T-20 વર્લ્ડ કપ (T20 World Cup) 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે અને 14 નવેમ્બરે સમાપ્ત થશે. ત્યારે ઈયોન મોર્ગન (Eoin Morgan)ની આગેવાની હેઠળની ટીમ ઈંગ્લેન્ડ (team England) વર્લ્ડ કપની ટ્રોફી જીતવા (World Cup winner) માટે ફેવરિટ ગણાઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓએ પોતાની જાતને સાબિત કરવી પડશે. ઈયોન મોર્ગન 2010 બાદ ટીમમાં જોડાયા બાદ ટીમની ક્ષમતા વધી છે અને 20 ઓવરની મેચમાં પ્રદર્શનમાં સુધારો થયો છે.
ટી-20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ (T20 World Cup England Squad)
T20 વર્લ્ડ કપમાં રસાકસીના મુકાબલા જોવા મળશે. ઓછી ઓવર હોવાના કારણે નબળી ગણાતી ટિમ પણ વિશ્વ વિજેતાને પછાડી શકે છે. જેથી બધી જ ટિમ કપ જીતવા આકાશ પાતાળ એક કરી નાખશે. જેથી વર્લ્ડ કપ કોણ જીતશે તે અત્યારથી કહેવું મુશ્કેલ છે. અલબત્ત આ વખતે પણ ઈંગ્લીશ ટિમ જોરમાં દેખાઈ રહી છે.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટોપ ઓર્ડર (T20 World cup England Top Order)
આ વર્ષે કોરોના પ્રોટોકોલ (COVID-19 protocols)ના કારણે વધુ સંખ્યામાં ખેલાડીઓ લઈ જવા પડશે. ત્યારે ટી-20 જોસ બટલર અને જેસન રોય ઈંગ્લેન્ડ માટે શ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે. તેમની બેટિંગ પ્રતિભા વિશ્વભરમાં સાબિત થઈ ચુકી છે અને બંને વચ્ચે તાલમેલ પણ સારો છે.
બટલર અને રોય બાદ ત્રીજા ક્રમે ડેવિડ મલાન બાજી સાંભળી શકે છે. ઇંગ્લેન્ડને ટ્રોફી જીતવા માટે મલાનની ભૂમિકા મહત્વની હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. ત્રીજા નંબરે રમવા માટે ટોમ બંટોનનું નામ પણ ચર્ચાય રહ્યું છે.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટોપ ઓર્ડર (England T20 World Cup Middle Order)
મિડલ ઓર્ડર પર રમવા આવતા ખેલાડીઓ ટીમની કરોડરજ્જુ સમાન હોય છે. એમાં પણ ખાસ કરીને T20 મેચમાં તેમને વધુ મહત્વના માનવામાં આવે છે. ઈંગ્લેન્ડની ટીમમાં મિડલ ઓર્ડર વધુ મજબૂત છે. આવી સ્થિતિમાં ચોથા ક્રમે રમવા માટે જોનાથન બેરસ્ટોને જવાબદારી અપાશે. ત્યારબાદ ઈઓન મોર્ગન અને મોઇન અલીના ખભે જવાબદારી રહેશે. મોઇન અલીનો દેખાવ સારો રહ્યો છે. IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સમાં તેનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. જોકે, વર્લ્ડ કપમાં તેની પાસે ઘણી તક છે.
વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ બોલિંગ એટેક (T20 World Cup England Bowling attack)
ઇંગ્લેન્ડની ટિમને બોલિંગમાં જોફરા આર્ચર પર ઘણો મદાર હતો. પણ તે આ ટુર્નામેન્ટ રમી શકશે નહીં. જેથી ક્રિસ જોર્ડન અને આદિલ રશીદ પર વધુ દબાણ જોવા મળી શકે છે. વિરોધી ટિમના બેટ્સમેન મુજબ ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનરનો રોલ પણ મહત્વનો રહેશે. માર્ક વુડ પણ સારો દેખાવ કરી શકે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારત સામે તેનું પ્રદર્શન અદભુત રહ્યું હતું.