પાકિસ્તાનના યુવકે કહ્યું- ટીમ હારી તો ટીવી નહીં તોડીએ, અબ્બુ ઘરેથી કાઢી મુકશે, Video વાયરલ

મોટાભાગના જવાબમાં પાકિસ્તાની લોકોમાં ટીમની જીતને લઇને આત્મવિશ્વાસ જોવા મળ્યો ન હતો.

IND vs PAK T20 World Cup match- પાકિસ્તાની યુટ્યૂબર સના અહમદે લાહોરના રસ્તા પર જ્યારે લોકોને પૂછ્યું કે ભારત-પાકિસ્તાનમાં કોણ જીતશે. તો ઘણા ફની જવા સાંભળવા મળ્યા હતા

  • Share this:
    લાહોર : ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup)ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર હાઇ વોલ્ટેજ મુકાબલા (IND vs PAK T20 World Cup)પહેલા પાકિસ્તાનમાં લોકો મેચના (IND vs PAK)પરિણામ પર ચર્ચા કરી રહ્યા છે. આવામાં પાકિસ્તાની યુટ્યૂબર સના અહમદે લાહોરના રસ્તા પર જ્યારે લોકોને પૂછ્યું કે ભારત-પાકિસ્તાનમાં (T20 World Cup IND vs PAK Match)કોણ જીતશે. તો ઘણા ફની જવા સાંભળવા મળ્યા હતા. મોટાભાગના જવાબમાં પાકિસ્તાની લોકોમાં ટીમની જીતને લઇને આત્મવિશ્વાસ જોવા મળ્યો ન હતો.

    સવાલો પર મળ્યા ફની જવાબ

    જ્યારે એક યુવકને પુછવામાં આવ્યું કે તમે હાર્યા પછી ટીવી તો તોડશો નહીં. તેના પર તેણે કહ્યું કે અમે મેચને દિલ પર લેતા નથી કારણ કે ટીવી મોંઘી આવે છે, અબ્બુ ઘરેથી કાઢી મુકશે. એક યુવતીએ કહ્યું કે ભારત સામે આપણી ટીમ ટી-20 વર્લ્ડ કપ તો શું વન-ડેમાં પણ જીતી શકી નથી. આવા પ્રકારના ઘણા જવાબોમાં પાકિસ્તાની લોકોમાં પાકિસ્તાનની જીતને લઇને વધારે કોન્ફિડેન્ટ જોવા મળ્યો નથી.

    પીએમ ઈમરાન ખાને આપ્યો છે જીતનો મંત્ર

    ઈમરાન ખાન સાથેની મુલાકાત અંગે પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે જ માહિતી આપી હતી. બાબર આઝમે જણાવ્યું કે 'અમે દુબઈ આવ્યા તે પહેલાં વઝીર-એ-આઝમ સાથે અમારી વાત થઈ હતી. તેમણે પોતાનો અનુભવ જણાવ્યો હતો અને કહ્યું હતું કે વર્ષ 1992ના વર્લ્ડકપનો માહોલ કહેવો હતો. તેમની અને ટીમની બોડી લેંગ્વેજ કેવી હતી.

    આ પણ વાંચો - IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં

    રમીઝ રાજાએ પણ આપી સલાહ

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન રમીઝ રાજાએ (ramiz Raja) પણ મોટા મુકાબલા પહેલાં બાબર અને અન્ય પાકિસ્તાની ખેલાડીઓ સાથે વાત કરી હતી. પાકિસ્તાની ટીમ સાથેની મુલાકાત દરમિયાન રાજાએ ખેલાડીઓને બહારના ઘોંઘાટથી બચવા અને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. બાબર આઝમે કહ્યું ચેરમેને અમને કહ્યું, 'તમે તમારી જાતને જેટલી શાંત રાખશો જેટલી સરળ રાખશો તેટલું વધુ સારું રહેશે'.

    ભારત 5-0થી આગળ

    ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે જ રહે છે. હંમેશાની જેમ ભારત પાકિસ્તાન સામે દબાણમુક્ત થઈને રમે છે. વધુમાં આ વખતે ભારતની ટીમ સાથે ગુરૂ ધોની પણ છે. એમ.એસ.ધોનીના નેતૃત્ત્વમાં આ ટીમ ખૂબ સારું દેખાવ કરી ચુકી છે ત્યારે ભારતને આ ટુર્નામેન્ટમાં મેન્ટર ધોનીનો ખૂબ ફાયદો થવાની શક્યતા છે. ભારત આ ટુર્નામેન્ટમાં આઈસીસી લેવલે 5-0થી આગળ છે.
    Published by:Ashish Goyal
    First published: