નવી દિલ્હી : બાંગ્લાદેશ અને શ્રીલંકા (Sri lanka vs Bangladesh)વચ્ચે ટી-20 વર્લ્ડ કપની મેચ (T20 World Cup 2021) રમાઇ હતી. મેચ દરમિયાન શ્રીલંકાના પેસર લાહિરુ કુમારા (Lahiru Kumara)અને લિટન દાસ (Liton Das)મેદાનની વચ્ચે જ ઝઘડી પડ્યા હતા. બંને વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હતી. બંને વચ્ચેનો વિવાદ વધતો જોઈને સાથી ખેલાડીઓ બચાવમાં આવ્યા હતા.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના બાંગ્લાદેશની ઈનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. તે સમયે બાંગ્લાદેશનો બેટ્સમેન લિટન દાસ સ્ટ્રાઇક પર હતો અને લાહિરુ કુમાર ઓવર ફેંકી રહ્યો હતો. લિટને શ્રીલંકાના બોલરની બોલિંગમાં મિડ ઓફ તરફ શોટ રમ્યો હતો પરંતુ તે કેચ આઉટ થઈ ગયો. ત્યારબાદ તે પેવેલિયન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લાહિરુ અને તેમની વચ્ચે કોઈ બાબત અંગે દલીલ થઈ હતી અને બંને વચ્ચે ટરકાવ થઈ ગયો હતો. બંને વચ્ચે વિવાદ વધતો જોઈને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલો બીજા બાંગ્લાદેશી બેટ્સમેન નઈમ પણ વચ્ચે આવી ગયો હતો.
નઈમે લાહિરુને લિટોનથી ધક્કો મારી દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે શ્રીલંકાના ખેલાડીઓ પણ ગુસ્સે થયા હતા અને ત્યારબાદ બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. ઝઘડો એટલો વધી ગયો કે અમ્પાયરોએ વચ્ચે આવવું પડ્યું. પરંતુ ખેલાડીઓ તેમની વાત પણ સાંભળતા નથી. થોડા સમય પછી વિવાદ શાંત થયો હતો.
મેચની વાત કરવામાં આવે તો શ્રીલંકાએ આ મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે 20 ઓવરમાં 4 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શ્રીલંકા તરફથી ચારિથ અશલંકાએ સૌથી વધારે 80 રન બનાવ્યા હતા. અશલંકાએ 49 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 80 રન બનાવ્યા હતા. જ્યારે રાજાપક્સાએ 31 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 51 રન બનાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર