T20 World Cup 2021: વર્લ્ડકપમાંથી આ ઘાતકી સ્પિનરનું પત્તુ થશે કટ, આ બોલરને કેપ્ટન કોહલી આપશે ચાન્સ

છેલ્લા ઘણાં સમયથી ટીમથી બહાર રહેલા સ્પીનર કુલદીપ યાદવનું ટી-20 વર્લ્ડ કપમાંથી પત્તુ કપાઈ શકે છે. (તસવીર- ટ્વવિટર)

T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપ આવતા મહિને યુએઈ (UAE)માં શરૂ થશે. જના માટે BCCI ટૂંક સમયમાં ટીમની જાહેરાત કરી શકે છે.

  • Share this:
    નવી દિલ્લી: ટી-20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021)નું આયોજન આવતા મહિને યુએઈ(UAE)માં કરવામાં આવી શકે છે. આ ટૂર્નામેન્ટમાં તમામ દેશો તેમની ટીમની જાહેરાત કરી રહ્યા છે. એવમાં મંગળવાર અથવા બુધવારે ટીમની જાહેરાત કરી શકે છે. ટીમમાં અનેક યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી શકે છે. જે લોકોએ આઈપીએલ અને બાકીની ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યું છે જેમાં આ રમતના દિગગ્જ ખેલાડીઓના નામ પણ સામેલ હશે.

    કુલદીપનું પત્તુ નક્કી કપાશે

    ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવ (Kuldeep Yadav)નું વર્લ્ડ કપ ટીમમાંથી પત્તુ કટ થવું લગભગ નિશ્ચિત છે. કુલદીપનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિવાય કુલદીપને IPL માં પલેઈંગ 11માં તેની ટીમમાં સ્થાન મેળવવામાં પણ અસફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં જો ટીમની જાહેરાત સમયે તેનું નામ લેવામાં નહીં આવે તો તે મોટી વાત નહીં હોય. ભારત પાસે અત્યારે ઘણા ઉત્તમ સ્પિનરો છે.

    કુલદીપ સામે આ બે ખેલાડીઓનું BCCI પાસે ઓપ્શન

    કુલદીપ યાદવનું કાર્ડ કાપવા માટે BCCI પાસે આ સમયે બે મોટા વિકલ્પો હશે. જ્યારે ભારતીય ટીમના પસંદગીકારો આગામી મહિને આઈસીસી (ICC) ટી 20 વર્લ્ડ કપ માટે તેમની ટીમ પસંદગી કરશે, ત્યારે તેઓ વધારાના સ્પિનરની ભૂમિકા માટે ક્યાં તો બોલર વરુણ ચક્રવર્તી અને ઝડપી લેગ બ્રેક બોલર રાહુલ ચાહરને ચાન્સ આપી શકે છે.

    ચહલ જાડેજાનું સ્થાન પાક્કું

    ટીમમાં સ્પિનરો માટે યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન લગભગ નિશ્ચિત છે. વધારાના સ્પિનર ​​માટે, તે IPL (IPL 2021)માં શાનદાર પ્રદર્શન કરનાર ચક્રવર્તી (Varun Chakravarthy) અને શ્રીલંકા પ્રવાસ પર પ્રભાવિત કરનાર રાહુલ ચાહર (Rahul Chahar) વચ્ચેમાંથી કોઈ એક હોઈ શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી જો સંપૂર્ણ રીતે ફિટ હોય તો આ ત્રણની પસંદગી લગભગ નિશ્ચિત છે. દીપક ચાહર અને મોહમ્મદ સિરાજ પણ આમાં પ્રબળ દાવેદાર છે.

    આ પણ વાંચો: શાર્દુલ ઠાકુરે કર્યો ખુલાસો, મહેન્દ્રસિંહ ધોનીએ આપેલી સલાહથી બદલાઈ જીંદગી

    આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઇમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. જ્યારે આ ટુર્નામેન્ટની અંતિમ મેચ 16 નવેમ્બરે રમાશે. જોકે બીસીસીઆઈએ સત્તાવાર રીતે આ અંગે ખુલાસો કર્યો નથી. વાસ્તવમાં આ ટુર્નામેન્ટ આઈપીએલ ફાઇનલના થોડા દિવસો બાદ શરૂ થશે. આઇપીએલની ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.
    Published by:kuldipsinh barot
    First published: