T20 World Cup : પ્રથમ વોર્મઅપ મેચમાં ભારતનો વિજય, ઇશાન અને કેએલ રાહુલની અડધી સદી

T20 World Cup- ઇશાન કિશન 46 બોલમાં 70 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો (તસવીર- બીસીસીઆઈ)

T20 World Cup 2021- ઇશાન કિશન 46 બોલમાં 70 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 7 ફોર અને 3 સિક્સર ફટકારી, ટીમ ઇન્ડિયા બીજી વોર્મ અપ મેચમાં (Warm-Up match)20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

  • Share this:
    દુબઈ : ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2021) શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે (Team India)પ્રથમ વોર્મ અપ મેચમાં (India vs England Warm-Up match)ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ઇશાન કિશન (Ishan Kishan) 70 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. આ સિવાય કેએલ રાહુલે (KL Rahul)51 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા બીજી વોર્મ અપ મેચમાં (Warm-Up match) 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ પહેલા એક વોર્મઅપ મેચમાં પાકિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો.

    પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 82 રનની ભાગીદારી

    189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને ઇશાન કિશન અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 82 રન જોડ્યા હતા. કેએલ રાહુલ 24 બોલમાં 51 રન બનાવી માર્ક વુડની ઓવરમાં આઉટ થયો હતો. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પછી વિરાટ કોહલી (11) મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તે લિવિંગસ્ટોનના બોલે આઉટ થયો હતો.

    આ પણ વાંચો - ICC T20 World Cup Schedule: ટી-20નો મહાસંગ્રામ શરૂ, ભારત સહિતની તમામ મેચનું ટાઇમ ટેબલ, જાણો ફક્ત એક ક્લિકમાં

    ઇશાન કિશન રિટાયર્ડ હર્ટ

    ઇશાન કિશન 46 બોલમાં 70 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેણે 7 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તે 9 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. રિષભ પંત 29 અને હાર્દિક પંડ્યા 16 રન બનાવી અણનમ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાને અંતિમ 2 ઓવરમાં જીત માટે 20 રન બનાવવાના હતા. ક્રિસ જોર્ડનની 19મી ઓવરમાં 23 રન બનાવી જીત મેળવી લીધી હતી.

    ભારતીય બોલરો ફેઇલ

    આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ સૌથી વધારે 49 રન બનાવ્યા હતા. આ સિવાય મોઇન અલીએ અણનમ 43 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર એકપણ વિકેટ ઝડપી શક્યો ન હતો. તેણે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા. લેગ સ્પિનર રાહુલ ચાહરે 4 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સૌથી વધારે 3 વિકેટ મળી હતી. બુમરાહે 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ ઝડપી હતી. અશ્વિને 4 ઓવરમાં 23 રન આપ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: