T20 World Cup 2021: આજથી વર્લ્ડ T20ની મેચની શરૂઆત, જાણો આજે કોની કોની વચ્ચે રમાશે ક્વૉલિફાઇંગ રાઉન્ડ, જાણો મેચના સ્થળ, સમયપત્રક અને વિગતો, આજે Oman VS Papua New Guinea, મસ્કત (બપોરે 3:30)
Bangladesh VS Scotland, મસ્કત (સાંજે 7:30) કલાકથી રમશે
અલ અમેરાત (ઓમાન) : આઇસીસી T20 વર્લ્ડ કપ રવિવારે 17 ઓક્ટોબરે ઓમાનમાં શરૂ થશે (The ICC T20 World Cup Schedule). ભારત ટુર્નામેન્ટનું યજમાન બનવાનું હતું પરંતુ કોવિડ -19 (COVID-19) મહામારીના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) યુએઈ (UAE) અને ઓમાનમાં આઈસીસી ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. આજથી વર્લ્ડ T20માં ક્વોલિફાઇંગ રાઉન્ડ યોજાશે. 17મી નવેમ્બર સુધી યોજાનારા આ ક્રિકેટના રોમાંચક મુકાબલાઓમાં આ વખતે સૌની નજર ભારત પાકિસ્તાનની (ICC WT20 IND VS PAK) મેચ પર તો રહેશે જ. T20 વર્લ્ડ કપના પહેલા રાઉન્ડની શરૂઆત 17 ઓક્ટોબરે પાપુઆ ન્યૂ ગિની VS ઓમાન (Papua New Guinea VS) Oman અને સ્કોટલેન્ડ VS બાંગ્લાદેશ વચ્ચે (Scotland vs Bangladesh) થશે. સુપર 12 સ્ટેજ જેમાં ભારત, વેસ્ટ ઇન્ડીઝ, ઓસ્ટ્રેલિયા અને અન્ય જેવી મોટી ટીમોનો સમાવેશ થાય છે તે 23 ઓક્ટોબરથી શરૂ થશે. સેમિફાઇનલ 10 અને 11 નવેમ્બરે થશે, જ્યારે ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે. સેમીફાઇનલ અને ફાઇનલ બંનેમાં ખરાબ હવામાન પરિસ્થિતિઓ માટે અનામત દિવસો હશે જેથી વરસાદ પડે તો પણ મેચ યોજી શકાશે. આજે ક્વોલિફાઇન્ગ રાઉન્ડમાં બાંગ્લાદેશની મેચ પણ યોજાવાની છે. જોકે, એ બાબત એવી છે કે બાંગ્લાદેશ આઈસીસી રેન્કિંગમાં ઑસ્ટ્રેલિયા કરતાં પણ આગળ છે છતાં તેણે ક્વોલિફાઇંગ રાઉન્ડ રમવો પડશે.
બાંગ્લાદેશની ટીમે આ ટુર્નામેન્ટ પહેલાં કેલેન્ડર વર્ષમાં 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે અને તે માત્ર દક્ષિણ આફ્રિકાથી પાછળ છે. દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામે (2-1), ઓસ્ટ્રેલિયા સામે (4-1) અને ન્યૂઝીલેન્ડ સામે (3-2)થી આખી શ્રેણી જીતી.
જો બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-બીમાં ટોચ પર રહીને ક્વોલિફાઈ થાય તો તો સુપર-12 માં તેનો સામનો ભારત, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન અને ગ્રુપ-એ ની રનર્સ અપ ટીમ સાથે થશે. જો લીગ રાઉન્ડ દરમિયાન વરસાદ પડે તો ઓછામાં ઓછી એક ઇનિંગ રમવા માટે 5 ઓવરની જરૂર પડશે. જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલમાં, એક ઇનિંગમાં ઓછામાં ઓછી 10 ઓવર રમાડવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે.
જોકે, T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન સારું રહ્યુ નથી. ટીમ 2007માં પ્રારંભિક તબક્કામાંથી સુપર -8 સુધી પહોંચી હતી, જે તેમના માટે એક મહાન સફર હતી. પરંતુ ત્યાર બાદ ટીમ 2009, 2010 અને 2012 માં એક પણ જીત નોંધાવી શકી નથી. 2014માં જ્યારે ટીમોની સંખ્યા વધારીને 16 કરવામાં આવી ત્યારે બાંગ્લાદેશની ટીમે પુનરાગમન કર્યું હતું અને ગ્રુપ Aમાં ટોપ કરીને સુપર-10 સ્ટેજ પર પહોંચી હતી. જોકે, તે પછી ચારેય મેચ હારી ગઈ હતી. આ જ ટ્રેન્ડ 2016માં પણ ચાલુ રહ્યો.
રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા કરતાં આગળ
બાંગ્લાદેશ યોગ્ય સમયે ફોર્મમાં પરત ફર્યું અને ટીમ આઈસીસી રેન્કિંગમાં (Bangladesh ICC Ranking)માં છઠ્ઠા સ્થાને છે. ટીમ ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને અફઘાનિસ્તાનથી આગળ છે. કેપ્ટન મહમુદુલ્લાહ એકદમ અનુભવી છે જ્યારે ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તાજેતરમાં સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2021) કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સારું પ્રદર્શન કર્યા બાદ ટીમમાં જોડાયો છે.
મુશફિકુર રહીમ, સૌમ્ય સરકાર અને ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન ટીમ માટે ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. અનુભવી ઓપનર તમીમ ઇકબાલની ગેરહાજરીમાં બેટિંગની જવાબદારી લિટન દાસ, નઇમ શેખ, શાકિબ, મુશફિકુર અને ખુદ કેપ્ટનના ખભા પર રહેશે.
ક્વોલિફાયર રાઉન્ડનું ટાઇમ ટેબલ
17 ઓક્ટોબર - Oman VS Papua New Guinea, મસ્કત (બપોરે 3:30)
Bangladesh VS Scotland, મસ્કત (સાંજે 7:30) કલાકથી જીવંત પ્રસારણ શરૂ
18 ઓક્ટોબર - Ireland VS Netherlands, અબુ ધાબી (બપોરે 3:30)
Sri Lanka VS Namibia, Abu Dhabi, અબુ ધાબી (સાંજે 7:30)
19 ઓક્ટોબર - Scotland VS Papua New Guinea , મસ્કત (બપોરે 3:30)
Oman VS Bangladesh, મસ્કત (સાંજે 7:30)
20 ઓક્ટોબર - Namibia VS Netherlands, અબુ ધાબી (બપોરે 3:30)
Sri lanka VS Ireland , અબુ ધાબી (સાંજે 7:30)
21 ઓક્ટોબર - Bangladesh VS Papua New Guinea, મસ્કત (બપોરે3:30) , Oman VS Scotland મસ્કત (સાંજે 7:30)
22 ઓક્ટોબર - Namibia VS Ireland, શારજાહ (બપોરે 3:30)
Sri lanka VS Netherlands, શારજાહ (સાંજે 7:30)
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર