તેનો સામનો ભારત, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન અને ગ્રુપ-એ ની રનર્સ અપ ટીમ સાથે થશે. જો લીગ રાઉન્ડ દરમિયાન વરસાદ પડે તો ઓછામાં ઓછી એક ઇનિંગ રમવા માટે 5 ઓવરની જરૂર પડશે. તે જ સમયે, સેમિફાઇનલ અને ફાઇનલમાં, એક ઇનિંગમાં ઓછામાં ઓછી 10 ઓવર રમવામાં આવી છે.
ટી-20 વર્લ્ડ કપમાં પ્રવાસ બાંગ્લાદેશ માટે સારો રહ્યો નથી. ટીમ 2007માં પ્રારંભિક તબક્કામાંથી સુપર-8 સુધી પહોંચી હતી, જે તેમના માટે એક મહાન સફર હતી. પરંતુ ત્યાર બાદ ટીમ 2009, 2010 અને 2012માં એક પણ જીત નોંધાવી શકી નથી. 2014માં, જ્યારે ટીમોની સંખ્યા વધારીને 16 કરવામાં આવી હતી, ત્યારે બાંગ્લાદેશની ટીમે પુનરાગમન કર્યું હતું અને ગ્રુપ Aમાં ટોપ કરીને સુપર -10 સ્ટેજ પર પહોંચી હતી. જોકે, તે પછી ચારેય મેચ હારી ગઈ હતી. આ જ ટ્રેન્ડ 2016 માં પણ ચાલુ રહ્યો હતો.
બાંગ્લાદેશ યોગ્ય સમયે ફોર્મમાં પરત ફર્યું અને ટીમ આઈસીસી રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે. ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનથી આગળ છે. કેપ્ટન મહમુદુલ્લાહ એકદમ અનુભવી છે જ્યારે ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તાજેતરમાં સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સારું પ્રદર્શન કર્યા બાદ ટીમમાં જોડાયો છે. મુશફિકુર રહીમ, સૌમ્ય સરકાર અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન ટીમ માટે ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. અનુભવી ઓપનર તમીમ ઇકબાલની ગેરહાજરીમાં બેટિંગની જવાબદારી લિટન દાસ, નઇમ શેખ, શાકિબ, મુશફિકુર અને ખુદ કેપ્ટનના ખભા પર રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર