Home /News /sport /T20 World Cup: કાશ્મીર હિંસાના કારણે IND VS PAKની મેચ રદ થશે? રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
T20 World Cup: કાશ્મીર હિંસાના કારણે IND VS PAKની મેચ રદ થશે? રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
ભારત-પાકિસ્તાનની મેચ તો રમવી અનિવાર્ય જ છે કારણ કે તે આઈસીસી ટૂર્નામેન્ટ છે : શુક્લા
ICC T20 World Cup 2021: 24 ઑક્ટોબરે T20 World Cupમાં ભારત પાકિસ્તાનની મેચ થવાની છે. જોકે, કાશ્મીરમાં આતંકવાદીઓએ મજૂરોને નિશાને બનાવતા પાકિસ્તાન સામે વિરોધના સૂર ઉઠ્યા છે.
નવી દિલ્હી : 24 ઑક્ટોબરે T20 World Cupમાં ભારત પાકિસ્તાનની (IND VS Pak) મેચ થવાની છે. જોકે, આ મેચ પહેલાં કાશ્મીરમાં માહોલ તંગ છે. આતંકવાદીઓ મજૂરોને નિશાન બનાવી રહ્યા હોવાથી ભારત-પાકિસ્તાન (IND VS PAK Match in T20WC) મેચને રદ કરવાના સૂર ઉઠી રહ્યા છે. જોકે, આ અંગે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ (BCCI VP Rajeev Shukla on IND VS PAK Match) આ અંગે નિવેદન આપ્યું છે. સૌ કોઈ જાણે છે કે ટી-20 વર્લ્ડકપ એ આઈસીસીની ટુર્નામેન્ટ છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાન સામે રમ્યા સિવાય છૂટકો નથી.
રાજીવ શુક્લાએ કહ્યું કે 'ICC T20 World Cup 2021 માં ભારતે પાકિસ્તાને રમવું પડે કારણ કે આ આઈસીસી ટુર્નામેન્ટમનાં છે. જેમાં કોઈ પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ ઇન્કાર કરી શકે નહીં. રાજીવ શુક્લાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે કાશ્મીરમાં થયેલી હિંસાની અમે નિંદા કરીએ છીએ. કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી થવી જોઈએ. આઈસીસી સાથેની આંતરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના કારણે તમે કોઈ મેચ રમવાથી ઇન્કાર કરી શકતા નથી. એટલે તમારે આઈસીસી ટુર્નામેન્ટમાં તો ફરજિયાત રમવું જ પડશે.'
ભારત પાકિસ્તાન વચ્ચે 5 વર્ષ પછી T20 મેચ
ભારત અને પાકિસ્તાનને (IND VS PAK Group of W-T20) એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે 20 માર્ચ, 2021 ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. દરેક જૂથમાં બાકીની બે ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપનાો એક રાઉન્ડપૂર્ણ થયા બાદ પસંદ થશે. ભારત T-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 5-0થી આગળ છે. ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લી T-20 મેચ વર્ષ 2016માં ઈડન ગાર્ડનમાં T20 World Cup કપ દરમિયાન રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
2008માં આતંકવાદી હુમલા બાદ દ્વીપક્ષીય મેચ નથી રમતું ભારત
નવેમ્બર 2008 માં મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી. આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થાય છે. આમ છેલ્લે આઈસીસી વર્લ્ડકપમાં રમ્યા બાદ બંને દેશો પછી 5 વર્ષે આ મૌકા-મૌકા જંગ આવી રહ્યો છે જે વર્લ્ડ ટી-20ના સ્વરૂપમાં હશે.
ભારત સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમને ઝટકો
ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ ને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના હાઇ પર્ફોમન્સ કોચિંગ પ્રમુખ બ્રેડબર્ને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેડબર્ન 3 વર્ષથી પીસીબી સાથે જોડાયેલા હતા. સપ્ટેમ્બર 2018થી જૂન 2020થી વચ્ચે બ્રેડબર્ન પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફિલ્ડીંગ ટીમના કોચ હતા. ત્યારબાદ તેમણે કોચિંગના ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર