T20 World Cup: ટીમ ઇન્ડિયાના 7 ખેલાડી પ્રથમ વખત રમશે ટી-20 વર્લ્ડ કપ, રેકોર્ડ છે શાનદાર

T20 World Cup:ટીમ ઇન્ડિયાના 7 ખેલાડી પ્રથમ વખત રમશે ટી-20 વર્લ્ડ કપ

t20 world cup 2021 india squad- ટૂર્નામેન્ટની મેચો 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યૂએઈ અને ઓમાનમાં રમાશે. ટીમ ઇન્ડિયાના ગ્રૂપમાં પાકિસ્તાન છે

  • Share this:
    નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના 15 સભ્યોની જાહેરાત કરવામાં ( t20 world cup 2021 india squad)આવી છે. ટીમમાં સામેલ 7 ખેલાડી પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2021) ભાગ લેશે. જેમાં કેએલ રાહુલ (KL Rahul)સિવાય, વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant), સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)સામેલ છે. આ ખેલાડીઓ ભલે પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમવા ઉતરી રહ્યા હોય પણ તેમનો રેકોર્ડ શાનદાર છે. આ મોટી-મોટી ટીમો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ટૂર્નામેન્ટની મેચો 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યૂએઈ અને ઓમાનમાં રમાશે. ટીમ ઇન્ડિયાના ગ્રૂપમાં પાકિસ્તાન છે. બંને ટીમો વચ્ચે 24 ઓક્ટોબરે મુકાબલો થશે.

    આ 7 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે

    કેએલ રાહુલ - કેએલ રાહુલ ઓપનિંગથી લઇને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. તે 49 ટી-20 મેચમાં 40ની એવરેજથી 1557 રન બનાવી ચૂક્યો છે. 2 સદી અને 12 અડધી સદી ફટકારી છે.

    સૂર્યકુમાર યાદવ - મધ્યમક્રમનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ભલે ચાર જ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો હોય પણ તેનો ટી-20 રેકોર્ડ શાનદાર છે. તેણે 4 મેચમાં 46ની એવરેજથી 139 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઇક રેટ 170ની છે.

    ઋષભ પંત - 23 વર્ષના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી મોટી-મોટી ટીમોને ચોંકાવી છે. 33 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 512 રન બનાવ્યા છે.

    આ પણ વાંચો - T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો ક્યાં ખેલાડીને મળ્યું સ્થાન

    રાહુલ ચાહર - 22 વર્ષના યુવા લેગ સ્પિનર રાહુલ ચાહરે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. 5 ટી-20 ઇન્ટરનેશનલમાં 20ની એવરેજથી 7 વિકેટ ઝડપી ચૂક્યો છે.

    ઇશાન કિશન - 23 વર્ષના ડાબોડી યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે 3 મેચમાં 40ની એવરેજથી 80 રન બનાવ્યા છે. એક અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઇક રેટ 145ની છે.

    અક્ષર પટેલ - સ્પિન બોલર અક્ષર પટેલે 12 ટી-20 ઇન્ટરનેશનલમાં 9 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 7 થી ઓછી છે. ઓવરઓલ 156 ટી-20માં 133 વિકેટ ઝડપી ચૂક્યો છે.

    વરુણ ચક્રવર્તી - ઓફ સ્પિનર વરુણ ચક્રવર્તીએ 3 ટી-20 ઇન્ટરનેશનલમાં 2 વિકેટ ઝડપી છે. ઇકોનોમી 6 થી ઓછી રહી છે. ઓવરઓલ 24 ટી-20 મેચમાં 27 વિકેટ ઝડપી છે.

    ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

    વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

    રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
    Published by:Ashish Goyal
    First published: