T20 World cup : ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દે તો શું થાય? જાડેજાના રોકડા જવાબનો Viral Video

અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તો શું થાય અને જો હારી જાય તો શું થાય એનવી ચિંતા જાડેજાને સહેજ પણ નથી

T20 World cup 2021 : રવિન્દ્ર જાડેજાને પત્રકારે પૂછેલા જવાબનો 'સર જાડેજા'એ રોકડો જવાબ આપી દીધો, 'અફઘાનિસ્તાન હારી જશે તો બેગ પેક કરીને ઘરે આવતા રહીશું'

  • Share this:
    Ravindra Jadeja : ભારતે (India) અફઘાનિસ્તાન (Afghanistan) અને સ્કોટલેન્ડ(Scotland)ની ક્રિકેટ ટિમને હરાવી છે. પરંતુ ભારત T-20 વર્લ્ડકપ 2021 (T-20 World Cup)ના સેમિફાઈનલ (Semifinal)માં ક્વોલિફાય કરી શકશે નહીં, તે વિશે કંઈ કહી ના શકાય. ભારતે અફઘાનિસ્તાનને 66 રનથી હરાવ્યું હતું અને સ્કોટલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. 7 નવેમ્બરના રોજ અબૂ ધાબીમાં ન્યુઝીલેન્ડ (New Zealand) અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો મેચમાં ન્યુઝીલેન્ડ હારશે તે ભારત પાસે નામીબિયાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાનો મોકો હશે. જો આ મેચમાં ન્યુઝીલેન્ડ જીતી જશે તો, તે પાકિસ્તાન સામે મેચ રમવા માટે સેમિફાઈનલમાં ક્વોલિફાય કરશે.

    મેચ બાદ રવિન્દ્ર જાડેજા (Ravindra Jad4eja) ને પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જાડેજાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, જો ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દેશે તો શું થશે? જેના જવાબમાં જાડેજાએ કહ્યું હતું કે, જો આ પ્રકારે થશે તો અમે બેગ પેક કરીને ઘરે જતા રહીશું. ઉલ્લેખનીય છે કે, દુબઈમાં રમાયેલ સ્કોટલેન્ડ સામેની મેચમાં જાડેજાએ 15 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

    આ પણ વાંચો : Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

    ભારત ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે

    પોઈન્ટ ટેબલમાં ભારત ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. નેટ રેટ રનના મામલે ભારતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતનો નેટ રન રેટ +1.619 છે. અફઘાનિસ્તાન નેટ રન રેટ +1.481 સાથે ચોથા સ્થાન પર છે. ન્યુઝીલેન્ડનો રન રેટ +1.277 છે. ભારતની સેમિફાઈનલમાં ક્વોલિફાઈ કરવાની આશા સંપૂર્ણપણે અફઘાનિસ્તાન પર નિર્ધારિત છે. આવતીકાલે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે.



    આ પણ વાંચો :  IND vs SCO: કોહલીનું 'વિરાટ' દિલ, સ્કોટલેન્ડને હરાવીને કર્યુ એવું કામ કે થઈ રહી છે પ્રસંશા

    ભારતીય ટીમની નજર

    ભારત પાસે નામિબિયાને હરાવીને સેમિફાઈનલમાં ક્વોલિફાય કરવાનો ચાન્સ હશે. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સરખામણીએ ભારત વધુ નેટ રન રેટ ધરાવે છે. સ્કીપર વિરાટ કોહલીએ સ્કોટલેન્ડ સામેની મેચ બાદ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર મેચ પર ભારતીય ટીમની નજર રહેશે. તેમણે જણાવ્યું કે, 7 નવેમ્બરે શું થાય છે તે જોવાનું રહેશે. આજના પર્ફોર્મન્સ વિશે કંઈ કહેવા ઈચ્છતા નથી. અમે જાણીએ છીએ કે, અમે શું કરી શકીએ છીએ.
    First published: