Home /News /sport /T20 World Cup માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, ખેલાડીઓનો જોવા મળશે નવો રંગ
T20 World Cup માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ, ખેલાડીઓનો જોવા મળશે નવો રંગ
T20 World Cup બાદ હવે ન્યુઝીલેન્ડ, આફ્રિકા અને શ્રીલંકા સહિતના દેશ સાથે રમશે ભારત, આ રહ્યું સેડ્યુલ
ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. બીસીસીઆઈ (BCCI)એ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી હતી.
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માટે ભારતીય ટીમની નવી જર્સી (team india new jersey) લોન્ચ કરવામાં આવી છે. બીસીસીઆઈ (BCCI)એ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. આ તસવીર સાથે બીસીસીઆઈએ ટ્વિટ કરીને લખ્યું કે, ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.' આ જર્સી પેટર્ન ટીમ ઈન્ડિયાના ફેન્સથી પ્રેરિત છે અને તેનો રંગ ઘાટો બ્લૂ કલર છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની તસવીર ટ્વિટર પર શેર કરતા BCCI એ લખ્યું - "જર્સી પેટર્ન ચાહકોના ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી." ભારતની મેજબાનીમાં આ ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે.
24 ઓક્ટોબરે થશે ભારત પાકિસ્તાન વચ્ચે જંગ
ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે, પરંતુ સૌથી મોટી રોમાંચક મેચ 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ સાજે 7.30 કલાકે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધ વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી શક્યુ નથી.
Presenting the Billion Cheers Jersey!
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
ગયા ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગૃપમાં રાખવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગૃપ બીમાં આ બે ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતુ. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યા જોતા આઇસીસીએ ફરી એકવાર બન્ને ટીમોને એક જ ગૃપમાં રાખી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર