Home /News /sport /T20 World Cup: ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ શકશે દર્શકો, BCCIએ શરૂ કરી તૈયારી
T20 World Cup: ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં જોઈ શકશે દર્શકો, BCCIએ શરૂ કરી તૈયારી
ટી-20 વર્લ્ડ કપ ની શરૂઆત 17 ઓક્ટોબરથી થવા જઈ રહી છે.
T20 World Cup 2021: આગામી મહિને યુએઈ (UAE) અને ઓમાનમાં ટી 20 વર્લ્ડ કપની મેચો યોજાવાની છે. કોરોનાને જોતા અત્યારે યુએઈમાં કડક નિયમો અમલમાં છે. BCCI 14 નવેમ્બરે યોજાનારી ફાઇનલ માટે મોટી સંખ્યામાં ચાહકોને બોલાવવાની તૈયારી કરી રહ્યું છે.
દુબઈ: આગામી મહિને યુએઈ અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) મેચો યોજાવાની છે. 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યોજાનારી ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈ (BCCI) ટુર્નામેન્ટનું આયોજક છે. આઈપીએલ 2021 (IPL 2021) ની મેચ દરમિયાન ચાહકો સ્ટેડિયમમાં આવવા લાગ્યા છે. હવે ભારતીય બોર્ડ અને અમીરાત ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપની ફાઇનલ માટે 25,000 દર્શકોને બોલાવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ માટે તેઓએ યુએઈ સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લેવી પડશે. વર્લ્ડ કપ પહેલા ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તેને યુએઈમાં ખસેડવામાં આવ્યો હતો.
ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે, અત્યારે યુએઈમાં માત્ર 10 ટકા ચાહકોને જ મંજૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'બીસીસીઆઈ અને અમીરાત બોર્ડ ફાઈનલમાં મોટી સંખ્યામાં ચાહકોને આમંત્રિત કરવા માંગે છે. જો તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવે તો તે અદ્ભુત હશે. જોકે, પરવાનગી અંગે હજુ કશું કહી શકાય તેમ નથી.ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની મેચ પણ ઓમાનમાં યોજાવાની છે.
IPL દરમિયાન દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ જોવા માટે ચાહકોને PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. જો કે, તેઓએ કોવિડ -19 રસીકરણના બંને ડોઝના પુરાવા આપવાના રહેશે. બીજી બાજુ, શારજાહના નિયમો અલગ છે. અહીં માત્ર 16 વર્ષથી ઉપરના પ્રેક્ષકોને જ પ્રવેશ મળશે. આ ઉપરાંત, રસીકરણ પ્રમાણપત્ર અને પીસીઆર પરીક્ષણ પરિણામ પણ સાથે લાવવાના રહેશે. અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં, 16 વર્ષથી વધુ ઉંમરના ચાહકોને રસીકરણના પુરાવા આપવાના રહેશે. આ સાથે, પીસીઆર ટેસ્ટ પણ સાથે રાખવો પડશે. જો કોઈ વ્યક્તિ એક વખત સ્ટેડિયમની બહાર ગયો હોય તો તેને પાછો આવવા દેવામાં આવશે નહીં.
ટીમ ઇન્ડિયા 2007 થી ટી 20 વર્લ્ડકપનું ટાઇટલ જીતી શકી નથી. બીજી તરફ 5 વખત વનડે વર્લ્ડકપનું ટાઇટલ જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ટાઇટલની રાહ જોઇ રહી છે. આ ટુર્નામેન્ટની 7 મી સિઝન છે. વેસ્ટ ઈન્ડિઝ ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેણે બે વખત ખિતાબ જીત્યો છે. આ સિવાય ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ પણ એક -એક વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર