T20 World Cup: આ તસવીર યાદ છે? જાણો યુસુફ પઠાણથી લઈને જોગિંદર સિંઘ સુધી 2007 T-20WCની જીતના હીરો ક્યાં છે

આઈસીસી વર્લ્ડ ટી-20ની વિનર ટીમના આ છે સભ્યો જાણો અત્યારે કોણ ક્યાં છે અને શું કરે છે

T20 World Cup 2021: આઈસીસી વર્લ્ડ T-20ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જાણો વર્લ્ડ કપ 2007ની ટીમના હીરો ક્યાં છે અને શું કરે છે?

 • Share this:
  આઈસીસી વર્લ્ડ ટી-20 (ICC Men's T20 World Cup 2021)ની શરૂઆત થઈ ગઈ છે. દુબઈ અને ઓમાન તેમજ અબુધાબીમાં યોજાનારા આ ક્રિકેટના મહાસંગ્રામ માટે ટીમો મેદાને છે. ભારતીય ટીમે પણ ગઈકાલે વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડ સામે જીત મેળવી અને નક્કર શરૂઆત કરી નાખી છે. આ વખતે ટીમમાં ઘણા નવા ચહેરાઓ છે. જોકે, 20 World Cup-2007થી જ્યારે પહેલીવાર આ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે જ ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. યુવરાજસિંઘની છ સિક્સર હોય (Yuvraj Singh's 6 sixes) હોય કે પછી ફાઇનલમાં જોગિંદર સિંઘના બૉલ પર આઉટ થયેલો મિસ્બા ઉલ હક બધું જ જાણે કે ગઈકાલે બન્યું હોય તેવું લાગે. જોકે, વાંચકોનને એ જાણવું ખરેખર ગમશે કે આઈસીસી વર્લ્ડ ટી-20ની 2007ની (Where is T20 World Cup 2007 Winner team india's Hero) ભારતની વિજેતા ટીમના હીરો ક્યાં છે અને શું કરે છે.

  ધોની : ધોનીએ બધાને ખોટા સાબિત કર્યા અને માત્ર ટી -20 માં 2007 ની આઇસીસી ટ્રોફી જી જીતી નથી પરંતુ બીજી ઘણી શ્રેણીઓ પણ જીતી. હાલમાં, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના સુકાની તરીકેની જવાબદારી પૂરી કર્યા બાદ અને IPL 2021 નો ખિતાબ જીત્યા બાદ તેને BCCI દ્વારા ટી 20 WC 2021 માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

  યુવરાજ સિંહ: 2007માં વર્લ્ડ ટી-20ની ટ્રોફી જીતવાનું મુખ્ય કારણ આ આક્રમક બેટ્સમેન હતો. સ્ટુઅર્ટ બ્રોડના 6 બૉલમાં 6 સિક્સર સિવાય, યુવરાજ સિંઘ તે વ્યક્તિ હતો જેણે ટીમ માટે સૌથી વધુ જરૂરી હોય ત્યારે રન કર્યાં હતા. ઓલરાઉન્ડરે કેન્સર સહિત અનેક પડકારોનો સામનો કર્યો હતો પરંતુ તમામ પર કાબૂ મેળવ્યો હતો. તેણે 2013માં ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું હતું, પરંતુ તેને ફરીથી યોગ્ય સ્થાન મળ્યું નહોતું. આ ડાબોડી ખેલાડી થોડા વર્ષો સુધી IPLમાં રમ્યો અને અંતે 2019માં નિવૃત્ત થયો અને હવે ક્રિકેટને નજીકથી અનુસરે છે.

  વીરેન્દ્ર સહેવાગ: ભારતના સૌથી સફળ ઓપનર પૈકીના એક બેટરની કારકિર્દી 2007માં તદ્દન ખાડે ગઈ હતી. હકીકતમાં તેને ટેસ્ટ અને વનડે ટીમોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેના સ્વભાવને કારણે તેને આ નવી ટી-20ની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સેહવાગે ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યુ અને અન્ય ટીમોમાં પણ વાપસી કરી અને 2011ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. હાલમાં, સહેવાગ એક અગ્રણી હિન્દી કોમેન્ટેટર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે.

  આ પણ વાંચો :  IND VS PAK: કોહલીની જેમ બાબર આઝમ પણ છે કારનો શોખીન, એકથી એક ચડિયાતી કારનું છે કલેક્શન

  ગૌતમ ગંભીર: ગંભીરે વર્ષ 2007માં ભારતને ટી-20 વર્લ્ડકપ જીતવામાં મદદ કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરની સૌથી મહત્વપૂર્ણ ઇનિંગ્સ ફાઇનલમાં હતી જ્યાં તેણે 75* રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને યોગ્ય સ્કોર સુધી પહોંચાડ્યું હતું. સરેરાશ ફ્લોપ શો બાદ તેને ટીમ ઇન્ડિયામાંથી પડતો મૂકવામાં આવ્યો હતો પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ ના કેપ્ટન તરીકે આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું હતું અને ફ્રેન્ચાઈઝીને બે આઈપીએલ ટ્રોફી અપાવી હતી. વર્ષ 2018માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કર્યા બાદ, તે હવે ટીવી કોમેન્ટેટર છે. તે મજબૂત મંતવ્યો માટે જાણીતો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂટણીમાં દિલ્હી પૂર્વમાંથી ભાજપની ટિકિટ પર જીતીને ગંભીર હવે લોકસભામાં સાંસદ છે.

  રોબિન ઉથપ્પા: આ મિડલ ઓર્ડર બેટસમેન 2007ના વર્લ્ડકપમાં આક્રમકની સાથે સાથે સ્થિર રીતે રમ્યો હતો, પરંતુ 2007 વર્લ્ડ ટી 20 બાદ ઉથપ્પાએ બેટ સાથે અસંગત રન બનાવ્યા હતા. ટૂંક સમયમાં જ તેને પડતો મુકવામાં આવ્યો, પરંતુ IPL આવી અને ઉથપ્પા KKR માટે સતત રમ્યો. 2014માં તેના પ્રદર્શનથી તેને ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ મળી પરંતુ યુવાન ખેલાડીઓ સતત ઉભરતા હોવાથી તે તેની સાથે રહી શક્યો નહીં. ઉથપ્પા હાલમાં સ્થાનિક ક્રિકેટ રમે છે અને આઈપીએલ 2021માં તે ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો અને કેટલીક મેચમાં સારું પ્રદર્શન પણ કર્યુ હતું. ઉથ્થપા આ વર્ષે ફરી ચમક્યો છે પરંતુ ભારતીય ટીમનો ભાગ ક્યારેય નહીં બની શકે.

  રોહિત શર્મા: 'હિટમેન'એ મુંબઈની સ્થાનિક ટીમ માટે અદ્ભુત પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટી-20 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની બિનઅનુભવીતાને ધ્યાનમાં લેતા, તેને તમામ રમતોમાં ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. પાકિસ્તાન સામેની ફાઇનલમાં જ્યારે ભારત સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે રોહિત ક્રમમાં નીચલા બેટિંગ કરવા આવ્યો હતો અને માત્ર 16 બોલમાં 30 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેણે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને હિટમેન તરીકે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આલેખાઈ ગયો. રોહિત હવે વિરાટની ગેરહાજરીમાં કેપ્ટનશીપ પણ કરે છે.

  એમએસ ધોની પછી બીજા કીપર તરીકે ટીમનો ભાગ હતો. જોકે, કાર્તિક મોટી છાપ બનાવી શક્યો નથી.


  દિનેશ કાર્તિક: એમએસ ધોની પછી બીજા કીપર તરીકે ટીમનો ભાગ હતો. જોકે, કાર્તિક મોટી છાપ બનાવી શક્યો નથી. તેને ઘણી વખત પડતો મૂકવામાં આવ્યો હતો અને પાછો લેવામાં આવ્યો હતો, પરંતુ તે તેની જગ્યા સીલ કરી શક્યો નથી. જોકે, કાર્તિક સતત ડોમેસ્ટિક અને આઈપીએલ ક્રિકેટ રમતો રહ્યો. 2018માં KKR દ્વારા તેને કેપ્ટનશીપ આપવામાં આવી હતી અને તે સારું કરી રહ્યો હત્યારે તેણે અધવચ્ચે જ કેપ્ટનશીપ છોડી દીધી અને ઇઓન મોર્ગનને સોંપી દીધી હતી. ટીમ IPL 2021 ની ફઇનલમાં પહોંચી પણ કાર્તિક હજુ સુધી નિવૃત્ત થયો નથી. આંતરાષ્ટ્રીય મેચમાં તેણે કોમેન્ટ્રીમાં પ્રવેશ કર્યો છે

  આ પણ વાંચો :  ICC T20 World Cup Schedule: ટી-20નો મહાસંગ્રામ શરૂ, ભારત સહિતની તમામ મેચનું ટાઇમ ટેબલ, જાણો ફક્ત એક ક્લિકમાં

  ઇરફાન પઠાણ: તે આ ટીમનો અભિન્ન ભાગ હતો પરંતુ તેની કારકિર્દી અકાળે ઇજાઓના કારણે બહુ લાંબી ન ચાલી. પઠાણે આખી મુસાફરીમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ ફાઇનલમાં તેનું પ્રદર્શન સનસનાટીભર્યું હતું કારણ કે તેણે 3 વિકેટ લીધી અને 4 ઓવરના તેના ક્વોટામાં માત્ર 16 રન આપ્યા. તેણે શાહિદ આફ્રિદીની મહત્વની વિકેટ પણ લીધી હતી. પઠાણને 2008માં પડતો મુકવામાં આવ્યો હતો અને 2011માં તેણે પુનરાગમન કર્યું હતું, પરંતુ થોડા મહિનામાં તે ફરીથી ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તે હવે એક ટીવી કોમેન્ટેટર છે

  યુસુફ પઠાણ: જ્યારે મોટા ભાઈ યુસુફપઠાણને તેની જબરદસ્ત હિટિંગ ક્ષમતા માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેને ફક્ત ફાઇનલમાં જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો - જે તેનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ પણ હતું. તેને ઓપનર તરીકે મોકલવામાં આવ્યો હતો અને તેણે થોડી હિટ્સ સાથે સારી શરૂઆત કરી હતી પરંતુ ટૂંક સમયમાં જ આઉટ થઈ ગયો હતો. વર્લ્ડ ટી 20 જીત પછી, તેને ટીમમાં ક્યારેક ક્યારેક સ્થાન મળતું રહ્યું. તે 2011ના વર્લ્ડકપની વિનિંગ ટીમનો સભ્ય પણ હતો. જોકે, તે જીત પછી તરત જ ખરાબ પ્રદર્શે તેને બહાર ધકેલી દીધો. પઠાણે KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) જેવી ટીમો માટે IPL રમવાનું ચાલુ રાખ્યું. હાલમાં તેની આઇપીએલ કારકિર્દી પણ સમાપ્ત થતાં તે વતન બરોડામાં તેની બીજી ઇનિંગ્સનો આનંદ માણે છે.

  યુસુફ પઠાણ હવે નિવૃત્તીની જિંદગી ગાળી રહ્યો છે.


  અજીત અગરકર: જ્યારે તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંનો એક હતો. વર્લ્ડકપ બાદ તેણે IPLમાં ભાગ લીધો અને મુંબઈ માટે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. 201 માં, રાષ્ટ્રીય પુનરાગમન ની કોઈ આશા વગર અગરકરે નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે ટૂંકા ગાળા માટે મુંબઈ ક્રિકેટના સિલેક્ટર તરીકે પણ સેવા આપી હતી. હાલમાં, તે કોમેન્ટેટર છે અને હિન્દી અને અંગ્રેજી બંનેમાં સારું બોલે છે અને કેટલીકવાર એક્સપર્ટ તરીકે પણ આવે છે.

  પિયુષ ચાવલા: 2007માં 18 વર્ષની ઉંમરે તે શ્રેષ્ઠ ઉભરતા સ્પિનરોમાંનો એક હતો, તેણે 2007 માં વર્લ્ડ ટી 20 રમી હતી. જોકે, તેને કોઈ મેચમાં સ્થાન મળ્યું નહોતું. આગામી વર્ષોમાં તેને થોડી તકો મળી પરંતુ તેની જગ્યાએ અન્ય સ્પિનરો આવ્યા અને ટૂંક સમયમાં તેને પડતો મૂકવામાં આવ્યો. જોકે તે આઈપીએલમાં ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને શરૂઆતમાં કિંગ્સ ઈલેવન પંજાબનો મુખ્ય સ્પિનર ​​હતો. તેણે 2010માં પણ પુનરાગમન કર્યું અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં પણ સ્થાન મેળવ્યું. જો કે, તે પછી, તેણે 2012 ની વર્લ્ડ ટી 20 સહિત કેટલીક રમતો રમી પરંતુ તે પછી તેને સારા પ્રદર્શનના અભાવે પડતો મૂકવામાં આવ્યો. IPLમાં ચાવલા KKR માં ગયો અને તેમના માટે મહત્વનો સ્પિનર બની ગયો હાલમાં ચાવલાએ IPL રમવાનું ચાલુ રાખ્યું છે અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) કેમ્પનો ભાગ છે.

  જોગીન્દર શર્મા: આ બોલરને કોણ ભૂલી શકે? ખાસ કરીને 2007ના વર્લ્ડ ટી 20ની ફાઇનલમાં તેની યાદગાર અંતિમ વિકેટ કોઈ ભૂલી નહીં શકે. જોગીન્દરનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું હતું. જોકે, આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય રમત હતી. વિશ્વ ટી -20 2007 બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને IPLમાં CSK દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો અને 3 આવૃત્તિઓ માટે લીગ રમી હતી પરંતુ તે રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરી શક્યો ન હતો. બાદમાં તેને હરિયાણા પોલીસ દ્વારા સરકારી નોકરીના પદની ઓફર કરવામાં આવી હતી અને વર્ષોથી તે રેન્ક દ્વારા આગળ વધ્યો છે. હાલમાં, તે નાયબ પોલીસ અધિક્ષક (DysP) છે.

  હરભજન સિંહ: સ્પિનર ​​વર્લ્ડ ટી -20 2007 ટીમના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓમાંનો એક હતો. તે ભારતીય ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે નિર્ણાયક સફળતા મેળવી હતી. તે થોડા સમય માટે ભારતનો મુખ્ય સ્પિનર ​​હતો અને 2011નો વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.. જોકે, તે પછી, તે ફોર્મના અભાવને કારણે ટીમથી દૂર હતો. તેણે 2015-16માં પુનરાગમન કર્યું, પરંતુ તે લાંબુ નહોતું. ત્યારબાદ ભજ્જી ટીવી કોમેન્ટેટર અને એનાલિસ્ટ બન્યો. તે હજુ પણ IPLમાં રમે છે અને હાલમાં KKRનો ભાગ છે.

  આ પણ વાંચો : T20 World Cup: કાશ્મીર હિંસાના કારણે IND VS PAKની મેચ રદ થશે? રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

  આરપી સિંહ: આ માણસ તેના ક્રિકેટિંગ સમય દરમિયાન સૌથી ઘાતક બોલરોમાંનો એક હતો કારણ કે તે બોલને લાંબા સમય સુધી સ્વિંગ કરી શકતો હતો જેના કારણે બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જાઈ હતી. તે ટુર્નામેન્ટનો સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જો કે, 2009માં ખરાબ પ્રદર્શનને કારણે તેને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે 2011માં પુનરાગમન કર્યું, પરંતુ તે પોતાનું સ્થાન સીલ કરી શક્યો નહીં. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાત માટે રમવાનું ચાલુ રાખ્યું. આઈપીએલમાં તેણે 2009ની સિઝનમાં પર્પલ કેપ જીતી હતી. આજકાલ, તે હિન્દી ટીવી કોમેન્ટેટર બની ગયો છે.

  શ્રીસંથે ત્યારબાદ તેના પર લાગેલા બેનને સમાપ્ત કરવા માટે બીસીસીઆઈને અનેકવાર રજૂઆત કરી હતી જે ગત વર્ષે હટાવી લેવામાં આવ્યો


  એસ શ્રીસંથ : પોતાના કરિયર દરમિયાન સૌથી ઘાતક બૉલર તરીકે શ્રીસંથ જાણીતો હતો. વર્લ્ડ ટી-20 2007માં તે ભારતની વિજેતા ટીમનો મુખ્ય બૉલર હતો. ફાઇનલમાં મિસ્બાહ ઉલ હક્કનો કેચ પણ તેણે જ પકડ્યો હતો. જોકે,2011ના વર્લ્ડકપ પછઈ વર્લ 2013માં તેની સંડોવણી મેચચ ફિક્સિંગમાં સામે આવી હતી. શ્રીસંથે ત્યારબાદ તેના પર લાગેલા બેનને સમાપ્ત કરવા માટે બીસીસીઆઈને અનેકવાર રજૂઆત કરી હતી જે ગત વર્ષે હટાવી લેવામાં આવ્યો હતો. ગત વર્ષે તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં કેરાલા માટે રમ્યો હતો. તેના પર લાગેલા બેન દરમિયાન તેણે મનોરંજનમાં ઝંપલાવ્યું હતું અને બિગબોસ હિંદીનો પણ ભાગ રહ્યો હતો.
  Published by:Jay Mishra
  First published: