નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપનું (T20 World Cup 2021) આયોજન હવે યૂએઈમાં થશે. આજે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે પહેલા જ દેશમાં તેના આયોજનને લઇને શંકા હતી. આ દરમિયાન બીસીસીઆઈએ (Bcci)આઈસીસીને (Icc) આ વિશે સત્તાવાર જાણકારી આપી દીધી છે. ટૂર્નામેન્ટનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થઇ શકે છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલના બચેલા 31 મુકાબલા પણ યૂએઈણાં થવાના છે. બોર્ડના સચિવ જય શાહે ટૂર્નામેન્ટ શિફ્ટ થવા વિશે જાણકારી આપી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે જય શાહે કહ્યું કે અમે આઈસીસીને આજે સત્તાવાર રીતે ટી-20 વર્લ્ડ કપ યૂએઈમાં શિફ્ટ કરવા વિશે જાણકારી આપી દીધી છે. ટૂર્નામેન્ટની તારીખ પર નિર્ણય આઈસીસી કરશે. જાણકારી પ્રમાણે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થવું મુશ્કેલ હતું.
17 ઓક્ટોબરથી વર્લ્ડ કપના મુકાબલા શરૂ થઇ શકે છે. 16 ટીમો વચ્ચે રમાનાર ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની મેચો યૂએઈ ઉપરાંત ઓમાનમાં પણ થઇ શકે છે. આઈપીએલના મુકાબલા પણ હોવાના કારણે યૂએઈમાં આયોજનને લઇને વધારે દબાણ ના પડે તે કારણે શરૂઆતના રાઉન્ડના મુકાબલા ઓમનમાં યોજાઇ શકે છે. યૂએઈની વાત કરીએ તો દુબઈ, શારજાહ અને અબુધાબીમાં મુકાબલા થવાના છે. આ પહેલા 2016માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થયું હતું ત્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ચેમ્પિયન બની હતી.
" isDesktop="true" id="1109094" >
વર્લ્ડ કપના કુલ 45 મુકાબલા થશે
ટી-20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે, જેમાં કુલ 45 મુકાબલા થશે. પ્રથમ રાઉન્ડ 8 ટીમો વચ્ચે થશે. બે ગ્રૂપમાં 4-4 ટીમ રહેશે. કુલ 12 મેચ રમાશે. બંને ગ્રુપની ટોમ ટીમ સુપર-12 માટે ક્વોલિફાય થશે. અહીં 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. આ પછી બે સેમિ ફાઇનલ અને ફાઇનલ રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર