Home /News /sport /T20 World Cup: ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે પાકિસ્તાનની ઓપનિંગ જોડી, જાણો કેવી રીતે
T20 World Cup: ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે પાકિસ્તાનની ઓપનિંગ જોડી, જાણો કેવી રીતે
પાકિસ્તાન ક્રિકેટ ટીમની આ જોડી ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. (AFP)
T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપની 17 ઓક્ટેબરથી શરૂઆત થવા જઈ રહી છે. એટલે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય હવે બાકી રહ્યો છે. ત્યારે ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટક્કર 24 ઓક્ટોબરના દિવસે થઈ શકે છે. પાકિસ્તાની ઓપનિંગ જોડી ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) શરૂ થવામાં હવે એક અઠવાડિયાનો સમય બાકી છે. ત્યારે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઈ અને ઓમાનમાં યોજાશે. ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે (India vs Pakistan) 24 ઓક્ટોબરે રમાશે. મેચની તમામ ટીકિટો એક જ કલાકમાં વેચાઈ ગઈ હતી, એવામાં દર્શકો ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે પાકિસ્તાન સામે ટી -20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ઘણો સારો છે. ટીમ ક્યારેય પાકિસ્તાન સામે હારી નથી અને તમામ 5 મેચોમાં જીત મેળવી છે.
આ વર્ષની ટી -20 ના આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizvan)ની જોડી સૌથી ખતરનાક સાબિત થઈ છે. બંને બેટ્સમેનોએ 57 ની એવરેજથી 736 રનની ભાગીદારી કરી છે. તેણે આ રન ટી -20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યા છે. આ સિવાય શિખર ધવન અને પૃથ્વી શોની જોડીએ અત્યાર સુધીમાં 712 રનની ભાગીદારી કરી છે. પરંતુ ધવન અને શો બંને ટી 20 વર્લ્ડ કપની ટીમમાં નથી. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલની જોડીએ પણ 600 થી વધુ રન ઉમેર્યા છે. પરંતુ મયંક વર્લ્ડ કપ ટીમમાંથી પણ બહાર છે.
બાબર અને રિઝવાનની જોડી નંબર 1
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને 1 જાન્યુઆરી, 2021થી અત્યાર સુધીમાં 3 સદી અને 2 અડધી સદી સાથે 13 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 736 રન કર્યા છે. આમાંથી 521 રન ઓપનિંગ જોડી તરીકે આવ્યા છે. 197 રનની સર્વોચ્ચ ભાગીદારી. આ જોડી વર્લ્ડ કપમાં પણ ઓપનિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં આ જોડી ટી 20 વર્લ્ડ કપ માટે ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો રિઝવાન પહેલા અને બાબર બીજા નંબરે છે. મોહમ્મદ રિઝવાને 17 મેચમાં 94 ની એવરેજથી 752 રન બનાવ્યા છે. જેમાં તેની સ્ટ્રાઈક રેટ 140ની છે. એક સદી અને 7 અડધી સદી ફટકારી છે. કેપ્ટન બાબરે 17 મેચમાં 37 ની એવરેજથી 523 રન બનાવ્યા છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 133 છે. એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.
આઈપીએલ 2021ની છેલ્લી 2 મેચમાં મુંબઈ તરફથી ઓપનર તરીકે રમતી વખતે યુવા બેટ્સમેન ઈશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. તેણે હૈદરાબાદ સામે 84 અને રાજસ્થાન સામે અણનમ 50 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ઈશાન અને રોહિત શર્માને ઓપનિંગ તરીકે મોકલી શકાય છે. જોકે કેએલ રાહુલે આઈપીએલમાં ઓપનર તરીકે 600 થી વધુ રન બનાવ્યા છે. કોહલીએ ઓપનર તરીકે ઉતરવાની વાત પણ કરી છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાન કોને તક આપશે, તે જોવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર